Money9: એપલનો એક નવો સ્માર્ટફોન iPhone 15 લોન્ચ માટે તૈયાર છે. આ વખતે Apple iPhone 15ના બેઝ વેરિઅન્ટમાં 48-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ iPhone 14 Pro અને iPhone 14 Pro Max વેરિએન્ટમાં 48-મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવ્યો હતો. જોકે iPhone 14 અને iPhone 14 Plusમાં 12-મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો હતો.
મળશે આ શાનદાર કેમેરો
પરંતુ આવનારા iPhone 15 સ્માર્ટફોનના બેઝ વેરિઅન્ટમાં 48-મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવી શકે છે. એટલે કે 48 મેગાપિક્સલ કેમેરા સપોર્ટ iPhone 15 અને iPhone 15 Plus મોડલમાં મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો એપલમાં સોનીના 48 મેગાપિક્સલનો ઉપયોગ કરવામાં આવશે.
iPhone 15 ની સંભવિત કિંમત
iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max મૉડલ આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. લોન્ચ પહેલા Apple iPhone 15 સીરીઝની કિંમત લીક થઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે iPhone 15ની એવરેજ કિંમત લગભગ 925 ડોલર એટલે કે 76,300 રૂપિયા હશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 Pro સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 1,199 ડોલર એટલે કે લગભગ 99,000 રૂપિયા હોઈ શકે છે. જ્યારે iPhone 15 Pro Max મોડલની કિંમત 1,299 ડોલર એટલે કે લગભગ 1,07,000 રૂપિયા હોઇ શકે છે.
સંભિવત સ્પેસિફિકેશન્સ
iPhone 15 સ્માર્ટફોનમાં A16 Bionic ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે પ્રો મોડલમાં A17 Bionic SoC ચિપસેટનો ઉપયોગ કરી શકાય છે. આ વર્ષે iPhone મોડલમાં ચાર્જિંગ માટે USB Type-C પોર્ટ આપવામાં આવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો