Money9 Gujarati:
યુનિયન કેબિનેટે ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટની દરખાસ્તને તેમજ આસામમાં એક પ્લાન્ટની દરખાસ્તને મંજૂરી આપી છે. આ તમામ પ્લાન્ટનો અંદાજિત ખર્ચ 1.26 લાખ કરોડ રૂપિયા છે. ગુજરાતમાં ટાટા ગ્રૂપ ધોલેરા ખાતે અને CG પાવર સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રૂપ દ્વારા 91,000 કરોડ રૂપિયા જ્યારે CG પાવર દ્વારા 7,600 કરોડ રૂપિયાનું રોકાણ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકાની માઈક્રોને પણ 22,516 કરોડ રૂપિયાનો પ્લાન્ટ સ્થાપવાના કરાર કર્યા હતા અને સાણંદમાં તેનો પ્લાન્ટ નિર્માણાધીન છે.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે જંગી રોકાણ આવશે. ટાટા ગ્રૂપને ગુજરાતમાં ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળી ગઈ છે. ટાટા ગ્રૂપ તાઈવાનની અગ્રણી કંપની PSMC સાથે ભાગીદારીમાં ધોલેરા ખાતે પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટનો અંદાજિત ખર્ચ 91 હજાર કરોડ રૂપિયા છે. પ્લાન્ટની માસિક ક્ષમતા 50,000 વેફર્સ હશે. 29 ફેબ્રુઆરીએ મળેલી કેબિનેટની બેઠકમાં દેશનાં આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. ગુજરાતની સાથે સાથે આસામમાં પણ ટાટાના પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે. આસામમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર્સના એસેમ્બલિંગ અને પેકેજિંગનો પ્લાન્ટ સ્થાપવા માટે ટાટાને મંજૂરી મળી છે.
અમેરિકાની અગ્રણી કંપની માઈક્રોન પણ સાણંદમાં ચીપ પ્લાન્ટ સ્થાપી રહી છે અને હવે ધોલેરા ખાતે ટાટા ગ્રૂપ પ્લાન્ટ સ્થપાશે. CG Power પણ ગુજરાતમાં સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે. CG Power ગુજરાતમાં સાણંદ ખાતે લગભગ 7,600 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરશે. તેના માટે જાપાનની Renesas સાથે ભાગીદારી કરવામાં આવી છે. આ પ્લાન્ટમાં દૈનિક 1.5 કરોડ ચીપ્સનું ઉત્પાદન કરવાનો અંદાજ છે.
અમેરિકાની મેમરી ચીપ કંપની માઈક્રોને પણ ગુજરાતમાં સાણંદ ખાતે 22,516 કરોડ રૂપિયાનો ચીપ એસેમ્બલી પ્લાન્ટ સ્થાપવાના કરાર કર્યા હતા અને તેના પ્લાન્ટનું કામકાજ ચાલી રહ્યું છે.
#Cabinet approves the establishment of three semiconductor units under ‘Development of Semiconductors and Display Manufacturing Ecosystems in India
India's first commercial Semiconductor Fab will set up in Dholera, Gujarat, in collaboration with Tata Electronics Private Limited… pic.twitter.com/EwhEYU3IMU
— PIB India (@PIB_India) February 29, 2024
IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, “ગુજરાતમાં ધોલેરા ખાતે અંદાજિત 91,000 કરોડ રૂપિયાના ખર્ચે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત મળી હતી. આ દરખાસ્ત ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ (PSMC) દ્વારા કરવામાં આવી હતી. આ બંને ભાગીદારો ધોલેરા ખાતે માસિક 50,000 વેફર્સની ક્ષમતાવાળો પ્લાન્ટ સ્થાપશે.” તેમણે ઉમેર્યું હતું કે, ચીપ ફેબ સ્કીમને કારણે 26,000 લોકોને પ્રત્યક્ષ અને 1 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે.
▶️ Giant leap for India Semiconductor Mission: #Cabinet establishment of three semiconductor units under ‘Development of Semiconductors and Display Manufacturing Ecosystems in India. All three units will start construction within next 100 days
▶️ The approved three… pic.twitter.com/jtkuWifGTQ
— PIB India (@PIB_India) February 29, 2024
વૈષ્ણવે જણાવ્યું હતું કે, “વડાપ્રધાને ભારતમાં સેમિકન્ડક્ટર ફેબ સ્થાપવાની દિશામાં મહત્ત્વનો નિર્ણય લીધો છે. પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના ગુજરાતમાં ધોલેરા ખાતે ટાટા અને તાઈવાનની PSMC દ્વારા થશે. સાણંદમાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ ધોલેરા ખાતે ફેબ પ્લાન્ટ નિર્ણાણ પામશે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો