MONEY9 GUJARATI: કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સનું વેચાણ કરીને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019નો ભંગ કરવા બદલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ભારતમાં પાંચ ઇ-કોમર્સ પ્લેટફોર્મ સામે પગલા ભર્યા છે. CCPAએ એમોઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, શોપક્લયુ અને મીશોને આ ક્લિપનું વેચાણ અટકાવવા માટે આદેશ આપ્યો છે. CCPAના આદેશને પગલે ઇકોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી આવી ક્લિપના 13,118 લિસ્ટિંગ તાત્કાલિક દૂર કર્યા છે.
કારમાં બેઠેલા લોકોની સુરક્ષા માટે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. હવેની અત્યાધુનિક કારમાં જો તમે સીટ બેલ્ટ ના પહેરો તો એક એલાર્મ સતત વાગતુ રહે છે જેના કારણે તમને ખબર પડે કે તમારે સીટ બેલ્ટ પહેરવાનો બાકી છે અને સીટ બેલ્ટ ન પહેરવો સુરક્ષા માટે જોખમી છે. પરંતુ સીટ બેલ્ટ ના પહેરો તો આવું એલાર્મ ના વાગે તે માટે બજારમાં વિશેષ પ્રકારની ક્લિપનું વેચાણ થઇ રહ્યું છે. આ ક્લિપ ઓનલાઇન વેચાઇ રહી છે.
સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ 1989 મુજબ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે અને સીટ બેલ્ટ એલાર્મ બંધ કરે તેવી ક્લિપોનું ઓનલાઇન વેચાણ પ્રવાસીઓની સુરક્ષા સાથે છેડછાડ કરે છે. કારણકે જ્યારે સીટ બેલ્ટ ના પહેરેલો હોય ત્યારે ગ્રાહકના જીવ અને સુરક્ષા પર જોખમ ઉભું થાય છે.
કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સનો ઉપયોગ કરવાથી ગ્રાહકને મોટર વીમા પોલિસીના હેઠલ ક્લેમ કરવામાં મુશ્કેલી પડી શકે છે. જો વીમા કંપનીને જણાય કે ગ્રાહકે આવી ક્લિપનો ઉપયોગ કરેલો છે તે તેઓ ગ્રાહકને બેદરાકર અને યોગ્ય સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ તમારો ક્લેમ નકારી શકે છે. બીજી તરફ, સીટ બેલ્ટનો ઉપયોગ એક કવચ તરીકે કાર્ય કરે છે જે એરબેગને યોગ્ય ગાદી પ્રદાન કરવા અને મુસાફરોને સંપૂર્ણ દબાણમાં જે અથડામણના કિસ્સામાં રક્ષણાત્મક કવચ તરીકે પણ કામ કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો