Money9: સમાચારોના લંચ બોક્સમાં અત્યાર સુધીના મહત્વના સમાચાર.
સ્ટાર્ટઅપ્સમાં થતા એન્જલ રોકાણ ટેક્સ નહીં લાગે
નાણા મંત્રાલયે 21 દેશોને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા પર એન્જલ ટેક્સમાંથી રાહત આપવાની જાહેરાત કરી છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ સહિત 21 દેશોમાંથી ભારતીય સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારા પર હવે એંજલ ટેક્સ નહીં લાગે. અગાઉ સરકારે જનરલ બજેટમાં સ્ટાર્ટઅપ્સમાં આવતા એન્જલ રોકાણ પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં ફંડની તંગીને ધ્યાનમાં રાખીને સરકારે હવે તેના નિર્ણયમાં ફેરફાર કર્યો છે. CBDTનું આ નોટિફિકેશન 1 એપ્રિલથી લાગુ થશે..21 દેશોની યાદીમાં ઓસ્ટ્રિયા, કેનેડા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, ઇટાલી, જાપાન, કોરિયા, રશિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.
ગો-ફર્સ્ટના કર્મચારીઓને સમયસર પગાર મળશે
લોન સંકટમાં ફસાયેલી એરલાઇનના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કંપનીના મેનેજમેન્ટે કર્મચારીઓને ઇમેલ કરીને કહ્યું છે કે હવેથી કર્મચારીઓેને દર મહિને સમયસર પગાર મળશે. સંકટમાં મૂકાયેલી આ એરલાઇનને ફરી શરૂ થવામાં લગભગ 1 મહિનાથી વધુનો સમય લાગશે. DGCAએ ગો-ફર્સ્ટને ઉડ્યન ફરી શરૂ કરતાં પહેલાં રિવાઇવલ પ્લાન સબમિટ કરવાનો આદેશ કર્યો છે. DGCAએ રિવાઇવલ પ્લાન જમા કરવા માટે 30 દિવસનો સમય આપ્યો છે. પ્લાન હેઠળ ગો-ફર્સ્ટે પોતાના પાઇલોટ, વિમાન અને અન્ય કર્મચારીઓ, કેર મેનેજમેન્ટ અને ફંડ સહિત અન્ય ચીજોની માહિતી આપવી પડશે…
લીવ એન્કેશમેન્ટ પર ટેક્સ છૂટની મર્યાદા 25 લાખ
સરકારે પ્રાઇવેટ કર્મચારીઓને એક મોટી ગિફ્ટ આપી છે. નાણા મંત્રાલયે પ્રાઇવેટ સેક્ટરના પગારદાર કર્મચારીઓ માટે નિવૃતિ સમયે રજાના બદલે મળનારી રોકડ રકમ પર ટેક્સ છૂટની સીમાને વધારીને 25 લાખ રૂપિયા કરી છે. અત્યાર સુધી બિન-સરકારી કર્મચારીઓને લીવ એન્કેશમેન્ટ એટલે કે રજાઓના બદલે મળનારી રોકડ રકમ પર ટેક્સ છૂટની મર્યાદા 3 લાખ રૂપિયા હતી. ….CBDTએ કહ્યું કે બિનસરકારી કર્મચારીઓને રજાના રોકડ પગાર પર મહત્તમ 25 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ છૂટની વ્યવસ્થા એક એપ્રિલ 2023થી લાગૂ થશે. આ વ્યવસ્થાથી કર્મચારીઓ ઓછી રજા લેવા માટે પ્રોત્સાહિત થશે.
રોડ બનાવનારી કંપનીઓને થશે મોટી રાહત
નાણા મંત્રાલયે રોડ બનાવારી કંપનીઓને પોતાની બેંક ગેરંટીને ઇન્સ્યોરન્સ શ્યોરિટી બોન્ડમાં બદલવા માટેની મંજૂરી આપી છે. આ નિર્ણયથી રોકડ સંકટમાં ફસાયેલી રોડ બનાવારી કંપનીઓને મોટી રાહત મળશે. નાણા મંત્રાલયના આ પગલાથી હાઇવે ડેવલપર્સને કાર્યશીલ મૂડીની જરૂરિયાત પૂરી થશે. આનાથી રોડ બનાવવાના પ્રોજેક્ટને પૂરા કરવામાં તેજી આવશે. વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ થવાથી રોડ પ્રોજેક્ટના કામમાં ઝડપ આવશે. એનએચએઆઇ પાસે બે લાખ કરોડ રૂપિયાની કુલ 4000 બેંક ગેરંટી રાખવામાં આવી છે. શ્યોરિટી બોન્ડની સુવિધાથી ઇન્ફ્રા કંપનીઓની પાસે મોટી મૂડી આવશે.
મેટા 10,000 કર્મચારીઓને કરશે છૂટા
સોશિયલ મીડિયા કંપની ફેસબુકની માલિકીની મેટા ત્રીજીવાર છટણી કરશે. આ છટણીમાં 10 હજાર કર્મચારીઓની નોકરી પર સંકટ સર્જાયું છે. ડિઝની પણ આ જ લાઇનમાં છે. મેટાએ તેના બધા પ્લેટફોર્મ જેવા કે વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 10 હજાર નોકરીઓમાં કાપ મૂકવાની યોજના હેઠળ છટણી કરવાનું શરૂ કરી દીધું છે. કંપની હવે ત્રીજીવાર છટણીની પ્રક્રિયા શરૂ કરી રહી છે. તો બીજી તરફ ડિઝનીએ પણ 2500 લોકોને નોકરીમાંથી છૂટા કરવાનો પ્લાન બનાવ્યો છે. ડિઝનીએ માર્ચમાં છટણીનો પહેલો તબક્કો શરૂ કર્યો હતો અને 7000 લોકોને 3 તબક્કામાં છૂટા કરવાની જાહેરાત કરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો