વન ટાઇમ પેમેન્ટની ચિંતા નહીં
હવે તમે માસિક પ્રીમિયમ ભરીને તમારા માટે આરોગ્ય વીમા યોજના ખરીદી શકો છો. ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપેએ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ભારતમાં પ્રથમ વખત માસિક સબ્સ્ક્રિપ્શન સાથે હેલ્થ ઈન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે આ ઓફર ગ્રાહકોને વન-ટાઇમ પેમેન્ટનો બોજ ઘટાડવામાં મદદ કરશે. ગ્રાહક PhonePe પ્લેટફોર્મ પર માસિક ચૂકવણી સાથે રૂ. 1 કરોડ સુધીનો આરોગ્ય વીમો ખરીદી શકે છે.
હવે આ બેંકોએની FD પર વધારે વ્યાજ
એક્સિસ બેંક પછી, બે સ્મોલ ફાઇનાન્સ બેંકોએ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક અને સર્વોદય સ્મોલ ફાઇનાન્સ બેંક FD પર 9 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. આ વ્યાજ દર ઘણી બેંકોની એફડી અને ઘણી સરકારો યોજનાઓ મળતા વ્યાજ કરતાં વધુ છે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક તેના સામાન્ય ગ્રાહકોને 4.5 ટકાથી 9 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને 9.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
જીરું, હળદર, લવિંગના ભાવમાં વધારો
ટામેટા બાદ હવે સૂકા મસાલાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગુજરાતની ઉઝા મંડીમાં જીરુંનો સરેરાશ ભાવ મે મહિનામાં 383 રૂપિયે કિલો હતો. જે હવે વધીને 585 રૂપિયે કિલો થઇ ગયો છે… નિઝામાબાદ માર્કેટ યાર્ડમાં સૂકી હળદરનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 50 રૂપિયા હતો. જે હવે વધીને લગભગ રૂ.100 પ્રતિ કિલો થઈ ગયો છે. લવિંગ, નાની ઈલાયચી અને મોટી ઈલાયચીના ભાવમાં પણ ઘણો વધારો થયો છે. વરિયાળી જે મે મહિનામાં 177 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી તે હવે 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઇ છે.
ઘઉંના ભાવ વધી શકે
અનાજના સોદામાંથી રશિયાને બાકાત રાખવાથી ઘઉંના ભાવ વધી શકે છે. વૈશ્વિક બજારમાં ઘઉંના ભાવ વધવા લાગ્યા છે. સ્થાનિક બજાર પર પણ તેની અસર પડી શકે છે. ઘઉં મોંઘા થશે તો બ્રેડ , બિસ્કિટ સહિત લોટ, સોજી અને મેદાના ભાવમાં પણ વધારો થશે. સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ પહેલેથી જ વધેલા છે. દિલ્હીમાં ઘઉંના જથ્થાબંધ ભાવ 25 થી 26 રૂપિયા પ્રતિ કિલો છે. અને હવે આગામી સમયમાં ઘઉંના ભાવમાં વધુ વધારો થવાની આશંકા છે.
મૂનલાઇટિંગ કરનારા પર ટેક્સની જાળ
જો તમે પણ મૂનલાઈટિંગ દ્વારા કામ કરી રહ્યા છો તો હવે તમારે આવકવેરા વિભાગને તેનાથી થતી કમાણીની માહિતી આપવી પડશે. મૂનલાઇટિંગથી થતી ઇનકમની માહિતી ન આપવા પર આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે. મોટી સંખ્યામાં લોકો ફૂલટાઇમ નોકરીની સાથે ફ્રીલાન્સિંગ, કન્સલ્ટન્સી અથવા પાર્ટ ટાઈમ જોબથી વધારાના પૈસા કમાઈ રહ્યા છે.
ખેડૂતોને સરળતાથી મળશે લોન
જમીનના રેકોર્ડના આધારે ખેડૂતોને લોનની અરજી ગણતરીની મિનિટોમાં મંજૂર કરવામાં આવશે.રિઝર્વ બેંક આ પ્રકારની વ્યવસ્થા પર કામ કરી રહી છે. જેનાથી ખેડૂતો કોઈપણ અવરોધ વિના સરળતાથી લોન મેળવી શકશે. આ માટે ડિજિટાઇઝ્ડ જમીનના રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવશે. લોન માટે કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે. ખેડૂતને લોન માટે બેંકમાં પણ નહીં જવું પડે. ભવિષ્યમાં પર્સનલ અને MSME લોન પણ આ સિસ્ટમ હેઠળ આપવાની વિચારણા થઇ રહી છે.
જ્વેલરી ઉદ્યોગ પર સંકટ
દેશના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં કામ કરતા લોકો પર સંકટના વાદળો ઘેરાઇ શકે છે. GJEPCના ચેરમેન વિપુલ શાહનું કહેવું છે કે અમેરિકા અને ચીન જેવા મોટા બજારોમાં માંગ ઘટવાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસમાં 10 થી 15 ટકાનો ઘટાડો થઇ શકે છે. વધતા વ્યાજ દરો અને ફુગાવા જેવી ચિંતાઓને કારણે ગ્રાહકોનો ખર્ચ પણ ઘટી રહ્યો છે. નિકાસની માંગ ઘટવાથી રોજગારીની નવી તકોમાં ઘટાડો થશે અને હાલના કર્મચારીઓની પણ છટણી થઇ શકે છે.
નવી મોટર વીમા યોજના લોન્ચ
બજાજ આલિયાંઝ જનરલ ઇન્સ્યોરન્સે નવી મોટર વીમા યોજના V-Pay લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની નવી યોજનામાં તમામ પ્રકારના વાહન વીમાને આવરી લેવામાં આવશે. ગ્રાહકોને V-Pay માં 22 સુવિધાઓ મળશે. વાહનમાં થતા પરંપરાગત જોખમોની સાથે જ નવા નુકસાનને પણ કવર કરવામાં આવશે. વી-પેની સ્માર્ટ રિપેર સુવિધા દ્વારા ગ્રાહકો વારંવાર દાવો કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો