MONEY9GUJARATI: શું તમે પણ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ફોર્મ 16ની રાહ જોઈ રહ્યા છો? ઘણીવાર નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે… ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું.. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે ITR ફૉર્મ-16 વગર પણ ફાઈલ કરી શકાય છે… ચાલો જાણીએ કેવી રીતે?
ફોર્મ-16માં કર્મચારીને આપવામાં આવેલા સેલેરી, એલાઉન્સ અને ડિડક્શનનો ઉલ્લેખ હોય છે… એટલું જ નહીં, તેમાં કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા સેલેરી પર કપાત કરાયેલ TDS એટલે કે ડિડક્ટેડ એટ સોર્સની માહિતી પણ છે.
ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે… ફૉર્મ-16 વિના ITR ફાઇલ કરવા માટે, તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે.
સૌથી પહેલા તમે જે ફાઈનાન્સિયલ યર માટે રિટર્ન ફાઈલ કરી રહ્યા છો,, તે વર્ષની તમામ સેલેરી સ્લિપ ભેગી કરી લો. સેલેરી સ્લિપમાં સેલેરી, અલાઉન્સ અને ડિડક્શનની માહિતી હોવી જોઈએ.અને પછી આ તમામ વસ્તુઓનું ટોટલ કરો. હાઉસ એલાઉન્સ રેન્ટ (HRA), હોમ લોનના ઈન્ટરેસ્ટનું ડિડક્શન અને સ્ટેન્ડર્ડ ડિડક્શન ઘટાડ્યા પછી જે ટેક્સેબલ ઈનકમ જોવા મળશે. જો સેલેરીમાંથી TDS કપાયું છે અને તેની જાણકારી પણ પે સ્લિપમાં જોવા મળશે.
પગાર ઉપરાંત, જો તમારે બીજી પણ કમાણી છે જેમ કે બેંકમાંથી વ્યાજ અથવા ડિવિડન્ડની આવક તો તેના માટે બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરો. જો તમે મકાન ભાડે આપીને કમાણી કરો છો, તો આ બધી રકમ ટેક્સેબેલ ઈનકમમાં શામેલ હોવી જોઈએ.
જો તમે 80C, 80D જેવા સેક્શન અંતર્ગત કોઈ પણ પ્રકારનું ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ કરો છો તો તેને ક્લેમ કરો. જેમાં પ્રોવિડન્ટ ફંડ (EPF), હોમ લોનનું પ્રિન્સિપલ, ટર્મ ઈન્સ્યોરન્સ સહિત જીવન વીમા પોલિસી, હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ કવર હોય છે. તેના માટે જરૂરી છે કે તમે તેના સ્ટેટમેન્ટ ચેક કરીને રકમ કેલ્ક્યુલેટ કરો. ITR ફૉર્મમાં આ ડિડક્શનનો ઉલ્લેખ કરો. જે બાદ નેટ ટેક્સેબલ ઈનકમ મળી જશે.
જો તમારી પાસે ફૉર્મ-16 નથી તો ફૉર્મ 26AS દ્વારા પણ તમે તમારા TDS અને TCS વિશે જાણકારી મેળવી શકો છો. ફૉર્મ 26AS માં તમારા PAN પર કાપવામાં આવેલ અને જમા થયેલા તમામ ટેક્સની જાણકારી હોય છે. એમ્પ્લૉયર અને બેંક તરફથી કપાયેલા ટેક્સની સાથે સાથે એડવાન્સ ટેક્સ, હાઈ વેલ્યૂ દેવડદેવડ ની પણ માહિતી તેમાં હોય છે. તમારા એમ્પ્લૉયરે આખા વર્ષ દરમિયાન જો TDS કાપ્યો છે તો તેને ફૉર્મ 26AS માં અપાયેલ TDS ડિટેલ્સ સાથે સરખાવો.. જો કોઈ વધુ TDS કપાયેલા છે તો તેને રિટર્નમાં મેન્શન કરો.
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ (https://eportal.incometax.gov.in/) પરથી ફૉર્મ 26AS ડાઉનલોડ કરી શકો છો. પોર્ટલ પર લૉગ ઈન કરી તમારે ઈ-ફાઈલના ઑપ્શન પર જવું પડશે. જ્યાં ઈનકમ ટેક્સ રિટર્નના ઑપ્શનમાં તમને View Form 26AS ઑપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરવાથી ફૉર્મ 26AS ડાઉનલોડ થઈ જશે.
જો તમારો કપાયેલ TDS ફોર્મ 26AS સાથે મેળ ખાય છે, તો તમે રિટર્ન ફાઇલ કરી શકો છો… તમારી કમાણીમાંથી કાપવામાં આવેલ TDS કુલ ટેક્સ જવાબદારીમાં એડજસ્ટ કરવામાં આવશે… જો તમારી પાસે કોઈ રિફંડ હશે, તો તે તમારા બેંક ખાતામાં જમા થશે.
તમને ફૉર્મ-16 નથી મળ્યું તો પણ રિટર્ન ફાઈલ કરી શકો છો. ફૉર્મ-16 મળે કે ના મળે, પરંતુ રિટર્ન ફાઈલ કરવું એ આપણી જવાબદારી છે. સાથે જ માત્ર રિટર્ન ફાઈલ કરી દેવાથી કામ નહીં થાય. રિટર્ન ભર્યા પછી તેને ઈ-વેરિફાય કરવાનું ના ભૂલતા. ઈ-વેરિફાય કર્યા વગરનું રિટર્ન અધૂરું માનવામાં આવશે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું પ્રોસેસિંગ નહીં કરે. તેની સાથે જ જો તમારું રિફંડ હશે તો તે પણ ્ટકી જશે. તમે ફૉર્મ-16 ઉપરાંત ફૉર્મ 26AS થી પણ ITR ભરી શકો છો, સાથે જ Annual Information Statement (AIS) પણ જોઈ શકો છો. તેમાંથી પણ તમને ઘણી માહિતી મળી જશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો