Money9 Gujarati:
ભારતમાં તહેવારોની સીઝનને લઈને બજારમાં ભરપૂર ઉત્સાહ છે અને તેનો લાભ ઓનલાઈન કંપનીઓને મળવાની અપેક્ષા છે. દેશની અગ્રણી માર્કેટપ્લેસ Amazon Indiaએ તહેવારોમાં રેકોર્ડ બ્રેક વેચાણ કરવાની આશા વ્યક્ત કરી છે. કંપનીનો શોપિંગ ફેસ્ટિવલ પણ નવરાત્રિ પહેલાં શરૂ થઈ રહ્યો છે અને હરીફ કંપની ફ્લિપકાર્ટ પણ ટૂંક સમયમાં શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવાની છે.
ગ્રાહકોમાં ઉત્સાહ
કંપનીએ કરેલા એક સરવેમાં 50 ટકાથી પણ વધારે ગ્રાહકોએ આ વખતે ઓનલાઈન શોપિંગમાં વધારો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એમેઝોનના ટોપ-10 શહેરની યાદીમાં અમદાવાદે સતત પાંચ વર્ષથી સ્થાન જમાવી રાખ્યું છે. ગ્રાહકો કપડાં, ફેશન એસેસરીઝ, પછી ફૂટવેર, જ્વેલરી અને ઘડિયાળ જેવી કેટેગરીમાં શોપિંગ કરવા માંગે છે. 65 ટકા ગ્રાહકો 10,000થી 20,000 રૂપિયાની રેન્જના સ્માર્ટફોન ખરીદવા ઈચ્છે છે જ્યારે 80 ટકા ગ્રાહકો માને છે કે 5G સ્માર્ટફોન મહત્વપૂર્ણ છે. 26 ટકા ગ્રાહકો સ્માર્ટફોન ખરીદવા માટે UPI પસંદ કરે છે.
નેટવર્ક અને ટેકનોલોજી
ઈ-કોમર્સ સેક્ટરની અગ્રણી એમેઝોને ફેસ્ટિવલ ડિમાન્ડને પહોંચી વળવા માટે તમામ મોરચે વિસ્તરણ કર્યું છે અને આકર્ષક સ્કીમ્સ શરૂ કરવાની યોજના બનાવી છે. કંપનીએ લોજિસ્ટિક્સ અને ડિલિવરી નેટવર્ક મજબૂત બનાવ્યું છે. ટેકનોલોજી પાછળ જંગી ખર્ચ કરીને સેલર્સ તથા બાયર્સને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા માટે કમર કસી છે. મોટા શહેરોથી લઈને નાના શહેરોમાં વેરહાઉસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ રોકાણ કર્યું છે. કંપનીનો Amazon Great Indian Festival 8 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. પ્રાઈમ કસ્ટમર માટે આ ફેસ્ટિવલ 7 ઓક્ટોબરથી શરૂ થયો છે.
ક્રેડિટ લાઈન
એમેઝોને પહેલીવાર સેલર્સને ક્રેડિટ લાઈન આપવાની જાહેરાત કરી છે. કંપનીએ 2017માં એમેઝોન બિઝનેસની શરૂઆત કરી હતી, જેની છ વર્ષની ઉજવણીના ભાગરૂપે એમેઝોને ક્રેડિટ લાઈન ઓફર કરવાનો નિર્ણય લીધો છે. આ ઓફરનો લાભ લઈને સેલર્સ એમેઝોન પે લેટર મારફતે 30 દિવસ માટે ક્રેડિટ મેળવી શકશે અને ત્યારબાદ EMIમાં કન્વર્ટ કરાવી શકશે. એમેઝોન બિઝનેસના ડિરેક્ટર સુચિત સુભાષના જણાવ્યા પ્રમાણે, કંપની પાસે 10 લાખથી પણ વધારે વિક્રેતા છે અને પ્રોડક્ટ્સની સંખ્યા 19 કરોડથી પણ વધારે છે, એમ એમેઝોન બિઝનેસના ડિરેક્ટર સુચિત સુભાસે જણાવ્યું હતું.
એમેઝોન પે લેટર સાથે જોડાયઈને વ્યવસાયિક ગ્રાહકો ડિજિટલ રીતે સાઇન અપ કરી શકશે અને ત્વરિત ક્રેડિટ મેળવી શકશે. તેઓ ક્રેડિટનો ઉપયોગ એમેઝોન.ઈન પર બિલ ચૂકવણી કરવા, એમેઝોન પે કોર્પોરેટ ગિફ્ટ કાર્ડ્સ, મુસાફરી, વીમો અને ઘણું બધું ખરીદવા માટે કરી શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના વ્યવસાયો માટે દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સથી લઈને કોર્પોરેટ ભેટો સુધીના ઉત્પાદનોની જથ્થાબંધ ખરીદી માટે તેમના માસિક બજેટમાં વધારો કરવામાં મદદ કરવાનો છે.
એમેઝોનના બિઝનેસમાં અમદાવાદનું યોગદાન
એમેઝોને અમદાવાદમાંથી રજિસ્ટર્ડ થયેલા ગ્રાહકની સંખ્યામાં વાર્ષિક ધોરણે 42 ટકા વૃદ્ધિ નોંધી છે. અમદાવાદમાંથી એમેઝોન બિઝનેસ પર ખરીદી કરનારાની સંખ્યા 58 ટકા વધી છે જ્યારે ઓર્ડરમાં 56 ટકાનો વધારો થયો છે. કંપનીને અમદાવાદથી થતી આવક 98 વધી છે. એમેઝોન ઈન્ડિયા અને નિલ્સન મીડિયાના તાજા અભ્યાસ અનુસાર, ગુજરાતનાં 94 ટકા ઉત્તરદાતા નવરાત્રિ સહિતનાં તહેવારોને લઈને ઉત્સાહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો