Money9: છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ ગોલ્ડમાં લોકોનો રસ વધ્યો છે. જો કે રમા જેવા ઘણાં લોકોને હજુ પણ ડિજિટલ ગોલ્ડ પર ટેક્સનું ગણિત ખબર નથી. આવો તેમના આ કન્ફ્યુઝનને દૂર કરીએ. ફિઝિકલ ગોલ્ડની જેમ જ ડિજિટલ ગોલ્ડ પર ટેક્સ લાગે છે. Digital Vault (વોલ્ટ)માં રાખવામાં આવેલા ડિજિટલ ગોલ્ડને 3 વર્ષની અંદર જો વેચવામાં આવે તો તેની પર થતા નફાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માનવામાં આવશે. આ કેપિટલ ગેઇન તમારી ટોટલ ઇનકમમાં ઉમેરાઇ જશે અને ટેક્સ સ્લેબના હિસાબે ટેક્સ લાગશે. આની પર ઇન્ડેક્સેશન બેનિફિટ બાદ 20 ટકા ટેક્સ લાગશે.
ડિજિટલ ગોલ્ડ પર કેટલો ટેક્સ લાગે
તો ડિજિટલ ગોલ્ડ ખરીદવા પર 3 ટકા GST છે…તમે Google Pay, Paytm અને Phone Pe દ્વારા પણ જેટલી વાર ડિજિટલ ગોલ્ડ ખરીદશો, દરેક વખતે જીએસટી ચૂકવવો પડશે..ડિજિટલ ગોલ્ડને જ્વેલેરીમાં ફેરવો તો મેકિંગ ચાર્જ અને ડિલિવરી ફીસ લાગે છે..
ડિજિટલ ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડ ઉપરાંત સોનામાં રોકાણની એક વધુ રીત છે પેપર ગોલ્ડ. સોવરિન ગોલ્ડ બોન્ડને બાદ કરતાં ગોલ્ડ ETF અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ રિડીમ કરવા કે વેચવા પર ફિઝિકલ ગોલ્ડ જેટલો જ ટેક્સ લાગે છે…
સોવરિન ગોલ્ડ બોન્ડમાં નિયમો
સોવરિન ગોલ્ડ બોન્ડના કેસમાં ટેક્સના નિયમ અલગ છે. તેમાં ઇન્વેસ્ટરને વાર્ષિક 2.5 ટકાનું વ્યાજ મળે છે. જે રોકાણકારની ઇનકમમાં ઉમેરાય છે અને સ્લેબ અનુસાર ટેક્સ લાગે છે. ગોલ્ડ બોન્ડનો મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે. મેચ્યોરિટી સુધી રાખો તો કેપિટલ ગેઇન પર કોઇ ટેક્સ નથી લાગતો.
રોકાણકાર સોવરિન ગોલ્ડ બોન્ડને 5 વર્ષ બાદ પણ પ્રી-મેચ્યોર રિડીમ કરાવી શકે છે. જો 5 થી 8 વર્ષની વચ્ચે બોન્ડને વેચવામાં આવે તો નફાને લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે. તેની પર ઇંડેક્સેશન બેનિફિટ બાદ 20 ટકા ટેક્સ લાગશે. ડીમેટ ફોર્મમાં હોવાથી બોન્ડનું સ્ટોક એક્સચેન્જ પર ખરીદ-વેચાણ થઇ શકે છે. તેની પર હોલ્ડિંગ પીરિયડના હિસાબે લોંગ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો