Money9: ઘણી કંપનીઓ પોતાના કર્મચારીઓને નાણાકીય વર્ષની શરૂઆતમાં CTC એટલે કે કોસ્ટ ટૂ કંપનીમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે. CTC એ અસલી સેલેરી નથી પરંતુ તેમાં ઘણીબધી ચીજો સામેલ હોય છે. જેમ કે બેઝિક પે, HRA, સ્પેશ્યલ એલાઉન્સ, વેરિએબલ પે, એમ્પ્લોયર EPF ડિસ્ટ્રીબ્યૂશન..સ્પેશ્યલ એલાઉન્સમાં સામાન્ય રીતે ફ્યુઅલ અને ટ્રાવેલ રિએમ્બર્સમેન્ટ, LTA, ફોન બિલ રિએમ્બર્સમેન્ટ જેવી ચીજો આવે છે. આ ચીજો કર્મચારીઓને સુવિધાના રૂપે મળે છે. પરંતુ તે ટેક્સ પણ બચાવે છે. આ ખર્ચાઓને આવકમાંથી ઘટાડ્યા બાદ કરની ગણતરી કરવામાં આવે છે. જેનાથી ટેક્સેબલ ઇનકમ અને તેના પર ટેક્સ ઓછો લાગે છે.
આ સુવિધાઓ પર ટેક્સ બચાવી શકાય
જો તમે નોકરી દરમિયાન ભાડેથી રહો છો તો ટેક્સ છૂટ લઇ શકો છો. HRA ક્લેમ કરવાની કંડિશન એ છે કે તમને કંપની તરફથી HRA મળતું હોય અને તમે જે ઘરમાં રહેતા હોવ તેનુ ભાડું ભરી રહ્યા હોવ. છૂટની ગણતરી ત્રણ ચીજો પર આધાર રાખે છે. 1)- HRA તરીકે મળેલી વાસ્તવિક રકમ 2)- મેટ્રો શહેરમાં બેઝિક સેલેરી +DAના 50 ટકા અને નોન-મેટ્રો શહેરોના કેસમાં બેઝિક +DAના 40 ટકા 3)- ભાડાની વાસ્તવિક રકમથી બેઝિક સેલેરી +DAના 10 ટકા ઘટાડવા પર મળતી રકમ
ત્રણેમાંથી જે ઓછી હશે તે રકમ પર ટેક્સ છૂટ મળશે.
લીવ ટ્રાવેલ એલાઉન્સ
તમારા કે પરિવારના હરવાફરવા માટે કંપની લીવ ટ્રાવેલ એલાઉન્સ આપે છે. યાત્રા માટે પ્લેન, ટ્રેન કે બસની ટિકિટ માટે જે રકમ ખર્ચવામાં આવી છે તેની પર છૂટ મળે છે. યાત્રામાં થયેલા બીજા ખર્ચા પર કોઇ છૂટ મળતી નથી. ચાર વર્ષના બ્લોકમાં બે વાર LTA ક્લેમ કરી શકાય છે. વિદેશ યાત્રા પર LTAનો લાભ નહીં મળે. LTAની મહત્તમ રકમ, યાત્રા પર થયેલો વાસ્તવિક ખર્ચ કે કંપની પાસેથી મળેલી રકમ..આ બેમાંથી જે ઓછી હશે તે રહેશે….
ઉદાહરણ તરીકે, મિસ્ટર A ને કંપની પાસેથી LTA સ્વરુપે 50 હજાર રૂપિયા મળે છે અને તમારો ખર્ચ 30,000 રૂપિયા છે તો છૂટ 30 હજાર રૂપિયા પર મળશે…
કોવિડ દરમિયાન વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે. જેનાથી ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ અને તેનો ખર્ચ વધી ગયો છે..આવકવેરા કાયદો ઇન્ટરનેટ અને ફોન બિલ જમા કરવા જેટલી રકમને ઇનકમ ટેક્સમાંથી છૂટ આપે છે જેટલા રૂપિયાના બિલ ભરવામાં આવ્યા છે કે સેલેરીમાં જે રકમ આ હેડર હેઠળ આપવામાં આવી છે, આ બન્ને રકમમાંથી જે ઓછી છે તેની પર ટેક્સ નહીં લાગે.
ફૂડ એલાઉન્સ
તમે ચા-પાણી કે ખાવા જરૂર જતા હશો. કંપની તમને કામ દરમિયાન કે પ્રી-પેઇડ ફૂડ વાઉચર કે કૂપન દ્વારા ફૂડ એલાઉન્સ આપી શકે છે. આ એલાઉન્સ હેઠળ એક સમયના ભોજન માટે 50 રૂપિયા ટેક્સ ફ્રી હોય છે. આ રીતે આવી કૂપનનો ઉપયોગ કરીને દર મહિને 2,200 રૂપિયા એટલે કે વાર્ષિક 26,400 રૂપિયાની સેલેરીને ટેક્સ ફ્રી બનાવી શકાય છે.
ટેક્સી-કેબનો ખર્ચ
જો તમે ઓફિસના કામ માટે ટેક્સી કે કેબથી આવતા-જતા હોવ તો તેને રિએમ્બર્સ કરાવીને ટેક્સ છૂટનો લાભ લઇ શકો છો. તો જો તમે તમારી કાર કે કંપનીમાંથી મળેલી કારનો ઉપયોગ કરી રહ્યા છો તો ઇંધણ તેમજ જાળવણીના ખર્ચ માટે મળતા ભથ્થાને ટેક્સ ફ્રી કરાવી શકો છો.
છાપુ પણ ટેક્સ બચાવે છે
વડિલો આપણને બાળપણમાં છાપુ વાંચવાની સલાહ આપતા હતા.. પરંતુ શું તમને ખબર છે કે છાપુ ટેક્સ પણ બચાવી શકે છે. પુસ્તકો, ન્યૂઝ પેપર અને મેગેઝિન ખરીદવા માટે કરવામાં આવેલી ચુકવણી પણ ટેક્સ ફ્રી હોય છે, પણ શરત એટલી કે તેનું ઓરિજિનલ બિલ સાથે લગાવવામાં આવ્યું હોય. બિલની રકમ કે સેલેરીમાં આ હેડરમાં નિર્ધારિત રકમમાંથી જે ઓછી હશે તે ટેક્સના વ્યાપની બહાર રહેશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો