Money9: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એશિયાના નંબર-2 સૌથી ધનિક વ્યક્તિનો તાજ ગુમાવ્યો છે. ગયા અઠવાડિયે કમાણીમાં ઘટાડા પછી ગૌતમ અદાણી ચીનના અબજોપતિથી પાછળ રહી ગયા છે. હવે ગૌતમ અદાણી એશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં તેમનું રેન્કિંગ 19મું છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં એશિયાના માત્ર ત્રણ ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ સ્થાને મુકેશ અંબાણી, બીજા સ્થાને ચીનના અબજોપતિ અને ત્રીજા સ્થાને ગૌતમ અદાણી છે. 2023ની શરૂઆતમાં ગૌતમ અદાણી એશિયાના નંબર-1 ધનિક હતા. તે પછી તે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. પરંતુ ગત જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગના રિપોર્ટ બાદ તેમની સંપત્તિમાં ભારે ઘટાડો થયો હતો.
ચીનના આ અબજોપતિએ ગૌતમ અદાણીને આપ્યો ઝટકો
ગૌતમ અદાણી પાસેથી એશિયાના નંબર-2 અમીર વ્યક્તિનો તાજ છીનવનાર ચીનના અબજોપતિનું નામ ઝોંગ શેનશેન (Zhong Shanshan) છે. ઝોંગ શેનશેન ચીનના જાણીતા અબજોપતિ છે. તે બોટલ્ડ વોટર (નોંગફુ સ્પ્રિંગ), કોરોના વેક્સીન (Wantai) સહિત અનેક કંપનીઓના માલિક છે. ઝોંગની ગણતરી સૌથી ઝડપી કમાણી કરનારા ઉદ્યોગપતિઓમાં થાય છે. કોરોના સમયગાળા દરમિયાન તેમની સંપત્તિમાં ઝડપથી વધારો થયો હતો.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર અદાણી પાછળ
હવે ઝોંગે ગૌતમ અદાણીને પાછળ છોડીને એશિયાના નંબર-2 અમીર બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ઝોંગ ગૌતમ અદાણીને પછાડીને 18માં સ્થાને પહોંચી ગયા છે. 62.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે, ચીનના અબજોપતિ ઝોંગ વિશ્વના ટોચના ધનિક લોકોની યાદીમાં 18મા સ્થાને પહોંચી ગયા છે, અને ગયા સપ્તાહમાં તેમની સંપત્તિમાં 1.18 બિલિયન ડોલરનો ઉમેરો થયો છે.
અદાણીની પ્રોપર્ટીમાં 662 લાખ ડોલરનો ઘટાડો
બીજી તરફ, ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા સપ્તાહ દરમિયાન 662 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જેના કારણે તેઓ 18માં સ્થાનેથી 19માં સ્થાને આવી ગયા છે. આવી સ્થિતિમાં ગૌતમ અદાણી સામે વિશ્વની ટોપ-20 એલિટમાંથી બહાર થવાનો ખતરો પણ ઉભો થયો છે. એક દિવસ પહેલા ગૌતમ અદાણીએ ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
મુકેશ અંબાણી એશિયાના નંબર-1 ધનિક વ્યક્તિ
એશિયાના નંબર-1 અમીર મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણી હાલમાં 84.6 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 13મા ક્રમે છે. જો કે છેલ્લા અઠવાડિયામાં તેની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી 13મા ક્રમે, ઝોંગ શેનશેન 18મા ક્રમે અને ગૌતમ અદાણી 19મા ક્રમે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો