MONEY9 GUJARATI: રિતેશને કંપનીના એચઆર ડિપાર્ટમેન્ટથી ઇનકમ ટેક્સ રીજિમ (Income Tax Regime) સિલેક્ટ કરવાનો મેઇલ મળ્યો છે. તે ઓલ્ડ કે ન્યૂ રિજીમમાં જેને પસંદ કરશે તે હિસાબે ફાઇનાન્સિયલ યર 2024-25 દરમિયાન તેના પગારમાંથી ટીડીએસ ડિડક્શન (TDS Deduction) થશે. અત્યાર સુધી તે જૂની કર વ્યવસ્થા (Old tax regime) પસંદ કરતો હતો. પરંતુ તેના મિત્રોનું કહેવું છે કે નવી કર વ્યવસ્થા (New tax regime) વધુ ફાયદાકારક છે. રિતેશ કન્ફ્યૂઝ છે કે જુની કર વ્યવસ્થામાં રહેવું કે નાણાકીય વર્ષ 2024-25થી નવી કર વ્યવસ્થામાં સ્વિચ કરવું…ન્યૂ ટેક્સ રિજીમ સાથે જોડાયેલી 9 વાતો અમે આપને જણાવી રહ્યા છીએ… જે રિતેશની સાથે તમને પણ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.
કરદાતાઓ નવી કર વ્યવસ્થા હેઠળ નીચા કર દરોનો લાભ લઈ શકે છે…જેનાથી તેમની કર જવાબદારી ઘટશે અને હાથમાં ખર્ચ કરી શકાય તેવા નાણાં વધુ હશે…સરકાર નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા પર ભાર મૂકી રહી છે.
નવી કર વ્યવસ્થા નીચા કર દરોની ઓફર કરીને ટેક્સ સ્ટ્રક્ચરને સરળ બનાવે છે…નવી કર વ્યવસ્થામાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કરનો દર શૂન્ય છે… 3 લાખ 1 રૂપિયાથી 6 લાખની વચ્ચેની આવક પર 5 ટકા…6 લાખ 1 રૂપિયાથી 9 લાખની આવક પર 10 ટકા..9 લાખ 1 રૂપિયાથી 12 લાખની આવક પર 15 ટકા… 12 લાખ 1 રૂપિયાથી 15 લાખની વચ્ચેની આવક પર 20 ટકા… 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ છે.
નવી કર વ્યવસ્થામાં બેઝિક એક્ઝેમ્પ્શન લિમિટ એટલે કે આવકવેરા મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયા છે. જ્યારે જૂની કર વ્યવસ્થામાં, 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. ધારો કે રિતેશની આવક 9 લાખ રૂપિયા વાર્ષિક છે તો નવી કર વ્યવસ્થામાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આનાથી વધુની આવક એટલે કે 3 થી 9 લાખ રૂપિયાની આવક પર ઈન્કમ સ્લેબ રેટના આધારે ટેક્સ લાગશે… વધુ એક્ઝેમ્પ્શન લિમિટ નવી કર વ્યવસ્થાને આકર્ષક બનાવે છે.
નવી કર વ્યવસ્થામાં ટેક્સનો સૌથી ઊંચો દર એટલે કે 30 ટકા ટેક્સ 15 લાખ રૂપિયાથી વધુની આવક પર લાગે છે, જ્યારે જૂની ટેક્સ સિસ્ટમમાં 10 લાખ રૂપિયાથી વધુની નેટ ઇનકમ પર 30 ટકાના દરે ટેક્સ લાગે છે. ધારો કે તમારી આવક 18 લાખ રૂપિયા છે, તો ન્યૂ રિજીમમાં 15 થી 18 લાખ એટલે કે 3 લાખ રૂપિયા પર જ્યારે જુની ટેક્સ રિજીમમાં 10 થી 18 લાખ એટલે કે 8 લાખ રૂપિયાની આવક પર 30 ટકાના દરે ટેક્સ લાગે છે. નવી કર વ્યવસ્થામાં 10, 15 અને 25 ટકાના ટેક્સ દરો પણ છે… જ્યારે જૂનામાં 5 ટકા પછી સીધો 20 અને પછી 30 ટકાનો રેટ છે.
બજેટ 2023 માં, નવી કર વ્યવસ્થામાં રિબેટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે… જૂની કર વ્યવસ્થામાં, સેક્શન 87A હેઠળ 5 લાખ રૂપિયા સુધીની આવક માટે રિબેટ એટલે કે છૂટની મર્યાદા 12,500 રૂપિયા છે… આમ, ઓલ્ડ ટેક્સ રિજીમમાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી લાગતો… જો કે, નવી કર વ્યવસ્થા હેઠળ, જો કરપાત્ર આવક 7 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો મુક્તિ મર્યાદા 25 હજાર રૂપિયા છે… એટલે કે, જો તમારી કરપાત્ર આવક 7 લાખ કે તેનાથી ઓછી છે તો નવી વ્યવસ્થા પસંદ કરવા પર કોઈ ટેક્સ નહીં લાગે.
પગારદાર વ્યક્તિઓ માટે, ઓલ્ડ અને ન્યૂ બંને રિજીમમાં 50 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે… અગાઉ આ ડિડક્શન ફક્ત ઓલ્ડ ટેક્સ રિજીમમાં હતું. બજેટ 2023 માં, સ્ટાન્ડર્ડ ડિડક્શનને નવી કર વ્યવસ્થાનો ભાગ બનાવાયો…
જૂની કર વ્યવસ્થામાં લગભગ 70 ડિડક્શન્સ અને એક્ઝેમ્પ્શન્સ છે… જે ટેક્સ ઘટાડવામાં મદદ કરે છે… નવી કર વ્યવસ્થામાં ખૂબ જ મર્યાદિત ડિડક્શન્સ છે… જેના કારણે ન તો ટેક્સપેયરે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરુરિયાત પડે છે ન તો તેની સાથે સંબંધિત દસ્તાવેજોને સાચવવા કે જમા કરવાની ઝંઝટ ઉઠાવવી પડે છે.
બજેટ 2023 માં નવી કર વ્યવસ્થા હેઠળ, બિન-સરકારી કર્મચારીઓ માટે લીવ એન્કેશમેન્ટ પર છૂટની મર્યાદાને 3 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે… તેથી, આમાં નિવૃત્તિ પર મળતું 25 લાખ રૂપિયા સુધીનું લીવ એન્કેશમેન્ટ ટેક્સથી મુક્ત છે.
તેવી જ રીતે, જો એમ્પ્લોયર એટલે કે કંપની નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં તમારા વતી કોન્ટ્રીબ્યૂશન કરે છે, તો તેના પર સેક્શન 80CCD (2) હેઠળ ડિડક્શન ક્લેમ કરી શકે છે…આ સેક્શન હેઠળ સરકારી કર્મચારી બેઝિક સેલેરી + DAના 14 ટકા જ્યારે અન્ય કર્મચારીઓ 10 ટકા કપાતનો દાવો કરી શકે છે.
1 એપ્રિલ, 2023થી નવી કર વ્યવસ્થામાં હાઇ સરચાર્જને 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો. આ દરો 5 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવનારા પર લાગુ પડે છે. એટલે કે એવા લોકો જેમની ઇનકમ 5 કરોડ રૂપિયાથી વધુ છે અને તેઓ નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરે છે તો તેમને ઓછો સરચાર્જ ચૂકવવો પડશે…
સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિત જો તમારી આવક 7.5 લાખ રૂપિયા સુધીની છે અથવા તમે ટેક્સ બચાવવા માટે કોઈપણ જાતનું રોકાણ કરવા નથી માંગતા તો તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરી શકો છો પરંતુ જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, એનપીએસમાં રોકાણ અથવા એચઆરએનો લાભ લો છો, તો ઇનકમ ટેક્સ કેલ્ક્યુલેટરની મદદ લો…પોતાની ઇનકમ પર બંને ટેક્સ રિજીમમાં ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. જે રિજીમમાં ઓછો ટેક્સ લાગે તેને પસંદ કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો