પેટ્રોલ-ડીઝલ, CNG પર ડિસ્કાઉન્ટ
હવે જો તમે BHIM ડાઉનલોડ કરશો તો તમને પેટ્રોલ-ડીઝલ પર ડિસ્કાઉન્ટનો લાભ મળશે. BHIM એપ એક ઓફર લઇને આવ્યું છે. આ ઓફર અનુસાર 15 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન BHIM એપથી પેટ્રોલ, ડીઝલ કે સીએનજીનું પેમેન્ટ કરશો તો તમને 1 ટકા કેશબેકનો લાભ મળશે. જો કે ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે તમારે મિનિમમ 100 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે. તેમજ યૂઝર દીઠ મહત્તમ 150 રૂપિયા સુધીનું જ કેશબેક મળશે. જો કે આના માટે તમારે BHIM એપનું 3.7 કે તેનાથી ઉપરનું વર્ઝન ડાઉનલોડ કરવું પડશે.
મ્યુ.ફંડની આ સ્કીમ જોખમી
દેશના 17 મ્યુચ્યુઅલ ફંડ્સની 24 સ્કીમ ફાઇનાન્સિયલ સ્ટ્રેસથી ઝઝૂમી રહી છે. RBIના ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર આ ઓપન એન્ડેડ ડેટ સ્કીમમાં રોકાણકારોના 1.7 લાખ કરોડ રૂપિયા રોકાયેલા છે. તેમાં આગામી સમયમાં રોકડનું સંકટ સર્જાઇ શકે છે. એટલે કે આ સ્કીમમાં રોકાણકારો દ્વારા ઉપાડમાં જોખમની આશંકા છે. દરમિયાન ફંડહાઉસને તત્કાલ જોખમ દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. RBIના રિપોર્ટ અનુસાર જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે ત્રણ મહિનાના સ્ટડીમાં આ સંકટ જોવા મળ્યું છે. દેશમાં ચાલી રહેલી તમામ 299 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સ્ટ્રેસ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર બેન્કોની એગ્રીકલ્ચર લોનની ગ્રોસ એનપીએ 7% પર પહોંચી ચૂકી છે. કુલ NPAમાં આ સેક્ટરનો હિસ્સો 26.9% છે. જ્યારે, પર્સનલ લોનની NPA 1.3% છે. કુલ એનપીએમાં આ સેક્ટરનો હિસ્સો 12.9% છે.
મોંઘા મોબાઇલ ફોન સસ્તા થશે
ટૂંક સમયમાં એપલ, સેમસંગ જેવા મોંઘી કિંમતના ફોન સસ્તા થઇ શકે છે. ભારતમાં એસેમ્બલ થઇ રહેલા 40 હજાર રૂપિયાથી વધુ કિંમત ધરાવતા સ્માર્ટફોન ભવિષ્યમાં સસ્તા થઇ શકે છે. કેન્દ્ર સરકાર આ ફોનના કેમેરા, ચાર્જર વગેરે વિદેશી પાર્ટ્સ પર વસુલાતો આયાતવેરો ઘટાડવાની તૈયારી કરી રહી છે. ઇન્ડિય સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યારે 2.5 ટકાથી 20 ટકા સુધી આ વેરો વસૂલાય છે. ચીન, વિયેતનામ, મેક્સિકો અને થાઇલેન્ડ જેવા ફોન મેન્યુફેક્ચરિંગ દેશોની સરખામણીએ આ વેરો વધુ હોવાથી જો તેમાં ઘટાડો કરવામાં આવે તો એપલ,સેમસંગ જેવા ફોનની નિકાસ કરનારી સ્થાનિક કંપનીઓને ફાયદો થશે. સુત્રોના જણાવ્યા અનુસાર વેરો ઘટાડવાની જાહેરાત 1 ફેબ્રુઆરીના રોજ બજેટમાં થઇ શકે છે.
*401# કોલ્સથી એલર્ટ રહો
ટેલીકોમ વિભાગે યુઝર્સ માટે એડવાઝરી જાહેર કરીને સ્ટાર 401 હેસટેગ ડાયલ કરવાનું કહેતા અજાણ્યા કોલ્સથી લોકોને એલર્ટ રહેવા કહ્યું છે. જો કોઇ કેસમાં યુઝર્સ અજાણ્યા નંબર દ્વારા સ્ટાર 401 હેસટેગ ડાયલ કરે છે તો તે અજાણ્યા મોબાઇલ નંબર પર કોલ ફોરવર્ડિંગને સક્રિય કરે છે. વિભાગે નાગરિકોને બદઇરાદે થતા આવા ઇનકમિંગ કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. આનાથી ઠગોને બધા સંબંધિત યૂઝરના ઇનકમિંગ કોલ પ્રાપ્ત કરવાની અનુમતિ મળી જાય છે. જેનો ઉપયોગ છેતરપિંડી કરવામાં થઇ શકે છે.
આ તારીખે બજેટ
બજેટ 2024ની તારીખ જાહેર થઈ ગઈ છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ તેને રજૂ કરશે. દેશ માટે છેલ્લા એક વર્ષનો આર્થિક હિસાબ કેવો રહ્યો અને આગામી નાણાકીય વર્ષમાં કયા કાર્યો માટે નાણાંની જરૂર પડશે, તે અંગે નાણામંત્રી સીતારમણ સંસદમાં બજેટ દરમિયાન માહિતી આપશે… બજેટ રજૂ થવાના એક દિવસ પહેલા એટલે કે 31મી જાન્યુઆરીએ એ દેશનો આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. જે નાણા મંત્રાલય સાથે જોડાયેલ મુખ્ય આર્થિક સલાહકાર અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે.
ગૂગલમાં છટણી
ગૂગલ તેના ડિજિટલ આસિસ્ટન્ટ, હાર્ડવેર અને એન્જિનિયરિંગ ટીમમાંથી સેંકડો કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. કંપનીએ કહ્યું છે કે તેના તરફથી કોસ્ટ કટિંગ એટલે કે ખર્ચમાં ઘટાડો ચાલુ છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ છટણીથી પ્રભાવિત કર્મચારીઓમાં વૉઇસ-બેઝ્ડ Google આસિસ્ટન્ટ અને ઑગમેન્ટેડ રિયાલિટી હાર્ડવેર ટીમના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૂગલના સેન્ટ્રલ એન્જિનિયરિંગ ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓને પણ છટણીની અસર થઈ છે.
Zomato શરૂ કરી આ સુવિધા
ફૂડ ડિલિવરી કંપની Zomatoએ તેના પ્લેટફોર્મ પર એક નવું ફીચર ઉમેર્યું છે. આ ફીચર રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે છે. આ ફીચરનું નામ છે ડેઈલી પેઆઉટ. આ ફીચરનો હેતુ ઝોમેટો રેસ્ટોરન્ટના પાર્ટનર્સને જરૂરી સહયોગ પ્રદાન કરવાનો છે. આ ફીચર હાલમાં એવા રેસ્ટોરન્ટ પાર્ટનર્સ માટે ઉપલબ્ધ છે જેમની પાસે 100 અથવા ઓછા માસિક ઓર્ડર છે. વર્તમાન વીકલી પેઆઉટ સિસ્ટમને કારણે નાની રેસ્ટોરન્ટ્સને નાણાકીય પડકારોનો સામનો કરવો પડતો હતો. રેસ્ટોરન્ટ પાર્ટનર્સની સમસ્યાઓને ઘટાડવા માટે ઝોમેટોએ દૈનિક ચુકવણીની સુવિધા શરૂ કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો