Money9: સમાચારોના લંચ બોક્સમાં વાંચો આજના મહત્વના સમાચાર..
જૂનમાં બેંકો 12 દિવસ બંધ રહેશે
જૂનમાં બેંકો 12 દિવસ બંધ રહેવાની છે…એટલે 2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંક જતા પહેલાં રજાઓનું લિસ્ટ એકવાર જરૂર ચેક કરી લેજો..જૂનમાં દરેક રવિવારની સાથે બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા રહેશે. RBIના જણાવ્યા અનુસાર અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક આધારે બેંક અલગ-અલગ દિવસોએ બંધ રહેશે..જૂનમાં 24, 25, 26 અને 28, 29, 30 તારીખે સતત 3 દિવસ બેંક બંધ રહેશે..RBIની વેબસાઇટ પર બેંકોમાં રજાઓનું લિસ્ટ મુકવામાં આવ્યું છે. ત્યારે સમયસર જરૂરી કામ પૂર્ણ કરી લેજો.
ડિજિટલ લોન એપ્સ પર ગૂગલના કડક નિયમો
ડિજિટલ લોનવાળી એપ્સ માટે ગૂગલે નિયમોને સખત કરી દીધા છે. હવેથી ગૂગલ પ્લે સ્ટોર પર રજિસ્ટર્ડ ડિજિટલ લેંડિંગ એપ્સે એફિડેવિટ આપવી પડશે…આ એફિડેવિટમાં લોન સાથે જોડાયેલી તમામ શરતોનો ઉલ્લેખ કરવો પડશે. એપ ચલાવવા માટે જરૂરી દસ્તાવેજની કોપી પણ ગૂગલની પાસે જમા કરવી પડશે..મહત્વનું છે કે ગૂગલની નવી નીતિ 31 મે ના રોજ લાગુ થઇ ચૂકી છે. નવી નીતીથી લોન આપનારી એપ્સ યૂઝર્સના કોન્ટેક્ટ, ફોટો-વીડિયો, કોલ લોગ્સ, એક્સટર્નલ સ્ટોરેજ અને લોકેશનને એક્સેસ નહીં કરી શકે…આનાથી એપ્સની મનમાની અને યૂઝર્સની સાથે થતી હેરાનગતિ પર લગામ લાગશે.
સરકારે કરી ઇ-અપીલ સ્કીમને નોટીફાઇ
હવે ઇનકમ ટેક્સ સાથે જોડાયેલા વિવાદનું જલદી નિરાકરણ આવશે..સરકારે ઇ-અપીલ સ્કીમને નોટિફાઇ કરી છે. કરદાતા હવે આવકવેરા અધિકારીના ઘણાં નિર્ણયોની સામે જોઇન્ટ કમિશ્નરની પાસે અપીલ કરી શકશે..સરકાર ટેક્સ સાથે જોડાયેલા વિવાદોના ઉકેલમાં તેજી લાવવા માંગે છે..નાણામત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં 100 જોઇન્ટ કમિશ્નરની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. સરકારની આ સ્કીમથી કમિશ્નર લેવલે આવનારી અપીલો પરનો બોજ ઘટશે.
IT વિભાગે બહાર પાડ્યું ITR-2 ફોર્મ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મ ITR- 1 અને ITR-4 બાદ હવે ITR-2 ફોર્મ પણ બહાર પાડ્યું છે. પોર્ટલ પર પહેલેથી ભરેલી જાણકારીની સાથે ITR-2 ફોર્મ કરદાતાઓ માટે ઉપલબ્ધ કરાવાયું છે…નાણાકીય વર્ષ 2022-23 માટે ઇનકમ ટેક્સ રિટર્ન હવે ઓનલાઇન ફાઇલ કરી શકાય છે…પગારદાર વર્ગ માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ છે. મહત્વનું છે કે બિઝનેસ કરનારા અને પ્રોફેશનલ્સ સિવાયના લોકો માટે ફોર્મ ITR-2 હોય છે.
મણપ્પુરમ ફાઇનાન્સની મા-મની એપ
મણપ્પુરમ ફાઇનાન્સે મા-મની ડિજિટલ લોન એપ રજૂ કરી છે. આ એપથી ગ્રાહકોને મણપ્પુરમ ફાઇનાન્સની બધી નાણાકીય પ્રોડક્ટ એક જ મંચ પર ઉપલબ્ધ રહેશે. નવી એપ કંપનીને ડિજિટલ કારોબાર અને પહોંચ વધારવામાં મદદ કરશે. આ એપ ટિયર 2 અને ટિયર 3 શહેરોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે. દેશમા ડિજિટલ લોનનું બજાર ઘણી ઝડપથી વધી રહ્યું છે.
ઉંચા જોખમવાલા FPI માટે સેબીનો પ્રસ્તાવ
સેબીએ ઉંચા જોખમવાળા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે વધારાને ખુલાસાને અનિવાર્ય કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનાથી લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગની જરૂરિયાતને લઇને કોઇપણ પ્રકારની બેદરકારીથી બચી શકાશે. કેટલીક FPIએ પોતાના ઇક્વિટી પોર્ટફોલિયોનો એક મોટો હિસ્સો એક કંપની પર કેન્દ્રીત રાખ્યો છે. કેટલાક કિસ્સામાં આ હિસ્સેદારી લાંબાસમયથી કાયમ અને સ્થિર છે. ત્યારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો માટે માલિકી, આર્થિક હિત અને ભંડોળના નિયંત્રણ અંગે વધારાના ખુલાસા કરવા જરૂરી રહેશે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો