Money9: દેશના બે સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની વચ્ચે એક રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. છત્તીસગઢની પાવર કંપની SKS પાવર જનરેશન માટે અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપ સહિત સાત કંપનીઓએ બોલી લગાવી છે. અંબાણી-અદાણીની સાથે સાથે સરકારે પણ આ કંપનીમાં રસ દાખવ્યો છે. સરકારી કંપની એનટીપીસીએ પણ આના માટે બોલી લગાવી છે. આ વીજ કંપની પર બેંક ઓફ બરોડા અને એસબીઆઇનું 1890 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. આ અગાઉ અદાણી-અંબાણીએ લેંકો અમરકંટક પાવર માટે પણ બોલી લગાવી હતી.
સોસિયો હવે અંબાણીની
અંબાણીની રિલાયન્સ નવા-નવા ક્ષેત્રોમાં વર્ચસ્વ સ્થાપવાની દિશામાં આગળ વધી રહી છે. હવે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ગુજરાતના કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસ ઉત્પાદક સોસિયો હઝુરી બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડમાં 50 ટકા હિસ્સો ખરીદવા જઈ રહી છે. મંગળવારે એક નિવેદનમાં, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે આ સંપાદન “RCPLને તેના બેવરેજીસ પોર્ટફોલિયોને વધારવા માટે સક્ષમ બનાવશે”. હઝુરી પરિવાર, 100 વર્ષ જૂના પીણાં બનાવતી કંપનીના વર્તમાન પ્રમોટર્સ, SHBPLમાં બાકીનો હિસ્સો રાખવાનું ચાલુ રાખશે. અબ્બાસ અબ્દુલરહીમ હઝુરી દ્વારા વર્ષ 1923માં સ્થપાયેલી, કંપની ફ્લેગશિપ બ્રાન્ડ ‘સોસિયો’ હેઠળ તેનો પીણાંનો વ્યવસાય ચલાવે છે. સોસ્યો હઝુરી એ 100 વર્ષ જૂની કંપની છે જે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસના વ્યવસાયમાં દેશની અગ્રણી છે.
ઇન્ડિયન હાઇકમિશનની મદદ
યુકે-ઇન્ડિયા ટ્રેડ બોડી ઇચ્છે છે કે વોડાફોન આઇડિયાના સ્થગિત એજીઆર પર જમા વ્યાજની રકમને ઇક્વિટીમાં બદલવાની પ્રક્રિયામાં તેજી આવે. આ અંગે ટ્રેડ બોડીએ યુકેમાં ઇન્ડિયન હાઇ કમિશ્નરની મદદ માંગી છે. હાઇ કમિશ્નર વિક્રમ ડોરાઇસ્વામીએ આ અંગે આગળની પ્રક્રિયાને કેવી રીતે વધારી શકાય તે અંગે નાણા મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે આ મુદ્દો આવનારા સમયમાં વધારે તુલ પકડી શકે છે. લેટરમાં યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલે કહ્યું કે આ કન્વર્ઝન માટે ભારતીય ટેલીકોમ વિભાગને નાણા અને પીએમઓ બન્ને પાસેથી ક્લિયરન્સ મળી ગયું છે.
ડાબરે બાદશાહને ખરીદી
કન્ઝ્યુમર પ્રોડકટ્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની ડાબર હવે મસાલા કારોબારમાં પણ એન્ટ્રી કરી છે. કંપનીએ બાદશાહ મસાલામાં સૌથી વધુ 51 ટકા હિસ્સેદારી મેળવી છે. ડાબરે કહ્યું છે કે બાદશાહ મસાલા કંપનીના હાલના પ્રમોટર્સ અને શેર હોલ્ડર્સની સાથે ડાબર ઇન્ડિયા લિમિટેડે ડીલ પૂરી કરીને 51 ટકા હિસ્સેદારી પ્રાપ્ત કરી લીધી છે. આ અગાઉ ડાબરે ઓક્ટોબર મહિનામાં બાદશાહ મસાલાને ખરીદવાની જાહેરાત કરી હતી. ડાબરે બાદશાહ મસાલાની હિસ્સેદારી 587.52 કરોડ રૂપિયામાં ખરીદવાની જાહેરાત કરી હતી. આ ડીલ પૂરી થતા હવે બાદશાહ મસાલા ડાબરની કંપની બની ગઇ છે.
ક્રેડ સામે ફરિયાદ
ફિનટેક ફર્મ CREDએ Paytmના મર્ચન્ટ પેમેન્ટ ક્વિક રિસ્પોન્સ કોડ એટલે કે QRકોડને ઓફલાઇન સ્ટોર્સ પર પોતાના બ્રાન્ડેડ પ્લેકાર્ડ હેઠળ રાખવાનું બંધ કરી દીધું છે. ત્યાર બાદ Paytm એ CREDની સામે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIને ફરિયાદ કરી છે. આ પગલું ક્રેડે પોતાના સ્કેન એન્ડ પે ફીચરના લોન્ચના માધ્યમથી ઓફલાઇન પેમેન્ટ સેગમેન્ટમાં પગલુ રાખ્યાના માંડ 3 મહિના બાદ આવ્યું છે. આનાથી ક્રેડના વપરાશકર્તા ક્યૂઆર કોડને સ્કેન કરીને ઓફલાઇન પેમેન્ટ કરી શકે છે. NPCI, UPI ફાઇનાન્સિયલ પેમેન્ટ્સને ઓપરેટ , કન્ટ્રોલ અને મોનિટર કરે છે.
ગુગલને દંડ
NCLATએ બુધવારે ગૂગલને નિર્દેશ કર્યો કે તેની પર ભારતીય પ્રતિસ્પર્ધા આયોગે એટલે કે સીસીઆઇએ 1,337.76 કરોડ રૂપિયાનો જે દંડ લગાવ્યો છે તે તેના 10 ટકા હિસ્સાની ચુકવણી કરે. NCLATની બે સભ્યોની ખંડપીઠે સીસીઆઇ દ્વારા લગાવેલા દંડના અમલ પર તત્કાળ રોક લગાવવાનો ઇનકાર કરી દીધો. એનસીએલટીએ કહ્યું કે બીજા પક્ષોને સાંભળ્યા બાદ જ કોઇ આદેશ આપવામાં આવશે. NCLATએ સીસીઆઇને નોટિસ પાઠવી અને વચગાળાની રોક પર સુનાવણી માટે કેસને 13 ફેબ્રુઆરીએ લિસ્ટેડ કરવાનો નિર્દેશ કર્યો છે.
વોલમાર્ટને ભરવો પડશે ટેક્સ
ફોનપેનું વડા મથક સિંગાપુરથી ભારતમાં લાવવાના કારણે વોલમાર્ટ અને ડિજિટલ ચુકવણી કંપનીના બધા શેરધારકોને અંદાજે એક અબજ ડોલર એટલે કે લગભગ 83 અબજ રૂપિયાનો ટેક્સ ભરવો પડશે. સુત્રોના જણાવ્યા અનુસાર ફોનપેના ભારતમાં સ્થાનાંતરિત થવા અને તેના મૂલ્યાંકનમાં વધારાના કારણે આ ટેક્સ જવાબદારી બની રહી છે. ફોનપેમાં વોલમાર્ટની સૌથી વધુ હિસ્સેદારી છે, જે તેની પાસે મૂળ કંપની ફ્લિપકાર્ટની ખરીદી બાદ આવી છે. ફોનપે હાલમાં જ ફ્લિપકાર્ટથી અલગ થઇ છે.
ઓયોને ઝટકો
હોસ્પિટાલિટી યૂનિકોર્ન ઓયોને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મોટો ઝટકો આપ્યો છે. સેબીએ કંપનીના પબ્લિક ઇશ્યૂ એટલે કે આઇપીઓની અરજીને નામંજૂર કરી છે. માર્કેટ રેગ્યુલેટરે કહ્યું કે અરજીને અપડેટ કરીને ફરીથી ફાઇલ કરો. હકીકતમાં, OYO પબ્લિક ઇશ્યૂ દ્વારા 8,430 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે અરજી કરી હતી. આ જાણકારી સેબીની ઓફિશિયલ વેબસાઇટથી મળી છે. DRHP ફાઇલિંગ અનુસાર OYOએ IPO માટે સપ્ટેમ્બર 2021માં અરજી કરી હતી.
સ્વિગીની ખોટ બમણી
દેશભરમાં ઓનલાઇન ફૂડ ડિલીવરી કરવાની સુવિધા આપતી સ્વિગીની ખોટ નાણાકીય વર્ષ 2022માં બેગણી વધીને 3,629 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. આ અગાઉ નાણાકીય વર્ષ 2021 માં આ ખોટ 1,617 કરોડ રૂપિયા હતી. કંપનીનો કુલ ખર્ચ નાણાકીય વર્ષ 2022માં 131 ટકાના વધારા સાથે 9,574.5 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2022 ના અંતિમ ક્વાર્ટરમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની સાથે 700 મિલિયન ડોલર એકઠા કર્યા બાદ સ્વિગીનું વેલ્યૂએશન 10 અબજ ડોલરને પાક કરી ગયું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો