Money9: માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે, કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. આ માટે ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક કેમેરા લગાવવામાં આવ્યા છે, સાથે ટ્રાફિક પોલીસ પણ ઇ મેમો સાથે હાજર હોય છે. ઘણી વખત ટ્રાફિકના નિયમો તોડ્યા પછી લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમનું ઈ-ચલણ કપાઈ ગયું છે. બીજી તરફ જ્યારે ઈ-ચલણ ભરવાનો મેસેજ આવે છે ત્યારે લોકોને તેની જાણ થાય છે. જો તમને પણ ડર છે કે ક્યાંક તમારું ઈ-ચલણ કપાઈ તો નથી ગયું ને અથવા ઈ-ચલણનું પેમેન્ટ કરવાનું બાકી છે, તો આવો તેને ચેક કરવાની પ્રોસેસ બતાવી દઇએ પરંતુ તે પહેલા જાણી લઇએ કે ઇ-મેમો ન ભરીએ તો શું થાય.
કેટલા દિવસમાં ભરવા પડે પૈસા
જો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ તમારું ઈ-ચલણ કાપવામાં આવે છે, તો તે 60 દિવસની અંદર ચૂકવવાનું રહેશે. કોઈ કારણસર ઈ-ચલણ ન ભરાય તો સરકાર કે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ્દ થઈ શકે છે. આ સાથે જેલ અથવા ભારે દંડ પણ થઈ શકે છે.
ઇ-ચલણ કેવી રીતે ભરવું
– સૌથી પહેલા તમારે echallan.parivahan.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઇલ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો. – આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે. – અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો. – વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.
ઑનલાઇન કરી શકાશે પેમેન્ટ:
જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો. આ માટે તમારે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે. પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારી સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો