Money9: લારીમાંથી શાક ખરીદીને મોબાઇલ ફોનથી ચુકવણી કરતી વખતે તમે કદાચ વિચારતા હશો કે જમાનો હવે ડિજિટલ થઇ ગયો છે. અને દેશના ખૂણે-ખૂણાંમાં ડિજિટલ ઇકોનોમી પહોંચી ગઇ છે. દર મહિને 12 લાખ કરોડ રૂપિયાના UPI પેમેન્ટનો આંકડો તમારા વિચારને ભરોસામાં ફેરવી નાખવા માટે પર્યાપ્ત છે. પરંતુ ઓક્સફેમ ઇન્ડિયાનો રિપોર્ટ તમારા આ વિચાર અને ભરોસાને ખોટો પાડી શકે છે.
ઓક્સફેમ ઇન્ડિયાનો રિપોર્ટ
રિપોર્ટના આંકડા જોઇએ તો ખબર પડે છે કે દેશની અડધી વસતી એટલે કે મહિલાઓમાં એક તૃતીયાંશ પાસે પણ મોબાઇલ ફોન નથી. રિપોર્ટ કહે છે કે 2021 દરમિયાન ભારતમાં 61 ટકા પુરુષોની પાસે મોબાઇલ ફોન છે. અને ડિજિટલ અસમાનતા શહેરોની સરખામણીમાં ગામડાઓમાં વધારે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ડિજિટલ પહોંચ પુરુષોમાં વધુ છે. ગામડાઓની સરખામણીમાં શહેરોની સ્થિતિ વધારે ખરાબ છે. અને સમાજનો ઉચ્ચ વર્ગ ડિજિટલી વધારે સંપન્ન છે.
ઓક્સફેમ ઇન્ડિયાનો રિપોર્ટ દર્શાવે છે કે જાતીય આધારે ડિજિટલ અસમાનતાની સ્થિતિ વધારે ખરાબ છે. રિપોર્ટ કહે છે કે સામાન્ય વર્ગમાં 8 ટકા લોકોની પાસે લેપટોપ કે કોમ્પ્યુટર છે. જ્યારે અનુસૂચિત જાતિના ફક્ત 2 ટકા અને અનુસૂચિત જનજાતીના ફક્ત 1 ટકા લોકોની પાસે લેપટોપ કે કોમ્પ્યુટર છે. રિપોર્ટ એ પણ દર્શાવે છે કે કોરોના બાદ દેશના શહેરી ક્ષેત્રોમાં 8 ટકા લોકોની પાસે કોમ્પ્યુટર છે અને ગ્રામીણ વિસ્તારોમાં તો ફક્ત 1 ટકા લોકો જ કોરોના બાદ કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરી રહ્યા છે.
કેટલા બેકારો પાસે છે ફોન
ડિજિટલ પહોંચની સ્થિતિ ત્યારે સારી હતી જ્યારે લોકોની પાસે રોજગારી હતી. રિપોર્ટ જણાવે છે કે રોજગાર પ્રાપ્ત કે પગારદારોમાં 95 ટકા લોકોની પાસે મોબાઇલ ફોન છે. અને બેરોજગારોમાં ફક્ત 50 ટકા લોકોની પાસે જ મોબાઇલ ફોનની પહોંચ છે. અને આ સ્થિતિ ત્યારે છે જ્યારે દેશમાં મોબાઇલ ગ્રાહકોનો આંકડો 117 કરોડ છે. બ્રોડબેન્ડ ગ્રાહકો 81 કરોડને પાર કરી ચુક્યા છે. અને દેશમાં ટેલી ડેન્સિટી 85 ટકાની નજીક પહોંચી ગઇ છે. ઓક્સફેમનો રિપોર્ટ જણાવે છે કે સરકાર જો દેશની આર્થિક અસમાનતાઓ દૂર કરવાનો પ્રયાસ કરશે તો ડિજિટલ અસમાનતાને દૂર કરવામાં પણ મદદ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો