Money9: ઔદ્યોગિક રાજ્ય ગુજરાતમાં નાની મોટી કંપનીઓના રોકાણ આવતા જ રહે છે. જાન્યુઆરીમાં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ પૂર્વે રાજયમાં જંગી મૂડી રોકાણની જાહેરાત શરૂ થવા લાગી છે અને આજ કડીમાં અમેરિકન સોફટ ડ્રિંક જાયન્ટ કોકાકોલા પણ હવે ગુજરાતમાં કરોડોનું રોકાણ કરશે. કોકાકોલા 3000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને સાણંદ નજીક એક બેવરેજ પ્લાન્ટ સ્થાપી રહી છે. સીધા વિદેશી મૂડી રોકાણના ભાગરૂપે કોકાકોલાની સબસીડરી ઇન્ટરનેશનલ રીફ્રેશમેન્ટ ઇન્ડીયા પ્રા.લી. મારફત આ મુડી રોકાણ ધ કોકાકોલા કંપની દ્વારા કરવામાં આવશે.
રાજય સરકારના સુત્રોના જણાવ્યા મુજબ આ માટે સાણંદ પાસે 1.6 લાખ સ્કવેર મીટર જમીન કોકાકોલા કંપની માટે એલોટ કરવામાં આવી છે અને આગામી એક વર્ષમાં આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે. મહત્વનું છે કે કોકાકોલા ગુજરાતમાં પહેલેથી જ બે બોટલીંગ પાર્ટનર દ્વારા મોટુ મુડી રોકાણ ધરાવે છે અને હવે વધુ એક મુડી રોકાણને ગુજરાત સરકારની ફાસ્ટટ્રેક સિસ્ટમ દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ રોકાણ માટે કંપનીને અનુકુળ યોગ્ય જમીન ફાળવણી થઇ ગઇ છે. આ પ્લાન્ટમાં કંપની તેના પીણાના મુળ બેવરેજ બેઝ ઉપરાંત કોન્સન્ટ્રેટ તૈયાર કરશે. આ પ્લાન્ટ ફુલ્લી ઓટોમેટેડ હશે અને તેમાં રોબોટીક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે ઉત્પાદન પ્રક્રિયાનું ડિવાઇસ આધારીત મોનિટરીંગ અને કંટ્રોલ સાથે સ્ટોરેજ તેમજ અન્ય સિસ્ટમ પણ ઓટોમેટીક હશે.
એકવાર પ્લાન્ટ કાર્યરત થઇ ગયા બાદ લગભગ 1000 જેટલા લોકોનો નોકરી મળશે જ્યારે પ્લાન્ટ શરૂ થયા બાદ તેમાં કુલ 400 લોકોને નોકરી મળશે. કોકાકોલા આવતા જ સાણંદની આસપાસ પેકેજીંગ સહિતની ઇન્ડસ્ટ્રીઝને પણ તક મળશે. મહત્વનું છે કે કંપની ગોલબજમાં પણ પ્લાન્ટ ધરાવે છે. જે અમદાવાદથી 33 કિલોમીટર દૂર છે. કોકાકોલાએ તેના બે બોટલિંગ પાર્ટનર મારફત ગુજરાતમાં 180 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો