હવે કોઈ નવો NFO આવશે તો તે ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ખુલ્લો રહેશે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને તેમનો NFO ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રાખવાની સૂચના આપી છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ તેની સ્કીમના તમામ ફાઈનલ ઓફર ડૉક્યુમેન્ટ્સ યુનિટહોલ્ડર્સને ડિજિટલી મોકલવા પડશે. કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ફાઈનલ ઓફર ડૉક્યુમેન્ટ્સમાં સ્કીમ ઈન્ફર્મેશન ડોક્યુમેન્ટ એટલે કે, SID અને કી ઈન્ફર્મેન્શન મેમોરેન્ડમ એટલે કે, KIMનો સમાવેશ થાય છે. હવેથી, કંપનીઓ રોકાણકારોને આ બંને ડૉક્યુમેન્ટ્સની ફિઝિકલ કોપી નહીં મોકલી શકે, કારણ કે કંપનીઓ ડિજિટલ રૂટ મારફતે જ મોકલી શકશે. આ ડૉક્યુમેન્ટ્સ NFO ઓપન થવાનો હોય તેના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં મોકલી દેવા પડશે. સેબીએ આપેલી આ સૂચનાઓ અને નિયમો પહેલી મેથી લાગુ થશે.
Published - April 26, 2023, 07:48 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો