Money9: બજેટને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ઇન્ડસ્ટ્રીથી લઇને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિ સરકાર સમક્ષ પોતાને શું જોઇએ છે તેની માંગ કરી રહ્યા છે. છેલ્લા લગભગ 3 વર્ષ ઘર ખરીદનારા માટે સારા રહ્યાં. મહામારી દરમિયાન ઓછા વ્યાજ દરો અને મકાનની કિંમતોમાં ઘટાડાએ ઘરોની માંગ વધારી છે. મે 2022થી હોમ લોનના દરો વધ્યા છે. તેમ છતાં ડિમાન્ડમાં કોઇ ઘટાડો નથી થયો. એક્સપર્ટ્સનું માનવું છે કે માંગમાં તેજી જાળવી રાખવા માટે બજેટમાં ઘર ખરીદનારાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
બજેટમાં રાહતની માંગ
રેપો રેટમાં આ વર્ષે અત્યાર સુધી 2.25 ટકાની વૃદ્ધિ થઇ છે. આ સાથે જ હોમ લોનના વ્યાજ દરો પણ વધ્યા છે. તેનાથી ક્યાં તો વધુ EMI ચુકવવી પડી રહી છે,ક્યાં તો લોનનો ટેન્યોર વધી ગયો છે. હોમ લોન પર વ્યાજ દરો વધવાથી ઘર ખરીદનારા પરેશાન છે. હાલના મકાન માલિકોના લોનનો ટેન્યોર વધી ગયો છે જ્યારે નવા ખરીદારો માટે EMI વધી ગઇ છે. બજેટ ઘર ખરીદારોને રાહત કેવી રીતે આપી શકે છે તેની વાત કરીએ તો હોમ લોનના પ્રિન્સિપલ રિપેમેન્ટ માટે અલગ ડિડક્શનની માંગ લાંબા સમયથી થઇ રહી છે. અત્યારે તે સેક્શન 80C હેઠળ આવે છે. જેમાં દોઢ લાખ રૂપિયાના રોકાણ પર ડિડક્શનની જોગવાઇ છે. 80Cમાં હોમ લોન પ્રિન્સિપલ રિપેમેન્ટની સાથે અંદાજે 10 જાતના રોકાણ અને ખર્ચ કવર થાય છે. મોટાભાગના કિસ્સામાં EPF કોન્ટ્રીબ્યૂશન અને બાળકોના અભ્યાસ ખર્ચથી જ 80Cની લિમિટ પૂરી થઇ જાય છે. બાકી વધેલી કસર વીમા પ્રીમિયમ પૂરી કરી નાંખે છે. આવા કિસ્સામાં હોમ લોનનું પ્રિન્સિપલ રિપેમેન્ટ ક્લેમ કરવા માટે મુશ્કેલીથી જગ્યા બચે છે.
અલગથી ડિડક્શન આપો
ફિનકાર્ટના ફાઉન્ડર અને CEO તનવીર આલમ જણાવે છે કે 80Cમાં રોકાણના ઘણાં વિકલ્પ હોવાથી હોમ લોનના પ્રિન્સિપલ રિપેમેન્ટનો પૂરો ફાયદો નથી મળી શકતો. આવા સંજોગોમાં પ્રિન્સિપલ રિપેમેન્ટ માટે અલગ ડિડક્શન આપી શકાય છે. આ ડિડક્શન એકથી દોઢ લાખ રૂપિયા હોઇ શકે છે. માત્ર ફર્સ્ટ હોમ બાયર માટે પણ ડિડક્શન આપી શકાય છે. આ ઉપાયોનો ફાયદો વ્યક્તિને ટેક્સ સેવિંગની રીતે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની ડિમાંડ સ્વરૂપે અને લોન આપનારી કંપનીને એક્સેસ લોન તરીકે થશે.
લોનની મુદ્દલ ચૂકવવા ઉપરાંત, વ્યક્તિને હોમ લોન પર વ્યાજ પણ ભરવાનું હોય છે. ઘર ખરીદવા માટે ઘણી રકમની જરૂર પડે છે એટલે લોકો મોટી સંખ્યામાં લોન લે છે. ઘણાં લોકોના હોમ લોનનું વ્યાજ ડિડક્શનની અપર લિમિટથી ઉપર જતું રહે છે. આવકવેરા કાયદાની કલમ 24 (b) હેઠળ હાઉસિંગ લોન પર ચુકવેલા વ્યાજ પર મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન લઇ શકાય છે.
રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઇએ પ્રી-બજેટ મીટિંગમાં સેક્શન 24 (b) હેઠળ સેલ્ફ ઓક્યુપાઇડ પ્રોપર્ટીના કેસમાં હોમ લોનના વ્યાજ પર ડિડક્શન વધારીને 5 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. વ્યાજ કપાતમાં વૃદ્ધિથી ઘર ખરીદાર રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થશે અને બજારમાં માંગ વધશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો