Money9: રૂશાલીને થોડા દિવસો પહેલા ફેસબુક મેસેન્જર પર એક મિત્રનો મેસેજ આવ્યો. મિત્રે કહ્યું કે તેને એક કોડ મળ્યો હશે, જો તે આ કોડને તેની સાથે શેર કરશે તો તેની બ્લુ ટિક વેરિફાઈ થઇ જશે. ત્યારબાદ રૂશાલીએ કોડ શેર કર્યો… પરંતુ એક મિનિટમાં, રૂશાલીનું ફેસબુક એકાઉન્ટ અને મેસેન્જર બંને હેક થઈ ગયા. જ્યારે રૂશાલીએ તેના મિત્રને ફોન કર્યો ત્યારે તેને ખબર પડી કે તેના મિત્રએ આવો કોઇ મેસેજ કર્યો જ ન્હોતો. એટલું જ નહીં પરંતુ તેનું પોતાનું એકાઉન્ટ પણ હેક થઇ ગયું છે..એટલે કે હેકરે આ મેસેજ મોકલ્યો હતો.
સમસ્યા અહીં જ પૂરી ન થઈ…હજુ તો રુશાલી તેના મિત્રોને આ વિશે જણાવે ત્યાં સુધીમાં તો તેના એકાઉન્ટમાંથી ઘણાં ફેસબુક ફ્રેન્ડ્સને મેસેજ પહોંચી ચૂક્યા હતા. આ મેસેજમાં ક્યાંક કોડ માંગવામાં આવ્યો હતો તો ક્યાંક સીધી જ કોઇ ઇમરજન્સીને ટાંકીને પૈસા માંગવામાં આવ્યા… 2-3 મિત્રોએ તો પૈસા મોકલી પણ દીધા..
તો આ હતો સાયબર છેતરપિંડીનો એક નવો કિસ્સો… આ પ્રકારના ફ્રોડમાં સાયબર ઠગ ફક્ત તમારી ઓળખ જ નથી ચોરી રહ્યાં પરંતુ તેની મદદથી બીજા મિત્રોના એકાઉન્ટ પણ હેક કરી રહ્યા છે અને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે.
આ જ રીતે, ઘણા કિસ્સાઓમાં, ફેસબુક યૂઝર્સને મેસેજ મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘પેજ કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અને ટર્મ્સ ઓફ યૂઝનું પાલન નથી કરી રહ્યું. એવું કન્ટેટ શેર કરવામાં આવી રહ્યું છે જે અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે. કોઇ બીજાનું ખોટું નામ કે ફોટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને તેની સમીક્ષા કરો. જો 24 કલાકની અંદર કોઈ જવાબ આપવામાં નહીં આવે, તો પેજ કાયમ માટે ડિલીટ કરી નાખવામાં આવશે.
સેન્ડર નેમમાં મેટા બિઝનેસ સર્વિસીસ લખેલું હોય છે. આનાથી લોકોને લાગે છે કે ખરેખર ફેસબુકમાંથી તેમને મેસેજ આવી રહ્યા છે. જેના કારણે લોકો લિંક પર ક્લિક કરી દે છે અને ક્લિક કરતાની સાથે જ તેમનું પેજ હેક થઈ જાય છે. આ જ રીતે બાળકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ટીનેજ યુઝર્સના એકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમના એકાઉન્ટ હેક કરીને સાયબર બુલિંગ કરવામાં આવી રહ્યું છે. એકાઉન્ટ હેક કરીને મેસેન્જરના ચેટમાં રહેલી તસવીરો લઇ લેવામાં આવે છે. પછી તે ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવાની ધમકી આપવામાં આવે છે.
ઠગોની મોડસ ઓપરેન્ડી તો તમે સમજી લીધી.. હવે એ સમજીએ કે આનાથી તમે કેવી રીતે બચી શકો છો?
સૌ પ્રથમ, સોશિયલ મીડિયાનો કાળજીપૂર્વક ઉપયોગ કરો. કોઈપણ અજાણ્યા મેસેજ પર વિશ્વાસ ન કરો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ રીતે તમારું એકાઉન્ટ ડિલીટ નથી કરતું…ખોટી એક્ટિવિટી પર એકાઉન્ટ જરૂર સસ્પેન્ડ થઈ શકે છે, પરંતુ ડિલીટ નહીં… તેથી આ પ્રકારના મેસેજને ઇગ્નોર કરો. આ જ રીતે, જો તમને કોઈ મિત્રના નામનો મેસેજ આવે, તો તે મિત્રને સીધો ફોન કરો અને તેને પૂછો અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર તેનો સંપર્ક કરો. તેને પૂછો કે શું તેણે ખરેખર મેસેજ કર્યો છે? આનાથી તમે છેતરપિંડીથી બચી જશો, તમારું એકાઉન્ટ હેક થવાથી બચી જશે સાથે જ તમારો મિત્ર જેના નામે તમને મેસેજ આવ્યો છે, તે પણ એલર્ટ થઇ જશે.
આ સિવાય તમારા ફેસબુક પેજને હંમેશા લોક રાખો. આનાથી તમારા મિત્રો સિવાય કોઈ તમારા પેજને નહીં જોઇ શકે. તમારા ફોટા પણ નહીં જોઈ શકે…તમારું કન્ટેન્ટ કોપી નહીં કરી શકે. તમારા પર્સનલ ડિવાઇસ સિવાય કોઇ બીજા ડિવાઇસ પર લોગ ઇન કરતી વખતે ધ્યાન રાખો. લોગ આઉટ કરવાનું ન ભૂલતાં. લોગઇન એલર્ટનું નોટિફિકેશન ઓન કરી લો. તેનાથી જો કોઇ બીજું તમારુ એકાઉન્ટ એક્સેસ કરવાનો પ્રયત્ન કરશે તો તમને નોટિફિકેશન આવી જશે. તો આ રીતે પોતે એલર્ટ રહો અને સાયબર ઠગોની જાળમાં ફસાતા બચો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો