RBIનો મહત્વનો નિર્ણય
ઓનલાઇન ક્રોસ બોર્ડર એક્સપોર્ટ ટ્રાન્ઝેક્શન્સ માટે પેમેન્ટ અને સેટલમેન્ટની સુવિધા આપનારા એકમોને રેગ્યુલેટ કરવાને લઇને બેંકિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિયમો જાહેર કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે પ્રેસ રિલીઝ બહાર પાડીને આ માહિતી આપી છે. RBIના રેગ્યુલેશન અનુસાર બધા પેમેન્ટ એગ્રીગેટર્સ જે ઓનલાઇન મોડમાં ડોમસ્ટિક ટ્રાન્ઝેક્શનની પ્રોસેસિંગની સુવિધા પ્રદાન કરે છે તે બધા એકમો આરબીઆઇના સર્ક્યુલર્સ હેઠળ આવરી લેવાશે. સેન્ટ્રલ બેંકે તેના રેગ્યુલેશનમાં કહ્યું કે ક્રોસ બોર્ડર પેમેન્ટમાં થયેલા ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને ગુડ્સ અને સર્વિસિઝના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માટે ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે ક્રોસ બોર્ડર પેમેન્ટની સુવિધા આપનારી બધી સંસ્થાઓને હવે આરબીઆઇના ડાયરેક્ટ રેગ્યુલેશન હેઠળ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
LPG સિલિન્ડર થયો મોંઘો
નવેમ્બર મહિનો મોંઘવારીના ઝટકા સાથે શરૂ થયો છે. ડુંગળીની વધતી કિંમતો વચ્ચે હવે એલપીજી સિલિન્ડર પણ 100 રૂપિયા મોંઘો થયો છે. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો થયો છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અગાઉ 1 ઓક્ટોબરના રોજ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે બરાબર એક મહિના પછી 1 નવેમ્બરના રોજ ફરીથી 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ બેંકોમાં નોકરી છોડનારા વધ્યા
ખાનગી બેંકોમાં નોકરી છોડનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેની પર બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસની પ્રતિક્રિયા આવી છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે આરબીઆઈ બેંકોમાં એટ્રિશન રેટ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રની કેટલીક બેંકોમાં નોકરી છોડનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. હકીકતમાં, છેલ્લા કેટલાક સમયમાં ખાનગી ક્ષેત્રની બેંકોમાં નોકરી છોડનારા કર્મચારીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. વધુ સેલ્સ ટાર્ગેટ, ગ્રોથની મર્યાદિત સંભાવના, વર્કપ્લેસમાં સીનિયરોનો ખરાબ વ્યવહાર, લોંગ વર્કિંગ અવર્સ અને પ્રમોશનમાં વિલંબને કારણે, બેંક કર્મચારીઓની નોકરી છોડવાની સંખ્યામાં વધારો થયો છે.
કાર ખરીદનારાને આ ગમે છે
પોલિસીબઝારના એક સર્વે મુજબ, 95 ટકાથી વધુ નવી કાર ખરીદનારાઓ ઝીરો ડેપ્રિસિએશન કવરેજ પસંદ કરે છે. માત્ર નવી કારના માલિકો જ નહીં પરંતુ
રિન્યુ અથવા સ્વિચ કરનારા પોલિસીધારકો પણ ઝીરો ડેપ્રિસિએશન કવરેજનો વિકલ્પ પસંદ કરે છે. 85 ટકાથી વધુ કાર ખરીદનારાઓ કારની માલિકીના ત્રીજા વર્ષ સુધી આ કવરેજને પસંદ કરે છે. પોલિસીબજારના મોટર બિઝનેસના પ્રમુખ નીતિન કુમાર કહે છે કે ઝીરો-ડેપ્રિસિયેશન પોલિસી વગરના ક્લેમની સરેરાશ 13,000 થી 14,000 રૂપિયા વચ્ચે જોવા મળી છે, જ્યારે ઝીરો-ડેપ્રિસિયેશન પોલિસી હેઠળ દાવાની રકમ વધીને 21,000 થી 22,000 રૂપિયા થઈ ગઈ છે.
સહકારી બેંકોને રાહત
હવે ખોટ કરતી બેંકની શાખાઓ બંધ કરવા માટે આરબીઆઈની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. ભારતીય રિઝર્વ બેંકે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને તેમની બિનલાભકારી શાખાઓ બંધ કરવાની મંજૂરી આપી છે. આ માટે તેઓએ રાજ્યની સહકારી મંડળીઓના રજીસ્ટ્રારની મંજૂરી લેવી પડશે. બિન-નફાકારક શાખાઓ બંધ કરવાનો નિર્ણય યોગ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને લેવાનો રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો