Money9 Gujarati:
ઓક્ટોબરમાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 13 ટકા વધીને 1.72 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે, જે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ માસિક કલેક્શન છે. સતત આઠમા મહિને GSTથી થતી આવકનો આંકડો 1.5 લાખ કરોડ રૂપિયાથી ઉપર નોંધાયો છે અને નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા થયું છે, જે વાર્ષિક ધોરણે 11 ટકા વધારો દર્શાવે છે.
નાણા મંત્રાલયે 1 નવેમ્બરે જાહેર કરેલા આંકડા અનુસાર, ઓક્ટોબર 2023માં સરકારી તિજોરીમાં GST કલેક્શન પેટે કુલ 1.72 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા, જે સપ્ટેમ્બરમાં જમા થયેલી રકમ કરતાં 5.71 ટકા વધારે છે. સરકારને એપ્રિલ 2022માં GST પેટે સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા અને હવે ઓક્ટોબરમાં 1.72 લાખ કરોડ રૂપિયા મળ્યાં છે, જે અત્યાર સુધીની બીજી સૌથી વધુ માસિક GST આવક છે.
GST revenue collection for October 2023 is second highest ever, next only to April 2023, at ₹1.72 lakh crore; records increase of 13% Y-o-Y
Revenue from domestic transactions (including import of services) is also 13% higher Y-o-Y
Average gross monthly #GST collection in FY… pic.twitter.com/8SRs9RZXPa
— Ministry of Finance (@FinMinIndia) November 1, 2023
ઓક્ટોબરમાં સેન્ટ્રલ GST 30,062 કરોડ રૂપિયા, સ્ટેટ GST 38,171 કરોડ રૂપિયા અને ઈન્ટીગ્રેટેડ GST 91,315 કરોડ રૂપિયા હતું. 2017-18માં GSTના પ્રથમ વર્ષે દર મહિને 1 લાખ કરોડ રૂપિયાથી પણ ઓછું GST કલેક્શન થતું હતું, પરંતુ 2020-21માં કોરોનાના વર્ષ બાદ GST કલેક્શન ઝડપથી વધીને 2022-23માં 1.51 લાખ કરોડ રૂપિયાની સરેરાશે પહોંચી ગયું હતું. નાણાકીય વર્ષ 2023-24માં સરેરાશ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ગયા વર્ષની સરેરાશ કરતાં 11 ટકા વધારે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો