MONEY9: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
દૂધના ભાવ વધારવાની કોઇ યોજના નથીઃ અમૂલ
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધનું ઉત્પાદન અને વેચાણ કરનારી GCMMFની દૂધના ભાવ વધારવાની હાલ કોઇ યોજના નથી. GCMMFના એમડી જયેન મહેતાએ દૂધની કિંમત અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું કે હાલના સંજોગોમાં અમારી કિંમત વધારવાની કોઇ યોજના નથી. તેમણે કહ્યું કે એક વર્ષમાં દૂધ ઉત્પાદન ખર્ચમાં 15 ટકાનો વધારો થયો છે જેનાથી સંઘને ગયા વર્ષે રિટેલ કિંમતમાં કેટલોક વધારો કરવો પડ્યો હતો. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ અમૂલે ગુજરાતમાં દૂધની કિંમતમાં લીટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો. તો અન્ય રાજ્યોમા પણ અમૂલે ફેબ્રુઆરીમાં ભાવ વધાર્યા હતા.
મારુતિએ સિયાઝ, ગ્રાન્ટ વિટારા, XL6ના ભાવ વધાર્યા
મારુતિએ તેની કારના વિવિધ મોડલોમાં 11 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. મારુતિની સિયાઝ હાઇબ્રિડ સિગ્મા 1.5 લીટર 5 એમટી હવે એક્સ શો-રૂમ 9.30 લાખ રૂપિયામાં મળશે. તો મારુતિની XL6 હવે 15,000 રૂપિયા સુધી મોંઘી થઇ ગઇ છે. મારુતિએ તેની બધી એસયૂવીની કિંમતમાં લગભગ આટલો જ વધારો કર્યો છે. XL6 ઝેટા હવે 11.56 લાખની એક્સ શો-રૂમ ભાવે મળશે. તો ગ્રાન્ડ વિટારાના પેટ્રોલ વર્ઝનના સિગ્મા મોડલની કિંમત વધીને 10.70 લાખ રૂપિયા થઇ ગઇ છે. મારુતિએ ગ્રાન્ડ વિટારાના સીએનજી સિગ્મા મોડલની કિંમત વધારીને 13.05 લાખ રૂપિયા કરી છે. તો ઝેટાનું સીએનજી વેરિએન્ટ હવે 18.86 લાખ રૂપિયાથી શરુ થશે.
SBI નવા સેવિંગ્ઝ, કરન્ટ એકાઉન્ટ્સ ખોલશે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે કરંટ અને સેવિંગ્સ એકાઉન્ટના નવા વેરિએન્ટ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. બચત ખાતાના નવા વેરિએન્ટને “પરિવાર” બચત ખાતા તરીકે ઓળખવામાં આવશે. ગ્રાહકો તેમના પરિવારના સભ્યો માટે બેંક એકાઉન્ટ ખોલી શકશે. આ સાથે તેમને વધારાની સુવિધાઓ જેવી કે વીમો, હેલ્થ ચેક-અપ અને લોકરના ભાડામાં રાહત પણ મળશે.
સ્કાયમેટઃ દેશમાં આ વર્ષે સામાન્યથી ઓછો રહેશે વરસાદ
ભારતમાં આ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. હવામાનને લઇને પૂર્વાનુમાન કરનારી ખાનગી એજન્સી સ્કાયમેટે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે અલ નીનો ઉપરાંત આ વર્ષે ચોમાસાને અન્ય ચીજો પ્રભાવિત કરી શકે છે. એજન્સીએ ટ્વિટ કરીને કહ્યું કે કૃષિભંડાર ગણાતા પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર ભારતના રાજ્યોમાં આ વર્ષના બીજા છમાસિક ગાળામાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. સ્કાયમેટના મતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં જુલાઇ અને ઓગસ્ટ મહિના દરમિયાન અપૂરતો વરસાદ થશે.
11 વર્ષના રેકોર્ડ સ્તરે રહ્યો લોન ગ્રોથ
દેશમાં લોનના દરોમાં ભારે વધારા બાદ પણ ફાઇનાન્સિયલ યર 2023માં બેંક લોન ગ્રોથ 11 વર્ષના રેકોર્ડ હાઇ પર રહ્યો છે. એકતરફ જ્યાં નાણાકીય વર્ષ 2022-23માં બેંકોનું ઋણ 4.6 ટકા વધ્યું છે તો બીજી તરફ રીપેમેન્ટની રકમ ફક્ત 9.6 ટકા જ વધી છે. ગયા નાણાકીય વર્ષમાં લોન ગ્રોથ નાણાકીય વર્ષ 2011-12 બાદ સૌથી વધુ રહ્યો છે, આ સમયગાળા દરમિયાન ઋણમાં 17 ટકાનો વધારો થયો. નાણાકીય વર્ષ 2023માં લોન દરો સૌથી વધુ ઝડપે વધ્યાં. આરબીઆઇની મોનેટરી પોલિસીમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2023માં વ્યાજ દરોમાં 250 બીપીએસ વધારો થયો હોવા છતાં લોન ગ્રોથ 11 વર્ષના ઉચ્ચ સ્તરે રહ્યો છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંક FDના દરોમાં કર્યો ફેરફાર
ઇન્ડિયન ઓવરસીઝ બેંક એટલે કે આઇઓબીએ વ્યાજ દરોમાં 0.50 ટકા સુધીનો ઘટાડો કર્યો તો બીજી તરફ સિલેક્ટેડ ટેન્યોર માટે 0.40 ટકાનો વધારો પણ કર્યો છે. બેંકની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર બેંકે 2 કરોડથી ઓછી એફડી માટે વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંકના નવા એફડી વ્યાજ દરો 10 એપ્રિલ 2023થી લાગુ થશે. આ ફેરફાર બાદ બેંકની 444 દિવસની એફડી પર 7 ટકાના બદલે હવે મહત્તમ 7.25 ટકા વ્યાજ મળશે. બેંક વરિષ્ઠ નાગરિકોને સ્ટાન્ડર્ડ રેટથી એડિશનલ 0.50 ટકા અને સુપર વરિષ્ઠ નાગરિકોને 0.75 ટકાનું વ્યાજ આપવાનું ચાલુ રાખશે.
ગયા નાણાકીય વર્ષમાં સોનાની આયાત 30 ટકા ઘટી
દેશમાંથી સોનાની આયાત ગયા વર્ષના પહેલા 11 મહિના એટલે કે એપ્રિલથી ફેબ્રુઆરી 2023 દરમિયાન અંદાજે 30 ટકા ઘટીને 31.8 અબજ ડોલર રહી ગઇ છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા પરથી આ જાણકારી મળી છે. કસ્ટમ ડ્યૂટીના ઉંચા દરો તથા વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે સોનાની આયાત ઘટી છે. ઉલ્લેખનીય છે કે સોનાની આયાત ચાલુ ખાતાની ખોટને અસર કરે છે. નાણાકીય વર્ષ 2021-22ના સમાન ગાળામાં સોનાની આયાત 45.2 અબજ ડોલર રહી હતી. ઓગસ્ટ 2022માં સોનાની આયાત સતત નકારાત્મક રહી છે. તો બીજી તરફ ગયા નાણાકીય વર્ષના 11 મહિનામાં ચાંદીની આયાત 66 ટકા વધીને 5.3 અબજ ડોલર પર પહોંચી ગઇ છે.
કોલસાની આયાતમાં મોટો ઉછાળો
દેશમાં કોલસાની આયાત ગયા નાણાકીય વર્ષ 2022-23ના પહેલા 11 મહિના દરમિયાન 32 ટકા વધીને 14.85 કરોડ ટન પર પહોંચી ગઇ છે. તેની અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં તે 11.23 કરોડ ટન હતી. એક રિપોર્ટમાં આ જાણકારી બહાર આવી છે. એમજંકશને પોતાના તાજેતરના રિપોર્ટમાં કહ્યું કે એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન કોકિંગ કોલસાની આયાત 7.59 ટકા વધીને 5.05 કરોડ ટન પર પહોંચી ગઇ, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 4.68 કરોડ ટન હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો