Money9: નવા સામાનના બદલે કોઇ સેકન્ડ હેન્ડ સામાન ખરીદવાની ઇચ્છા જો તમે રાખછો તો તમારા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હશે. ઉદાહરણ તરીકે રુહી ઘર માટે એક ડાઇનિંગ ટેબલ સેટ ખરીદવા માંગે છે. પરંતુ જે રીતનો ટેબલ સેટ તેને જોઇએ છે તેની કિંમત 20 હજાર રૂપિયાથી શરૂ થાય છે. રુહી માટે 20 હજાર રૂપિયા તેના બજેટ બહારની વાત છે. હવે રુહીને તે સેટ જોઇએ પણ છે અને બજેટ પણ નથી તો તેને સમજાતું નથી કે તે શું કરે? કોઇએ સલાહ આપી કે સેકન્ડ હેન્ડ ખરીદી લે, પરંતુ રુહીને સેકન્ડ હેન્ડ સામાનની ક્વોલિટીને લઇને ભરોસો નથી પડતો. જુહી વિચારમાં પડી કે સેકન્ડ હેન્ડ ડાઇનિંગ ટેબલ સેટ ખરીદવો યોગ્ય રહેશે કે નહીં. જો રુહીની જેમ તમે પણ કોઇ નવા સામાનના બદલે કોઇ સેકન્ડ હેન્ડ સામાન ખરીદવા માંગો છો અને તમારા મનમાં સેકન્ડ હેન્ડ સામાનની ક્વોલિટી, કિંમત અને તેને ક્યાંથી ખરીદાય, તેને લઇને ઘણાં સવાલ છે તો અમારો આ આર્ટીકલ તમારા માટે જ છે.
જુની ચીજોનું પણ છે માર્કેટ
ફ્રિઝ, ટીવી, એસી, વૉશિંગ મશીનથી લઇને બાઇક, સાઇકલ, કાર, સ્માર્ટફોન, ફર્નીચર જેવી તમામ ચીજો સેકન્ડ હેન્ડ ખરીદી શકાય છે. જો બરાબર સર્ચ કરીને ખરીદી કરવામાં આવે તો સસ્તામાં તમને સારી ક્વોલિટીનો સામાન મળી શકે છે. માર્કેટમાં હાલ Quikr, Olx, e-bay, All-india-bazaar.in, Maxdeal.in, second-hand-bazaar.in જેવી ઘણી સાઇટ્સ અને એપ છે જ્યાંથી તમે તમામ પ્રકારનો સેકન્ડ હેન્ડ સામાન ખરીદી શકો છો. તો કેટલાક સામાન માટે ખાસ એપ અને સાઇટ્સ છે. ઉદાહરણ તરીકે જુની કાર ખરીદવી હોય તો તેના માટે CarDekho,Cars24, CarWale જેવા વિકલ્પ છે, તો જુના પુસ્તકો ખરીદવા માટે Book Chor, Bookish Santa, 99bookscart જેવી સાઇટ્સ પર જઇ શકો છો.
સસ્તામાં મળી શકે સામાન
તો સેકન્ડ હેન્ડ સામાન ખરીદવો કેવી રીતે ફાયદાનો સોદો છે. ચાલો હવે આને સમજીએ..સૌથી પહેલા સારી ડીલ મળી જાય તો ઘણીવાર અડધી કિંમતે તો ઘણીવાર સાવ સસ્તામાં યોગ્ય સામાન મળી જાય છે. આનાથી પૈસા તો બચી જ જાય છે. સાથે જ મોંઘા સામાન ખરીદવાના ચક્કરમાં બજેટ પણ નથી બગડતું. એક બીજો મોટો ફાયદો એ હોય છે કે એવી ચીજો જે સામાન્ય રીતે આપણી પહોંચની બહાર હોય છે, આપણે તેને પણ સેકન્ડ હેન્ડ ખરીદી શકીએ છીએ. જેમ કે કોઇ વિન્ટેજ કાર, લક્ઝરી બેગ, મોંઘી ઘડિયાળ વગેરે જેવી લકઝરી આઇટમ્સ. સેકન્ડ હેન્ડ ચીજોની ખરીદીમાં તમે બાર્ગેન કરી શકો છો. જેને આપણે નવી ચીજો ખરીદતી વખતે નથી કરી શકતા. નવી ચીજોની કિંમત ફિક્સડ હોય છે, તો તમે ભાવતાલ નથી કરી શકતા પરંતુ સેકન્ડ હેન્ડ ચીજોની સાથે આવુ નથી થતું.
જુનામાં ગેરંટી ના મળે
સેકન્ડ હેન્ડ ચીજો ખરીદીને તમે પર્યાવરણ સંરક્ષણમાં પણ ફાળો આપો છો. આનાથી ચીજો વેસ્ટ થવાના બદલે ફરી ઉપયોગમાં આવે છે. અને ઉપયોગ ત્યાં સુધી કરી શકાય છે જ્યાં સુધી ચીજો સંપૂર્ણ રીતે બેકાર ન થઇ જાય. એટલે કે સામાનની લાઇફ સાયકલ વધી જાય છે. જો કે સેકન્ડ હેન્ડ ચીજોની સાથે કેટલીક મુશ્કેલીઓ પણ જોડાયેલી છે. જેમ કે આ સામાન પર કોઇ ગેરંટી-વોરંટી નથી મળતી. જુના સામાનોની લાઇફસ્પેન લિમિટેડ થઇ શકે છે, એટલે એવું થઇ શકે કે વધારે દિવસો સુધી તે કામ ન કરે. એક બીજી વાત એ કે સેકન્ડ હેન્ડ સામાનોમાં કોઇ ઇન્ટરનલ ગરબડ છે તો બની શકે કે તમને તે સામાન ખરીદતી વખતે ખબર ન પડે અને પછીથી જ્યારે ખબર પડે, તો પછી તમે કંઇ ન કરી શકો. તો સેકન્ડ હેન્ડ સામાન ખરીદતી વખતે તમારે આ તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ અને પછી તમે તમારી જરૂરિયાત અને ખિસ્સાને ધ્યાનમાં રાખીને ખરીદીનો નિર્ણય લો.
સેકન્ડ હેન્ડ ચીજોની ખરીદારી અંગે કેટલીક ટિપ્સ
– જે સામાન ખરીદવા માંગો છો તેને કોઇ એક સાઇટ પર જઇને સીધી ન ખરીદો. પરંતુ ગૂગલ પર સર્ચ કરો. ઉદાહરણ તરીકે ગૂગલ પર સર્ચ કરો સેકન્ડ હેન્ડ કબાટ. આનાથી તમને ઘણાં વિકલ્પ જોવા મળશે. તમે પ્રાઇસ અને આઇટમના રિવ્યૂ વગેરે વાંચ્યા બાદ સૌથી યોગ્ય ડીલ પસંદ કરી શકો છો.
– ઑનલાઇનના બદલે કેટલોક સામાન ઓફલાઇન વધારે સસ્તો મળી જાય છે. જેમ કે કેટલીક ફર્નીચરની દુકાનો સેકન્ડ હેન્ડ ફર્નીચર વેચે છે, આ જ રીતે સેકન્ડ હેન્ડ બુક્સ, સેકન્ડ હેન્ડ હોમ એપ્લાયન્સિઝ, સહિત ઘણી ચીજો પણ મળી જાય છે. જેનાથી તમે સામાન જોઇ-ચકાસીને અને સામસામે બેસીને બાર્ગેન કરી ખરીદી શકો છો.
– સેકન્ડ હેન્ડ સામાન ખરીદવા પર તમને કોઇ બિલ નથી મળતું એટલે પોતાના પૈસાની સેફ્ટી માટે રોકડના બદલે હંમેશા ઑનલાઇન પેમેન્ટ કરો. જેનાથી તમારા પેમેન્ટનો એક રેકોર્ડ રહેશે અને તે ક્યારેક જરૂર પડે તો તમે બતાવી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો