ઇ કોમર્સ પ્લેટફોર્મ Amazon પર Great Summer Sale શરુ થવાનો છે. એમેઝોને 4 મેથી એમેઝોન ગ્રેટ સમર સેલ શરુ કરવાની જાહેરાત કરી છે. આ સેલ 4 મે રાત 12 વાગ્યાથી શરુ થશે પરંતુ પ્રાઇમ મેમ્બર્સ એમેઝોન સેલને 12 કલાક પહેલા એક્સેસ કરી શકે છે.
Money9: ઇ કોમર્સ પ્લેટફોર્મ Amazon પર Great Summer Sale શરુ થવાનો છે. એમેઝોને 4 મેથી એમેઝોન ગ્રેટ સમર સેલ શરુ કરવાની જાહેરાત કરી છે. આ સેલ 4 મે રાત 12 વાગ્યાથી શરુ થશે પરંતુ પ્રાઇમ મેમ્બર્સ એમેઝોન સેલને 12 કલાક પહેલા એક્સેસ કરી શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મે મોટાભાગની ડીલ્સને રિવીલ કરી દીધી છે. તેમાં તમે એફોર્ડેબલ પ્રાઇસ પર 5G કે 4G સ્માર્ટફોન ખરીદી શકો છો.
સેલમાં ફેશનથી લઇને ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ અને સ્માર્ટફોન સુધી આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. સેલમાં જુદીજુદી ઓફર અને ડીલની સાથે આઇફોન 14ને 32 હજાર રૂપિયામાં ખરદવાની તક મળશે. એમેઝોન આઇફોન 14 પર 20 હજાર રૂપિયાની મહત્તમ એક્સચેન્જ ઓફર પણ આપશે.
એમેઝોન સેલમાં Samsung Galaxy M14, Xiaomi 12 Pro, OnePlus 10 Pro, iQOO Neo 7, iPhone 14 અને અન્ય સ્માર્ટફોન્સ આકર્ષક કિંમતે મળી રહ્યા છે.
સૌથી સસ્તો 5G ફોન્સ
સેમસંગનો Galaxy M14 5G સ્માર્ટફોન હાલમાં જ લોન્ચ થયો છે. તમે સેલમાંથી 12,490 રૂપિયાની આકર્ષક કિંમતે તેને ખરીદી શકો છો. જેમાં બેંક ઓફર અને ડિસ્કાઉન્ટ સામેલ છે. હાલ 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતે આ એક શ્રેષ્ઠ સ્માર્ટફોન છે.
અડધી કિંમતે મળી રહ્યો છે iPhone
iPhone ખરીદવાનું પ્લાનિંગ છે તો iPhone 14ને તમે અડધાથી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. જો કે, તેમાં એક્સચેન્જ ઓફર અને બીજા લાભો પણ સામેલ છે. આ ફોન 12,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 66,999 રૂપિયામાં મળી રહ્યો છે.
Published - May 3, 2023, 03:22 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો