Money9 Gujarati:
Axis Bank’s One View App: ખાનગી સેક્ટરની ધિરાણકર્તા, એક્સિસ બેન્કે નવું ફીચર લૉન્ચ કર્યું છે. જો તમારા મોબાઈલમાં એક્સિસ બેન્કની એપ હશે તો હવે અન્ય બેન્કની એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. એક્સિસ બેન્કની એપમાં અન્ય બેન્કના ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ પણ જોઈ શકાશે અને ડાઉનલોડ કરી શકાશે. અત્યાર સુધી કોઈ એક બેન્કના એકાઉન્ટની ડિટેલ અન્ય બેન્કની એપમાં જોઈ શકાતી નહોતી, પરંતુ એક્સિસ બેન્કે તેની એપમાં નવું ફીચર ઉમેરીને આવા ક્રોસ-ફન્કશનિંગને શક્ય બનાવ્યું છે. એક જ એપ પર સુવિધા મળશે એટલે ગ્રાહકોએ મલ્ટિપલ બેન્કની એપ ડાઉનલોડ નહીં કરવી પડે.
એક્સિસ બેન્કના જણાવ્યા પ્રમાણે, એકાઉન્ટ એગ્રીગેટર ટેકનોલોજીના આધારે નવું ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે. તેના કારણે એક્સિસ બેન્ક પોતાની ફાયનાન્શિયલ પ્રોડક્ટ્સ વેચવા માટે અન્ય બેન્કના ડેટાનો ઉપયોગ નહીં કરી શકે.
Say goodbye to using multiple apps for your bank accounts! Experience the ultimate convenience with 'One View' on the Axis Mobile app. Easily check your account balance and track transactions in one place. Download now for hassle-free banking! https://t.co/IVKWcKM4HZ #AxisBank… pic.twitter.com/oNsGCi3NE9
— Axis Bank (@AxisBank) June 21, 2023
એક્સિસ બેન્કે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “Say goodbye to using multiple apps for your bank accounts! Experience the ultimate convenience with ‘One View’ on the Axis Mobile app. Easily check your account balance and track transactions in one place. Download now for hassle-free banking!”
ધારો કે, તમારું ખાતું SBI કે HDFC બેન્કમાં છે, અને તમારે આ બેન્કમાં થયેલા ટ્રાન્ઝેક્શનની વિગતો જોવી છે, તો તમે એક્સિસ બેન્કની એપમાંથી અન્ય બેન્ક ખાતાના ટ્રાન્ઝેક્શનની વિગતો જોઈ શકશો. એક્સિસ બેન્કે દાવો કર્યો છે કે, ગ્રાહકો માટે આ ફીચર લૉન્ચ કરનારી તે ભારતની પ્રથમ બેન્ક છે. હવે એક્સિસ બેન્કના ગ્રાહકો એક જ સ્થળેથી અન્ય બેન્ક ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શનની વિગતો જોઈ શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો