અદાણીની કંપનીએ ઘડી આક્રમક વ્યૂહરચનાઃ સામાન્ય લોકોને થશે ફાયદો
સરકારની નવી ગેસ પૉલિસીને અનુરૂપ, અદાણી ટોટલ ગેસ ભારતમાં LNGનો ઉપયોગ વધારવા માટે સક્રિય થઈ ગઈ છે. કંપનીએ LNGનું વિતરણ વધારવા માટે હિતધારકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું શરૂ કર્યું છે.
મુખ્ય શહેરી ગેસ વિતરક (CGD) કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) વૃદ્ધિ હાંસલ કરવા માટે લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) પર મોટો દાવ લગાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, LNGનો ઉપયોગ વધારવા માટે અને ગ્રીન હાઉસ ગેસ (GHG)નું ઉત્સર્જન ઘટાડવા માટે સરકારે નવી ગેસ પૉલિસી તૈયાર કરી છે અને બરાબર તેવા સમયે જ અદાણી ટોટલ ગેસ દ્વારા આ વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
Adani Total Gasનો શેર 19 ફેબ્રુઆરીએ 0.58 ટકા વધીને 1,012 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. છેલ્લાં 6 મહિનામાં તેની કિંમત 52 ટકા વધી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લાંબા અંતરના વ્યાપારિક વાહનો તેમની પ્રાથમિક ઈંધણની જરૂરિયાત માટે ડીઝલની જગ્યાએ LNGનો ઉપયોગ કરતા થાય તે લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં અદાણી ટોટલ ગેસ સક્રિય પ્રયાસ કરી રહી છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે કંપની લાગતા-વળગતા હિતધારકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી પણ કરી રહી છે.
ATGLના CEO સુરેશ પી મંગલાનીનું કહેવું છે કે, LNG બિઝનેસમાં સૌથી મોટો પડકાર તેના વિતરણનો છે. અત્યારે અમારી પાસે બહુ જ ઓછા LNG વિતરણ માટેના સ્ટેશન છે અને તે ખરેખર મોટો પડકાર છે. જ્યાં સુધી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક તૈયાર નહીં હોય ત્યાં સુધી ડ્રાઈવર્સ ડીઝલનો ઉપયોગ બંધ નહીં કરે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC) પણ LNG આઉટલેટની સંખ્યામાં વધારો કરવા માટે સક્રિય પ્રયાસ નથી કરી રહી.
તેમણે કહ્યું કે આ કંપની આ હરિત બળતણને ઝડપથી પ્રોત્સાહિત કરવા માટે તમામ હિતધારકો સાથે મળીને કામ કરી રહી છે. અદાણી ગેસે બે મહિનાઓમાં વૈકલ્પિક ઔદ્યોગિક સિસ્ટમ વિનિર્માતા શિગન, ક્રાયોજેનિક લિક્વિડ સ્ટોરેજ, આઇનૉક્સ CVA અને અદાણી સીમેન્ટ સાથે સમજૂતી કરી છે.
Published - February 19, 2024, 04:33 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો