Money9 Gujarati:
સરકાર હવે રાશનની દુકાનો પર સાબુ, તેલ અને શેમ્પૂ જેવી વસ્તુઓ પણ વેચશે. સરકાર આ માટે નવી યોજના તૈયાર કરી રહી છે. સરકાર વિચારી રહી છે કે, સરકારી રાશન દુકાન એટલે કે (PDS) પર કન્ઝ્યુમર ડ્યુરેબલ ઉત્પાદનોનું ઓનલાઈન વેચાણ થઈ શકે છે. જો સરકાર આ પગલું ભરશે તો એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓએ સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અને તેમનું બજાર ઘટી શકે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, કેન્દ્ર સરકાર ONDC પર PDS શોપ દ્વારા ઓનલાઈન સાબુ, તેલ ક્રીમ વગેરે જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ ઉત્પાદનો વેચવાની યોજનાનું પરીક્ષણ કરી રહી છે. સરકારે ONDC નામનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવ્યું છે. સરકાર ઈ-કોમર્સ મોરચે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓના વર્ચસ્વ અને મનસ્વીતાને ખતમ કરવા માંગે છે. ONDCને ઈ-કોમર્સનું UPI કહેવામાં આવે છે.
પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (PDS)ની દુકાનો હાલમાં રાશન એટલે કે અનાજ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે હિમાચલ પ્રદેશમાં પીડીએસ દુકાનો દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં વેચાણનું પરીક્ષણ શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના ઉના અને હમીરપુર જિલ્લામાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ યોજનાનું પરીક્ષણ 11 વાજબી ભાવની દુકાનોથી શરૂ થયું છે. તેની શરૂઆત ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કરી હતી. પરીક્ષણના સફળ પરિણામો પછી, આ યોજનાને પહેલા સમગ્ર હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવશે અને બાદમાં તેને સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે.
જો સરકારનું આ પરીક્ષણ સફળ થશે તો આગામી દિવસોમાં PDS દુકાનોમાંથી રોજિંદા ઉપયોગની વસ્તુઓની ઓનલાઈન ખરીદી શક્ય બનશે. હાલમાં, ટૂથબ્રશથી માંડીને સાબુ-શેમ્પૂ સુધીની કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ટેસ્ટિંગમાં સામેલ કરવામાં આવી છે. તેનો અર્થ એ કે, જો સફળ થાય છે, તો ONDC અને PDS શોપનું પ્રસ્તાવિત જોડાણ એમેઝોન-ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને મોટી સ્પર્ધા આપી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો