Money9: અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં જ ટ્રેન ટિકિટના ઓનલાઈન વેચાણના બઝનેસમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ સાથે અદાણી જૂથ ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ બિઝનેસમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ઈજારાશાહીને પડકારશે. અદાણી એન્ટરપ્રાઇઝિસે શેરબજારને તેના આ પગલા વિશે જાણ કરી છે. કંપનીએ માહિતી આપી હતી કે તેણે સ્ટાર્ક એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેનમાં 100 ટકા હિસ્સો મેળવવા માટે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
અદાણીએ ખરીદ્યો 100% હિસ્સો
અદાણી એન્ટરપ્રાઇઝે શેરબજારને આ ડીલ અંગે માહિતી આપી છે. સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સો ખરીદવાના સંબંધમાં શેર ખરીદી કરાર વિશે માહિતી આપતાં, અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી હતી કે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડે (ADL) સ્ટાર્ક એન્ટરપ્રાઈઝ પ્રાઈવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદન અંગે એક શેર કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
હિંડનબર્ગ આંચકા પછી 100% રિકવરી
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના કારણે ભારે વેચવાલી બાદ ફેબ્રુઆરી 2023ના અંતે NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેર લગભગ 1195ની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત તેના વાર્ષિક ધોરણે નીચા સ્તરેથી રિકવર થઈને ગયા સપ્તાહે શુક્રવારે લગભગ 2505ના સ્તરે હતી. કંપનીએ ચાર મહિના કરતાં ઓછા સમયમાં 100 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો