Money9: વધુ પૈસા કોને ન ગમે, પરંતુ વધુ અને જલદી પૈસા કમાવવાની લાલચ મોંઘી પડી શકે છે…સચિનની સાથે પણ આવું જ બન્યું.. સોશિયલ મીડિયા પર એક બ્રોકર એપની એડ જોઈ… મોટા રોકાણની સાથે મોટા રિટર્નના વાયદા કરવામાં આવી રહ્યાં હતા. એડ પર ક્લિક કરી અને પછી શું..એપમાંથી મેસેજનું ઘોડાપુર આવ્યું. સચિને એકસાથે 3 લાખ રૂપિયાનું રોકાણ કરી નાંખ્યું..2 અઠવાડિયા પછી ખબર પડી કે એપ નકલી હતી.. આ નકલી એપ પર વિશ્વાસ કરવા પાછળનું એક મોટું કારણ એ હતું કે તે એક પ્રખ્યાત ઇન્વેસ્ટમેન્ટ એપની કોપી કરીને બનાવવામાં આવી હતી.. આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બનનારો સચિન એકલો નથી. આવી છેતરપિંડી સતત વધી રહી છે…આ છેતરપિંડીને પિગ બુચરિંગ સ્કેમ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે જેમાં સાયબર ઠગ નકલી ઇન્વેસ્ટમેન્ટ એપ અને સાઇટ બનાવીને રિટર્ન કમાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવી લે છે.
છેતરપિંડીના વધતા જતા મામલાઓને જોતા સ્ટોક માર્કેટ એક્સચેન્જે રોકાણકારોને ચેતવણી આપી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસઈએ કહ્યું છે કે કેટલાક લોકો અથવા સંસ્થાઓ ભારતીય, આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર્સ, વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ચેનલો દ્વારા પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થાઓમાંથી હોવાના ખોટા દાવા કરી રહ્યા છે. તેઓ સેબી કે સ્ટોક એક્સચેન્જના નકલી સર્ટિફિકેટ પણ બતાવે છે.
ફિસ્ડમ, ધન, ફાયર્સ અને ચોઇસ બ્રોકિંગ જેવી ઘણી બ્રોકર એપ્સે પણ લોકોને એલર્ટ કર્યા છે કે તેમના નામનો ઉપયોગ કરીને લોકોને રોકાણ કરવા માટે લલચાવવામાં આવી રહ્યા છે અને છેતરપિંડી કરવામાં આવી રહી છે.
હવે સમજીએ કે પિગ-બુચરિંગ સ્કેમ કેવી રીતે થાય છે?
સાયબર ઠગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડની સાથે શરૂઆત કરે છે. ત્યારબાદ લોકોને મેસેજ મોકલવામાં આવે છે. એ હેતુ સાથે કે તમે કોઈ Whatsapp અથવા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઇ જાઓ. આના માટે રિયલ કંપનીના નામનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્રુપમાં દરરોજ સ્ટોકની ભલામણ કરવામાં આવે છે. તમને ટ્રેડિંગ ટિપ્સ પણ આપવામાં આવે છે. કેટલીકવાર તમને કોઇ સ્ટોકમાં થોડો ફાયદો પણ થઇ જાય છે. આમ કરીને આ ઠગો તમારો વિશ્વાસ જીતી લે છે. ત્યારબાદ વાસ્તવિક છેતરપિંડી શરૂ થાય છે. તમને એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે અને શેરમાં સીધું રોકાણ કરવાને બદલે તમને બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવશે. આ રકમ નકલી એપમાં તમારી બેલેન્સ રકમ તરીકે દેખાવા લાગશે. સ્કેમર્સ કહે છે કે તેઓ રેગ્યુલર માર્કેટ ટ્રેડિંગ નથી કરતા પરંતુ પ્રાઈમરી માર્કેટમાં ટ્રેડ કરે છે અને આમાં તમે સીધું રોકાણ નહીં કરી શકો.. એટલે પૈસા અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે.. પરંતુ આ પૈસા ઠગોના ખિસ્સામાં જાય છે, તમારા નામે કોઇ ઇન્વેસ્ટમેન્ટ નથી થતું. આ જ કારણે આને પિગ બુચરિંગ સ્કેમ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, રોકાણકારને એક અઠવાડિયામાં 30 થી 40 ટકા રિટર્ન અપાવવાની ગેરંટી આપવામાં આવે છે.
છેતરપિંડીની રીતભાત જાણ્યા પછી એ જાણવું પણ જરૂરી છે કે આ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય?
સૌથી પહેલીવાત તો એ કે જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તમારો સંપર્ક કરે તો સાવધાન થઇ જાઓ. જો તમે સોશિયલ મીડિયા પર કોઈપણ એપની જાહેરાત જુઓ છો, તો પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર તેનો રિવ્યૂ જરૂર ચેક કરો. સેબીની સાઇટ પર જઇને રજિસ્ટર્ડ બ્રોકરનું લિસ્ટ જરૂર ચેક કરો. કોઈ ઇમોશનલ પ્રેશર કે હાઇ રિટર્નની લાલચમાં કોઇપણ ફાઇનાન્સિયલ ડિસીઝન ના લો. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા બરોબર રિસર્ચ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો