MONEY9: રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરુનો ઐતિહાસિક ભાવ મળ્યો છે. જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરુનો ભાવ એક મણનો 9 હજાર રૂપિયા બોલાયો છે. હા, તમે સાચું જ સાંભળી રહ્યા છો, જસદણ માર્કેટયાર્ડમાં એક મણ જીરુનો ભાવ 9 હજાર રૂપિયા બોલાયો છે. જીરૂનો ઊંચો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. મહત્વનું છે કે હાલ વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરૂના ઉંચા ભાવ બોલાઇ રહ્યા છે. તાજેતરમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં જીરૂનો 8 હજાર રુપિયા સુધી ભાવ મળ્યો હતો.
Published - May 2, 2023, 05:00 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો