Money9: સરકારે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ખુશખબર આપી છે. તેમના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 60 લાખ પેન્શનર્સનું DA હવે 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયું છે. આ ભથ્થું જુલાઈથી ગણવામાં આવશે. સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું જાહેર કરે છે. જાન્યુઆરી અને જુલાઈમાં DAની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે સરકારે જાહેરાત 3 મહિના મોડી કરી છે.
તો બીજી તરફ નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ સાથે જોડાયેલ બોનસ (એડહોક બોનસ)ને મંજૂરી આપી દીધી છે. દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની આ મોટી ભેટ છે. નાણા મંત્રાલયે મંગળવારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 2022-23 માટે આ બોનસની ગણતરી માટે મહત્તમ 7,000 રૂપિયાની મર્યાદા નક્કી કરી છે.
During this season of festivities, the Central Government has taken the cabinet decision to increase the DA (Dearness Allowance) of Government officials and the Dearness Relief to pensioners by 4% from July 1, 2023
– Union Minister @ianuragthakur #CabinetDecisions pic.twitter.com/eJUXRWCVMC
— PIB India (@PIB_India) October 18, 2023
આ કર્મચારીઓને મળશે બોનસ
મહત્વનું છે કે કેન્દ્ર સરકારના ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવનારા Non-Gazetted Employees ને પણ બોનસ મળે છે. આ ઉપરાંત એડહોક બોનસનો ફાયદો કેન્દ્રીય અર્ધસૈનિક દળો (Paramilitary Forces)ના કર્મચારીઓ અને આર્મ્ડ ફોર્સિસને પણ આપવામાં આવે છે. આ બોનસમાં 30 દિવસની સેલેરી જેટલા પૈસા મળે છે.
બોનસની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
ગણતરીની ટોચમર્યાદા પ્રમાણે કર્મચારીઓના સરેરાશ પગારના આધારે બોનસ ઉમેરવામાં આવે છે, 30 દિવસનું માસિક બોનસ લગભગ એક મહિનાના પગારની બરાબર હશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીને 18000 રૂપિયા મળી રહ્યા છે, તો તેનું 30 દિવસનું માસિક બોનસ લગભગ 17,763 રૂપિયા હશે. ગણતરી મુજબ, રૂ. 7000*30/30.4 = રૂ. 17,763.15 (રૂ. 17,763). આવા બોનસનો લાભ તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે જેઓ 31 માર્ચ, 2023 સુધી સેવામાં છે.
વર્ષ 2022-23 દરમિયાન ઓછામાં ઓછા છ મહિના માટે સતત ડ્યુટી આપવામાં આવી છે. એડહોક ધોરણે નિયુક્ત કામચલાઉ કર્મચારીઓને પણ આ બોનસ મળશે. જો કે, સર્વિસમાં કોઇ બ્રેક ન હોવો જોઇએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો