તહેવારો પર દાળ મોંઘી થશે
આ વખતે તહેવારો પર દાળ ખાવી મોંઘી પડશે. તહેવારોની શરૂઆત પહેલા જ કઠોળની મોંઘવારી આસમાને પહોંચી છે. તુવેર દાળ, ચણા દાળ અને મગની દાળના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એક વર્ષ પહેલાના ભાવની સરખામણીએ તુવેર દાળના ભાવમાં 45 ટકાથી વધુનો વધારો થયો છે. ગ્રાહક બાબતોનો ડેટા દર્શાવે છે કે સોમવારે દિલ્હીમાં તુવેર દાળની સરેરાશ કિંમત 167 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી, જે એક વર્ષ પહેલા 115 રૂપિયા હતી. એ જ રીતે એક વર્ષમાં ચણાની દાળનો ભાવ 18 ટકા વધીને રૂ.85 પ્રતિ કિલો અને મગની દાળનો ભાવ પણ 18 ટકા વધીને રૂ.118 પ્રતિ કિલો થયો છે…આ વર્ષે ખરીફ કઠોળનું વાવેતર ગયા વર્ષથી ઓછું રહ્યું છે. અધુરામાં પુરુ ચોમાસાનો વરસાદ પણ ઓગસ્ટ દરમિયાન ઓછો થયો છે. આ કારણોસર કઠોળના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.
ટ્રાઇ એક્ટમાં સુધારો થશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એટલે કે TRAIના ચેરમેન ખાનગી સેક્ટરમાંથી પણ બની શકે છે. કેન્દ્ર સરકાર ખાનગી ક્ષેત્ર માટે મુખ્ય નિયમનકારી પોસ્ટ્સ ખોલવા માટે TRAI એક્ટ, 1997માં સુધારો કરવાનું વિચારી રહી છે. આનાથી સિનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સને TRAIના ચેરમેન બનાવવામાં સક્ષમ બનાવવા માટે જરૂરી જરૂરિયાતો નક્કી કરવામાં આવશે.
પ્રોસેસ્ડ ફૂડ પર આયાત ડ્યુટી ઘટશે
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે એક મોટા ડિસ્પ્યુટ સેટલમેન્ટના ભાગરૂપે ભારત કેટલીક ફ્રેશ અને પ્રોસેસ્ડ ફુડ આઇટમ્સ પર આયાત જકાતને ઘટાડીને 5 થી 10 ટકા કરવા સંમત થયું છે. ફ્રોઝન ટર્કી, ફ્રોઝન ડક, ફ્રેશ/ફ્રોઝન/ડ્રાઇડ/પ્રોસેસ્ડ બ્લૂબેરીઝ અને ક્રેનબેરીસ જેવી વસ્તુઓની આયાત પરની ડ્યૂટી ઘટાડવામાં આવશે. હાલમાં આના પર લગભગ 30 થી 45 ટકા આયાત ડ્યુટી લાગે છે.
ઘઉં-ચોખાના ભાવ નહીં વધે
ઘઉં અને ચોખાના છૂટક ભાવ હવે બહુ નહીં વધે… FCI એ કિંમતોને કાબૂમાં રાખવા માટે ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઇ-ઓકશનમાં કેન્દ્રીય પૂલમાંથી 1.66 લાખ ટન ઘઉં અને 17 હજાર ટન ચોખાનું વેચાણ કર્યું છે. ઘઉંનું વેચાણ 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે થયું… જ્યારે ચોખાનું સરેરાશ વેચાણ રૂ. 2956 પ્રતિ ક્વિન્ટલ પર થયું છે…
સુપ્રીમ કોર્ટે કોને આપી ચેતવણી
સુપ્રીમ કોર્ટે સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહને ક્રેડિટ સુઈસ કેસમાં 12.45 કરોડ રૂપિયા જમા કરાવવા માટે કહ્યું છે. જેમાં 4.15 કરોડ રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ અને 8.29 કરોડ રૂપિયાની ડિફોલ્ટ રકમ છે. આ માટે તેમને 22મી સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે જો તે પેમેન્ટ નહીં કરે તો તેમને તિહાડ જેલ મોકલી દેવામાં આવશે.
આજે લોન્ચ થશે એપલ 15
આજે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો બેઝ્ડ એપલ હેડક્વાર્ટરમાં આ વર્ષની સૌથી મોટી Apple ઇવેન્ટ Apple વન્ડરલસ્ટ ઇવેન્ટ શરૂ થઈ રહી છે. આ ઇવેન્ટમાં iPhone 15 સીરિઝની સાથે Apple ટેબલેટ, લેપટોપ અને ઘડિયાળો પણ લોન્ચ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષની Apple ઇવેન્ટ ખાસ હશે, કારણ કે iPhone 15માં ઘણા મોટા અપડેટ્સ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત નવી સ્માર્ટવોચ અને એપલ એર પોડ પણ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં લોકો આ ઇવેન્ટને Appleની વેબસાઇટ, Apple TV એપ અને YouTube પર જોઈ શકશે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો