ડુંગળીના ભાવ આસમાને
ડુંગળી બાદ હવે લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. કિંમતો સતત વધી રહી છે. છૂટક બજારમાં લસણનો ભાવ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. ખરાબ હવામાનના કારણે લસણના પાકને નુકસાન થયું છે. જેના કારણે લસણના ઉત્પાદન પર અસર પડી છે. આ ખરાબ પાકને કારણે સપ્લાયમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં હવે મુંબઈના જથ્થાબંધ વેપારીઓ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી લસણની ખરીદી કરી રહ્યા છે. આનાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને અન્ય સ્થાનિક ચાર્જમાં વધારો થયો છે અને લસણના ભાવને અસર થઈ છે.
સસ્તું સોનું ખરીદવાની તક
જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સરકાર એક મોટી તક લઈને આવી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમનો આગામી હપ્તો ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. આ બાબતે, નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24નો ત્રીજો અને ચોથો હપ્તો ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં રિલીઝ કરવામાં આવશે. તમે 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે ત્રીજા હપ્તામાં રોકાણ કરી શકશો. જ્યારે ચોથી સિરીઝ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024 વચ્ચે ખુલશે. જો તમે ઓનલાઈન માધ્યમથી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમને ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ રૂ. 50નું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ યોજના હેઠળ, તમે કુલ આઠ વર્ષ માટે સોનામાં રોકાણ કરી શકો છો, પરંતુ તમારી પાસે પાંચ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ પણ મળે છે. સરકારે સૌપ્રથમ નવેમ્બર 2015માં આ યોજના શરૂ કરી હતી. SGBમાં રોકાણ કરવાથી તમને દર વર્ષે 2.50 ટકા વ્યાજ દરનો લાભ પણ મળે છે. આ વ્યાજ દર અર્ધવાર્ષિક ધોરણે ચૂકવવામાં આવે છે.
ટ્રકમાં એસી ફરજીયાત
ઑક્ટોબર 2025થી ટ્રક ડ્રાઇવરો માટે એર કન્ડિશન્ડ કેબિન ફરજિયાત બની જશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આની જાહેરાત કરી છે. નોટિફિકેશન અનુસાર, 1 ઓક્ટોબર, 2025 અથવા ત્યારબાદ ઉત્પાદિત N2 અને N3 કેટેગરીના વાહનોના કેબિન માટે એર કન્ડીશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. એટલે કે બધી નવી ટ્રકોમાં ડ્રાઈવરો માટે ફેક્ટરી ફિટેડ એસી કેબિન હોવી ફરજિયાત રહેશે. અગાઉ આ માટેનો સમય 1 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવ્યો હતો. દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં ખર્ચ ઘટાડવા, લાંબી મુસાફરી દરમિયાન ડ્રાઇવરોના સ્વાસ્થ્ય પર પડતી પ્રતિકૂળ અસરને ઘટાડવા અને માર્ગ અકસ્માતોને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
સાયબર હુમલાનું જોખમ વધ્યું
દેશમાં એક મોટા સાયબર હુમલાનું જોખમ વધ્યું છે. અમેરિકા, ઈઝરાયેલ અને સ્વીડન જેવા દેશો પર સાયબર હુમલા કરનારા પાકિસ્તાની અને ઈન્ડોનેશિયન હેકર્સના એક જૂથે ભારત પર મોટો સાઈબર હુમલો કરવાની ધમકી આપી છે. હેકર્સ ગ્રૂપે તેની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું છે કે ગ્રૂપ 11 ડિસેમ્બરે ભારતમાં ‘સાયબર પાર્ટી’ કરશે. ગ્રુપનો દાવો છે કે તેની ટેલિગ્રામ ચેનલ સાથે 4,000 લોકો જોડાયેલા છે. કેન્દ્ર સરકારે આ ધમકીને ખૂબ ગંભીરતાથી લીધી છે. સરકારે હવે મંત્રાલયો અને તમામ વિભાગોને કોઈપણ અનધિકૃત એક્સેસને રોકવા માટે પોતાના સાયબર સેફ્ટી ઉપાયોને વધારવા માટે સક્રિય બનવા જણાવ્યું છે. તેમને એસઓપીનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. પોતાના તમામ ડેટાને સુરક્ષિત કરવા અને હેકિંગથી બચાવવા માટે તમામ જરૂરી પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.
31 પહેલા નોમિની કરાવી લેજો
સેબીએ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા માટે 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો તમે હજી સુધી તમારા ડીમેટ ખાતામાં નોમિની એડ નથી કર્યા, તો નવી સમયમર્યાદા સુધીમાં તે કરી લેજો નહીં તો તમારું ખાતું ફ્રિઝ થઈ શકે છે. એટલે કે ખાતું બંધ નહીં થાય, પરંતુ તમે તેમાંથી કોઈ રકમ ઉપાડી નહીં શકશો.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવાયો
સરકાર મોંઘવારી ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે… ડુંગળીના વધતા ભાવને કાબૂમાં લેવા… અને સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા વધારવા… સરકારે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. … ડીજીએફટીએ ડુંગળીની નિકાસની નીતિને ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં નાંખી દીધી છે… ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે ઓગસ્ટમાં તેના નિકાસ પ્રતિબંધને વધુ કડક બનાવતા તેની નિકાસ પર 40 ટકા ટેક્સ લગાવી દીધો હતો. તેમ છતાં ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે.
OTP વગર થશે આટલી રકમની ચુકવણી
મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અને વીમા પ્રિમિયમ માટે ઓટો ડેબિટનો ઉપયોગ કરનારાઓ માટે એક સારા સમાચાર છે. આરબીઆઈએ ઓટો ડેબિટની મર્યાદા હાલના 15,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી છે. ઓટો ડેબિટમાં આ વધારેલી મર્યાદા મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડની ચૂકવણી અને વીમા પ્રિમીયમ માટે લાગુ થશે… અત્યાર સુધી,15,000 રૂપિયાથી વધુની ચૂકવણી માટે વધારાના વેરિફિકેશનની જરૂર પડતી હતી. પરંતુ હવે ઓટીપી વગર 1 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકાશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો