સરકારે 14 મોબાઇલ મેસેન્જર એપને કરી બ્લોક, કાશ્મીરમાં આતંકીઓને મળતા હતા પાકિસ્તાની મેસેજ
કેન્દ્ર સરકારે મોટુ પગલું ભરતા 14 મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
Money9: કેન્દ્ર સરકારે મોટુ પગલું ભરતા 14 મેસેન્જર મોબાઇલ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. આ મેસેન્જર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં આતંકી સીક્રેટ મેસેજ મોકલતા હતા. આતંકી આ એપ્સના ઉપયોગ કાશ્મીરમાં પોતાના સપોર્ટર્સ અને ઓન-ગ્રાઉન્ડ વર્કર્સ (OGW)ની સાથે કોમ્યૂનિકેટ કરવા માટે કરી રહ્યા હતા.