Money9 Gujarati:
હવાઈસફર કરનારા લોકોની સંખ્યાએ વિક્રમ બનાવ્યો છે. 19 નવેમ્બરે, રવિવારના દિવસે સ્થાનિક ફ્લાઈટ્સ દ્વારા કુલ 4,56,910 લોકોએ હવાઈપ્રવાસનો નવો રેકોર્ડ રચ્યો હતો. સત્તાવાર આંકડા અનુસાર, 18 નવેમ્બર, શનિવારે પણ એર પેસેન્જરની સંખ્યા 4,56,748ના ઐતિહાસિક સ્તરે પહોંચી હતી.
દિવાળીના તહેવારોની રજાઓ હોવાથી હરવા-ફરવા માટે લોકોએ ફ્લાઈટ્સનો વિકલ્પ પસંદ કર્યો છે. ઓક્ટોબર બાદ નવેમ્બરમાં હવાઈસફર કરનારા લોકોની સંખ્યા સતત વધી છે. નવેમ્બરની રજાઓમાં તો દરરોજ 4 લાખથી વધારે પ્રવાસીએ ફ્લાઈટ્સ પકડી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ‘X’ (અગાઉ Twitter) પર લખ્યું છે કે, “કોવિડ મહામારી બાદ ભારતમાં સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રની કાયાપલટ કરવાની કહાની માત્ર જબરજસ્ત નહીં, પરંતુ પ્રેરણાદાયક પણ છે. સકારાત્મક દૃષ્ટિકોણ, પ્રગતિશીલ નીતિ-નિયમો અને પ્રવાસીઓના વધતા ભરોસાને કારણે ઉડ્ડયન ઉદ્યોગ દરરોજ નવા શિખર સર કરે છે.”
19 નવેમ્બરે 4,56,910 પ્રવાસીએ 5,958 ફ્લાઈટ્સમાં પ્રવાસ ખેડ્યો હતો. આ સંખ્યા 2022ની 19 નવેમ્બરે નોંધાયેલી 3,93,391 પ્રવાસી અને 5,506 ફ્લાઈટ્સ કરતાં ઘણી વધારે છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, હવે ભારતને વિશ્વનું સૌથી મોટું ઉડ્ડયન બજાર બનતા કોઈ નહીં રોકી શકે.
Post-Covid, India's domestic aviation's turnaround story has not just been overwhelming but inspiring as well. Positive attitude, progressive policies, and deep trust among passengers are taking it to new heights with every flight, every day. pic.twitter.com/lK8JhsVCYW
— MoCA_GoI (@MoCA_GoI) November 20, 2023
Post-Covid, India's domestic aviation's turnaround story has not just been overwhelming but inspiring as well. Positive attitude, progressive policies, and deep trust among passengers are taking it to new heights with every flight, every day. pic.twitter.com/XaSHYc2xzw
— MoCA_GoI (@MoCA_GoI) November 19, 2023
ઉલ્લેખનીય છે કે, ભારતનાં ઉડ્ડયન માર્કેટમાં અત્યારે બે એરલાઈન્સનો દબદબો છે. ઈન્ડિગો (ઈન્ટરગ્લોબ એવિએશન) અને ટાટા ગ્રૂપ (એર ઈન્ડિયા, એર એશિયા, વિસ્તારા) પાસે સંયુક્ત રીતે 88 ટકા બજારહિસ્સો છે. ઓક્ટોબર 2023માં ભારતનાં એવિએશન માર્કેટનો 62.60 ટકા હિસ્સો માત્ર ઈન્ડિગો પાસે રહ્યો હતો જ્યારે ટાટા ગ્રૂપે તેની ત્રણ એરલાઈન મારફતે 26 ટકા જેટલો હિસ્સા પર કબજો જમાવ્યો હતો.
Duopoly in aviation sector as Indigo and Tata Group (Air India+Vistara+AirAsia) corner almost 90% market#Aviation #DGCA #Indigo #AirIndia #Tata #Vistara #AirAsia #Airlines pic.twitter.com/uIOlnFrVm2
— Money9 Gujarati (@Money9Gujarati) November 16, 2023
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો