Money9: બજેટ પહેલા કેટલીક ચીજોને લઇને ખાસ્સી ચર્ચા રહે છે. તેમાંની એક 80C છે. આવકવેરા કાયદામાં ઉપલબ્ધ ડિડક્શનમાં સેક્શન 80C સૌથી કોમન છે. ટેક્સ સેવિંગ માટે આનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જેના દ્વારા કોઇ વ્યક્તિ એક ફાઇનાન્સિયલ યરમાં દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને તેની પર ડિડક્શન લઇ શકે છે. આ રકમ વ્યક્તિની ગ્રોસ ટોટલ ઇનકમમાંથી ઘટાડી દેવામાં આવે છે. જેનાથી ટેક્સેબલ ઇનકમ ઘટી જાય છે. પરિણામે તે જ રેશિયોમાં ટેક્સની જવાબદારી ઘટે છે. સાથે જ રોકાણ પર તમને રિટર્ન પણ મળે છે.
80C હેઠળ ઇન્વેસ્ટમેન્ટ્સ
હવે જાણીએ 80C હેઠળ આવતા ઇન્વેસ્ટમેન્ટ્સ અંગે.. 80Cનો લાભ લેવા માટે ટેક્સપેયર્સને ખાસ પ્રકારના રોકાણ વિકલ્પોમાં રોકાણ કરવાનું હોય છે. જેમાં એમ્પ્લોઇ પ્રોવિડંટ ફંડ એટલે કે EPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF, ELSS કે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ફાઇવ યર ટેક્સ સેવિંગ FD, યૂલિપ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને હોમ લોનની મૂળ રકમનું રિપેમેન્ટ મુખ્ય છે. બાળકોની ટ્યૂશન ફીનો ખર્ચ પણ 80Cમાં કવર થાય છે. આ ડિડક્શનનો લાભ જુની ટેક્સ વ્યવસ્થા પસંદ કરવા પર જ મળે છે.
આવો જોઇએ કે ક્યારથી 80Cની દોઢ લાખની લિમિટ નથી વધારવામાં આવી. નાણાકીય વર્ષ 2013-14 સુધી, આવકવેરા કાયદા 1961ની કલમ 80C હેઠળ પ્રતિ વર્ષ મહત્તમ એક લાખ રૂપિયાનું ડિડક્શન મળતું હતું. નાણાકીય વર્ષ 2014-15માં આને વધારીને દોઢ લાખ રૂપિયા કરવામાં આવી. ત્યારથી લઇને અત્યાર સુધી અંદાજે 8 વર્ષથી આ લિમિટમાં ફેરફાર નથી કરવામાં આવ્યો.
લિમિટ વધારવાની માંગ
લાંબા સમયથી 80C ડિડક્શનની લિમિટ વધારવાની માંગ થઇ રહી છે. આગામી બજેટ પહેલા ફરી આ ચર્ચાએ જોર પકડ્યું છે. છેવટે આ માંગ કેમ કરવામાં આવી રહી છે અને આનાથી શું ફાયદો થશે. તેની પર આવીએ. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના પ્રી-બજેટ મેમોરેન્ડમ 2023માં 80C હેઠળ ડિડક્શન લિમિટને દોઢ લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. આવામાં સામાન્ય માણસનું સેવિંગ વધશે. મોંઘવારીની ગતિને જોતા પણ આ જરૂરી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદ રાવલ કહે છે કે સરકારી કર્મચારીઓ સહિત સામાન્ય માણસ માટે સેક્શન 80C એક સારુ ડિડક્શન છે. પરંતુ સરકાર એગ્ઝેમ્પશન અને ડિડક્શન હટાવવાના મૂડમાં છે. સરકારનો ઇરાદો છે કે લોકો ન્યૂ ટેક્સ રિજીમમાં શિફ્ટ થાય કદાચ એટલે જ 80Cની લિમિટ નથી વધારવામાં આવી રહી. જો સરકાર નવાની સાથે જુની ટેક્સ વ્યવસ્થાને જાળવી રાખે છે તો તેણે 80Cની લિમિટને વધારીને અઢી લાખ રૂપિયા કરવી જોઇએ. કે પછી તેને ઇન્ફ્લેશન ઇન્ડેક્સ સાથે જોડી દેવી જોઇએ
રાવલ જણાવે છે કે 80C હેઠળ આવતા રોકાણના વિકલ્પ ઘણાં જુના છે પરંતુ અત્યાર ઘણી નવી ઇન્વેસ્ટ સ્કીમ આવી ચુકી છે. આવા સંજોગોમાં મોંઘવારીને જોતા 80Cમાં કેટલાક બીજા વિકલ્પ પણ ઉમેરી દેવા જોઇએ…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો