Money9: પોતે પણ રોકાણ કરો અને બીજા પાસે પણ કરાવો..આવા વાયદા કરીને જો તમને કમાણીની તકો આપવામાં આવી રહી છે તો સાવધાન થઇ જજો. આ છે પિરામિડ સ્કીમની જાળ..તમને મેમ્બર બનાવીને અને બીજા મેમ્બર જોડવાની લાલચ આપીને આવી નકલી સ્કીમ રાતોરાત રોકાણકારોના પૈસા લઇને રફૂચક્કર થઇ જાય છે.
ઓલેમ એગ્રીકલ્ચર નામની વેબસાઈટના આવા જ કૌભાંડોને કારણે ઘણા લોકોને નુકસાન થયું છે. આ કંપની લોકોને તેમની એપ ડાઉનલોડ કરાવે છે, 7,000 રૂપિયામાં મેમ્બરશિપ આપે છે અને પછી વોટ્સએપ ગ્રુપમાં શરૂ થાય છે વાતચીતનો સિલસિલો.
તેમની વેબસાઇટ પર એગ્રીકલ્ચરરલ પ્રોડક્ટ્સની તસવીરો છે. કંપનીનો દાવો છે કે મેમ્બર્સના પૈસા આ પ્રોડક્ટને બનાવવામાં વપરાય છે. પછી જેમ જેમ આ સામાન વેચાશે તેમ તેમ રોકાણકારોને ફાયદો થશે. શરૂઆતમાં દરરોજ 200-300 રૂપિયા રોકાણકારને મળવા લાગે છે. વેબસાઇટ પર રોકાણકારનું એકાઉન્ટ બનાવવામાં આવે છે અને તેમાં 100-200 રૂપિયાનું બેલેન્સ દેખાવા લાગે છે. એવું કહેવામાં આવે છે કે બાકીની રકમ પણ ટૂંક સમયમાં દેખાશે.. 3-4 દિવસમાં પૈસા તમે ઉપાડી પણ શકો છો. પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ નાંખશો તે એમ કહેવામાં આવશે કે તે કોઈ પ્રોસેસમાં છે પરંતુ આ પ્રોસેસ ક્યારેય સમાપ્ત નથી થતી. જ્યારે તમે વધુ વારવાર પૈસા માંગવાનો પ્રયત્ન કરશો તો તેઓ તમને બીજા 2 લોકોને ઉમેરવા માટે કહેશે. જેનાથી તમને દરરોજ 500 રૂપિયા મળવાના શરૂ થઇ જશે. આ ઉપરાંત, મેમ્બર વધારવા પર બોનસ મળશે અને જો તે મેમ્બરના રોકાણ પર કરવા પર પણ તમને ઇન્સેન્ટિવ મળશે. યૂઝર પોતાના ફસાયેલા પૈસા પાછા મેળવવા અને વધુ કમાણીની લાલચમાં બીજા લોકોને પણ આ સ્કીમ સાથે જોડી દે છે. આ રીતે, તે પિરામિડ સ્કીમનું સ્વરૂપ લઇ લે છે અને કમાણીના નામે ફક્ત વેબસાઇટ પર એક રકમ દેખાતી રહે છે જેને તેઓ ઉપાડી નથી શકતા.
ફરિયાદ કરવા માટે, તેમની વેબસાઇટ પર કોન્ટક્ટ લિસ્ટમાં સેક્શનમાં જઇને તમારે તમારી પર્સનલ ડિટેલ્સ નાંખવી પડશે, ત્યાં મેસેજનું એક ટેબ દેખાશે, આ રીતે તમે કોન્ટેક્ટ કરી શકો છો, પરંતુ કોઈ જવાબ નથી મળતો. વોટ્સએપ ગ્રુપ પર પણ વન-વે કોમ્યુનિકેશન થાય છે. કંપની પોતાની જ વાતો કરે છે, પરંતુ તમારા પ્રશ્નોના જવાબ નથી મળતા.
જ્યારે અમે આ કંપનીની વિગતો તપાસવાનું શરૂ કર્યું તો ઘણી બાબતો પ્રકાશમાં આવી. ઉદાહરણ તરીકે, વેબસાઇટ પર, કંપની પોતાને કેમ્બ્રિજમાં રજિસ્ટર્ડ કંપની બતાવે છે. તેમની વેબસાઇટ પરનો વીડિયો જણાવે છે કે કંપનીનું હેડક્વાર્ટર લંડનમાં છે, જ્યારે સાઈટના કોન્ટેક્ટ સેક્શનમાં આપવામાં આવેલી માહિતીમાં કોર્પોરેટ હેડક્વાર્ટર કેમ્બ્રિજમાં હોવાની વાત કરવામાં આવી છે. કેમ્બ્રિજ લંડનથી લગભગ 90 કિલોમીટરના અંતરે આવેલું એક કાઉન્ટી ટાઉન છે.
કંપનીની સાઇટ પર અન્ય ઘણા ખોટા દાવાઓ કરવામાં આવ્યા છે જેમ કે કંપનીના ભારતીય યૂનિટની આગામી 5 વર્ષમાં NASDAQ પર લિસ્ટેડ થવાની યોજના છે. પરંતુ આ કંપની પોતે જ ન તો ક્યાંય લિસ્ટેડ છે કે ન તો તેનો કોઈ કાનૂની આધાર છે. કંપનીની સાઈટ પર તેમના સો કોલ્ડ અધિકારીઓના ઘણા યુટ્યુબ વિડીયો છે પરંતુ ત્યાં પણ કોમેન્ટ ઓફ છે. આનો અર્થ એ છે કે કોઈ પીડિત કોમેન્ટ સેક્શનમાં પોતાનો અનુભવને નથી જણાવી શકતો, અથવા અન્ય કોઈને ચેતવી પણ નથી શકતો. એક વીડિયોમાં કંપનીનો સો કોલ્ડ સીઈઓ ખૂબ જ નાટકીય રીતે કંપનીના વખાણ કરી રહ્યો છે.
વેબસાઇટ પર પ્રોડક્ટ સેક્શનમાં દર્શાવેલી પ્રોડક્ટની તસવીર અને ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરતા જ તમને પ્રોડક્ટ વિશે તો કંઇ ખબર નથી પડતી પરંતુ ફરીથી સ્કેન કોડવાળુ પેજ ખુલી જાય છે જ્યાં એપ ડાઉનલોડ કરવા અંગે કહેવામાં આવે છે. સ્ટ્રેટેજી ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2023માં 400થી વધુ નવી મલ્ટીલેવલ માર્કેટિંગ પિરામિડ સ્કીમ લોન્ચ થઇ છે. છેલ્લા પાંચ વર્ષમાં જેટલી કંપનીઓ નથી ખુલી તે ફક્ત એક વર્ષમાં ખુલી છે. ઓલેમ સ્કીમ પણ તેમાં સામેલ છે એટલે આવી સ્કીમથી બચો અને બીજા લોકોને પણ સાવધાન કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો