MONEY9 GYAJARATI: કરિયાણાની દુકાનથી લઈને શૉપિંગ મૉલ્સ સુધી… ઢાબાથી લઈને હાઈ-એન્ડ રેસ્ટોરન્ટ્સ સુધી… UPI દ્વારા ચુકવણીની સુવિધા દરેક જગ્યાએ ઉપયોગી છે… ડિજિટલ પેમેન્ટ્સ (Digital Payments), ખાસ કરીને UPI, ડિજિટલ ઈન્ડિયાના (Digital India) સપનાને સાકાર કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે… બેંકિંગ એપ્સ (Banking apps) અને mobile wallet દ્વારા તમે સરળતાથી માત્ર થોડી સેકન્ડમાં તમારું UPI ID બનાવી શકો છો.
અલગ-અલગ પ્લેટફોર્મ પર પેમેન્ટની સરળતા માટે, લોકો તેના પર UPI ID બનાવે છે… આ ચક્કરમાં ઘણા UPI ID બની જાય છે… આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થઈ શકે છે કે શું આટલા બધા UPI ID રાખવા યોગ્ય છે? સેફ્ટી અને સિક્યોરિટીને લઈને ચિંતા થઈ શકે છે? જો ક્યારેય તમારા મનમાં આ પ્રશ્ન ઊભો થયો હોય તો સારી વાત છે…અને જો ના ઊભો થયો હોય તો વાંધો નથી… કદાચ હવે તમે વિચારવાનું શરૂ કરી દો… તો ચાલો આ પ્રશ્નનો જવાબ શોધીએ…
ડિવાઈસમાં વધુ UPI પેમેન્ટ એપ્સ રાખવાથી સાયબર છેતરપિંડી અથવા હેકિંગનું જોખમ વધી જાય છે… આનું કારણ એ છે કે દરેક એપનો સિક્યોરિટી પ્રોટોકોલ અલગ હોઈ શકે છે… અલગ-અલગ loopholes હોઈ શકે છે… જેનો સાયબર ઠગ્સ ફાયદો ઉઠાવી શકે છે… આ અંગે ફાઇનાન્શિયલ પ્લાનર જિતેન્દ્ર સોલંકી કહે છે કે…મલ્ટીપલ UPI IDને લઈને કોઈ ખાસ સમસ્યા નથી… તે સગવડની વાત છે…પરંતુ હા, સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમને તમારા કેશ ફ્લો વિશે ખબર ન હોય… અલગ-અલગ IDને કારણે કન્ફ્યૂઝન ઉભુ શકે છે. રોકડ પ્રવાહને ટ્રેક કરવો મુશ્કેલ બની જાય છે…
બીજી એક વાત… તે ઈન્ટરનેટ બેન્કિંગ કરતા વધુ સુરક્ષિત છે.. પરંતુ ફોનને લઈને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે… કારણ કે આપણે મોટાભાગે ફોનમાંથી UPI આઈડીનો ઉપયોગ કરીએ છીએ… લોગ આઉટ ના કરો… પેજ બંધ ના કરો… આવી સ્થિતિમાં , ડેટા accessible હોય છે… તેથી જ્યારે ફોન હેક થાય કે બીજું કંઈક… તો સાયબર છેતરપિંડીનું જોખમ વધી જાય છે… તેથી વધુ પડતી UPI એપ્સનો ઉપયોગ કરશો નહીં… બે કે ત્રણ પૂરતી છે… ધ્યાનમાં રાખો કે દરેક એપમાં સિક્યોરિટી ફીચર્સ મજબૂત હોય..
એક સમસ્યા UPI પાસવર્ડ અથવા પિન યાદ રાખવાની છે… સુરક્ષાને મજબૂત કરવા માટે, એક્સપર્ટ્સ અલગ-અલગ, મજબૂત અને ખાસ પિન રાખવાની ભલામણ કરે છે… જેને યાદ રાખવા એ એક મોટી સમસ્યા છે… ઉપરાંત, સમયાંતરે એપને અપડેટ કરવાની જરૂર પડે છે… આ ઉપરાંત, એપ્સ પર કોઈપણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અથવા પ્રવૃત્તિને ચેક કરતા રહેવું પણ જરૂરી છે.. જો તમને આવું કંઈ પણ મળે, તો તમારે તરત જ app provider અથવા બેંકને જાણ કરવાની હોય છે.. આમાં સમય પણ લાગશે… તેથી એ જરૂરી છે કે તમે આ આ જોખમો વિશે જાણી લો,,જો તમને ખરેખર મલ્ટીપલ UPI IDની જરૂર હોય તો…
ઉદાહરણ તરીકે, પર્સનલ ઉપયોગ માટે અને કોઈ બિઝનેસ છે તો તેના માટે.. તો તમે તે કિસ્સામાં મલ્ટીપલ UPI ID રાખી શકો છો… પરંતુ તેમ છતાં સિક્યોરિટી સાથે સંબંધિત બાબતો ધ્યાનમાં રાખો… એક મજબૂત પાસવર્ડ ક્રિએટ કરો જેથી જોખમ ઘટાડી શકાય…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો