Money9: જો તમે વિદેશમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો તો સાવધાન રહેજો. ઈન્ટરનેટના વધતા ઉપયોગની સાથે, વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે…આમાંનો એક છે ઑનલાઇન વિઝા સાથે જોડાયેલો ફ્રોડ.
ઈન્ટરનેટે વિઝા એપ્લિકેશનની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. વર્ષ 2032 સુધીમાં વિશ્વનું ઈ-વિઝા માર્કેટ વધીને 4 અબજ ડોલર થવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં, ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મની ભૂમિકા વધુ મોટી બની શકે છે. પરંતુ આજ ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મના નામે છેતરપિંડી કરીને સાયબર ઠગો લોકોને છેતરી પણ રહ્યાં છે.
હવે સવાલ એ થાય છે કે આ ઠગાઇ કેવી રીતે થઈ રહી છે? આનાથી કેવી રીતે સાવધ રહેવું…આવી નકલી સાઇટ્સને કેવી રીતે ઓળખવી જેથી કરીને તમે સરળતાથી વિદેશ જઈ શકો.
તમે બે રીતે વિઝા અથવા અન્ય કોઈપણ ટ્રાવેલ ડોક્યુમેન્ટ માટે અરજી કરો છો… પહેલી રીત એ છે કે જે દેશમાં તમારે જવાનું છે તેની એમ્બેસી કે કોન્સ્યુલેટમાં જઇને કે પછી તેની સાઇટ પર વિઝા માટે અરજી કરી શકો છો… આ પદ્ધતિ સૌથી સેફ છે…બીજી રીત એ કે તમે થર્ડ પાર્ટી વિઝા સર્વિસ પ્લેટફોર્મની મદદથી અરજી કરી શકો છો… ઘણા લોકપ્રિય વિઝા સર્વિસ પ્લેટફોર્મ છે જેણે વિઝા માટે અરજી કરવી અને વિઝા મેળવવાનું ખૂબ જ સરળ બનાવી દીધું છે. તેમાં એટલીસ, આઇવિઝા ડોટ કોમ, Visa2Fly વગેરેનો સમાવેશ થાય છે.
પરંતુ સાયબર ઠગો અહીં જ ઠગાઇ કરવાની તકો શોધી રહ્યા છે. વિઝા ફ્રોડમાં ખાસ કરીને એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે જેમને અરજી પ્રક્રિયાની જાણકારી નથી અને જેઓ ઝડપથી વિઝા મેળવવાની ઉતાવળમાં રહે છે.
સ્કેમર્સ હંમેશા વિઝા સર્વિસ પ્રોવાઇડર સાઇટ્સની નકલ કરીને નકલી વેબસાઇટ બનાવે છે જેનાથી અરજદારો માટે અસલી અને નકલી પ્લેટફોર્મ વચ્ચે તફાવત કરવાનું મુશ્કેલ બની જાય છે…તેથી વિઝા કૌભાંડ અથવા નકલી સાઇટના સંકેતોને સમજવા જરૂરી છે જેથી કરીને તમે આવા ફ્રોડથી પોતાને બચાવી શકો.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે એવી સાઇટ્સથી દૂર રહો જે વિઝા મંજૂરી સંબંધિત અથવા પ્રોસેસિંગ ટાઇમને લઈને ખૂબ જ લોભામણા વચનો અને ગેરંટી આપે છે. જો કોઈ સાઈટ સૌથી સસ્તા વિઝા આપવાનો દાવો કરે છે અથવા તો એટલી ઓછી ફી માંગે છે જે અવાસ્તવિક લાગે તો સમજી જજો કે આ એક સ્કેમ છે.
વિઝા આપનારા લિગલ એપ્લિકેશન ઇમિગ્રેશન ઓફિસર ખાસ શરતો અને પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. જ્યાં વિઝા સર્વિસ પ્રોવાઇડર પ્લેટફોર્મ અરજદારોને ગાઇડ કરી શકે છે અને અરજી પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે, તેઓ વિઝા મંજૂરીની ગેરંટી નથી આપી શકે અથવા કાનૂની જરૂરિયાતોને બાયપાસ ન કરી શકે.
અનસેફ સાઇટ્સ ચલાવનારા સ્કેમર્સ વારંવાર પેમેન્ટ અથવા ખાનગી માહિતી માંગે છે. તેઓ ઇમેલ દ્વારા ખાનગી માહિતી જેવી કે પાસપોર્ટની વિગતો અથવા બેંક એકાઉન્ટ નંબર માંગે છે… જેવી તમે વિગતો આપી કે તમારી સાથે છેતરપિંડી થઈ ગઇ.
લીગલ વિઝા સર્વિસ પ્રોવાઇડર સામાન્ય રીતે વિઝા એપ્લિકેશન માટેની યોગ્યતા અને શરતોને કન્ફર્મ કર્યા પછી જ ચુકવણી માટે કહેતા હોય છે. તેઓ ગ્રાહકની સિક્યુરિટી અને પ્રાઇવસીને પ્રાથમિકતા આપે છે અને ડેટા સુરક્ષાના નિયત કરેલા નિયમોનું જ પાલન કરે છે.
નકલી સાઇટ્સમાં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન નથી હોતી. જો કોઈ સાઈટ પાસે ઈમેલ એડ્રેસ જેવા કોન્ટેક્ટ ઓપ્શન્સ નથી તો સાવધાન થઇ જાઓ. અસલી સાઇટ્સ પોતાના કોન્ટેક્ટ ડિટેલ્સ વિશે પારદર્શક રહેતી હોય છે અને અરજદારો માટે કોઈપણ પૂછપરછ અથવા સહાયતા મેળવવાનું સરળ હોય છે. નકલી સાઇટ્સની ડિઝાઇન પણ અલગ હોય છે..લો-ક્વોલિટી ડિઝાઇન, જૂના લેઆઉટ અને વ્યાકરણની ભૂલો હોય છે.
આ બધા સિવાય કોઈ રિવ્યુ નથી હોતા. યોગ્ય સાઇટ પર તેના ક્રેડેન્શિયલ, સર્ટિફિકેટશન અને કસ્ટમર રિવ્યૂ જોવા મળે છે જ્યારે નકલી સાઇટ પર આ બધુ દેખાતું નથી. તો વિઝા માટે કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખો જેથી કરીને તમે છેતરપિંડીનો શિકાર ન બનો અને વિદેશ પ્રવાસનો સંપૂર્ણ આનંદ માણી શકો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો