Money9: Hyundai i20 પ્રીમિયમ હેચબેક કાર તરીકે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. ભારતીય બજારમાં પણ આ કાર તેના સેગમેન્ટમાં ઘણી લોકપ્રિય છે. હવે દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક હ્યુન્ડાઈએ તેના i20નું નવું ફેસલિફ્ટ મોડલ રજૂ કર્યું છે. નવા દેખાવ, અદ્યતન સુવિધાઓ અને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ પ્રીમિયમ હેચબેક કાર ટૂંક સમયમાં ભારતીય બજારમાં પણ લોન્ચ કરવામાં આવશે. હાલમાં, કંપનીએ તેને યુરોપિયન બજાર માટે રજૂ કર્યું છે. કંપનીએ આ હેચબેકમાં કેટલાક નવા અપડેટ્સ આપ્યા છે જે તેને વર્તમાન મોડલ કરતા પણ વધુ સારા બનાવે છે.
ઇન્ટીરિયર પણ હશે ખાસ
હ્યુન્ડાઈ હંમેશા તેની રિચ કેબિન ડિઝાઇન માટે પ્રખ્યાત રહી છે. હ્યુન્ડાઈ પ્રાઇસ સેગમેન્ટમાં વધુ સારી કેબિન આપવાનો પ્રયાસ કરે છે, આ કારમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. Hyundai i20ના ફેસલિફ્ટ મોડલમાં કંપનીએ 10.25-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે, આ સિવાય 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવી છે. હજુ તેના કેબિન ફીચર્સ વિશે ઘણી માહિતી બહાર આવવાની બાકી છે, પરંતુ તેની પાસેથી એડવાન્સ ફીચર્સની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
પાવર અને પર્ફોર્મન્સ:
વૈશ્વિક બજારમાં, i20માં 1-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે 6-સ્પીડ iMT અથવા 7-સ્પીડ DCT ઓટોમેટિક સાથે લોન્ચ કરવામાં આવી છે. જે બે અલગ-અલગ પાવર આઉટપુટ સાથે આવે છે. જેમાં 99 bhp અને 118 bhpનો પાવર સામેલ છે. પ્રીમિયમ હેચબેક ભારતમાં સમાન એન્જિન સાથે ઉપલબ્ધ છે, પરંતુ તેને અલગ રીતે ટ્યુન કરવામાં આવ્યું છે, જે 120PS પાવર અને 172Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કાર 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે પણ આવે છે જે 83PSનો પાવર અને 114Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અથવા CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફારની શક્યતા નથી.
કાર ADAS સુવિધાઓથી સજ્જ હશે:
નવા ટ્રેન્ડ તરીકે, Hyundai i20 પણ હવે એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) ફીચરથી સજ્જ હશે, જે આ કારની સુરક્ષાને વધુ સારી બનાવશે. તેમાં બ્લાઈન્ડ સ્પોટ, રિયર ક્રોસ ટ્રાફિક કોલિઝન એવઈડન્સ, સ્માર્ટ ક્રુઝ કંટ્રોલ, ફોરવર્ડ કોલિઝન એવાઈડન્સ વોર્નિંગ સિસ્ટમ વગેરે જેવી સુવિધાઓ મળશે. એકંદરે, નવી ટેક્નોલોજી અને એડવાન્સ ફીચર્સને કારણે આ કાર સેગમેન્ટમાં અલગ દેખાશે. શક્ય છે કે કંપની આ કારને આ વર્ષે જ ભારતીય બજારમાં વેચાણ માટે લૉન્ચ કરે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો