Money9: આજે સવારે છાપુ વાંચીને રાહુલના પગ નીચેથી જાણે કે જમીન જ ખસી ગઇ. સમાચાર એ હતા કે જે લોકો ભાડાની નકલી રસીદ લગાવીને એચઆરએ ક્લેમ કરે છે. ઇનકમ ટેક્સ વિભાગ તેમને નોટિસ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. રાહુલ તો ઇનકમ ટેક્સ રિટર્ન ભર્યા બાદ રિફંડની રાહ જોઇ રહ્યા હતા પરંતુ આ શું થઇ ગયું..રિફંડ તો દૂર ટેક્સની નોટિસના સમાચાર આવી ગયા. રાહુલ છેલ્લા ઘણાં વર્ષોથી પોતાના પિતાજીના નામે ભાડાની રસીદ બનાવીને એચઆરએ ટેક્સ ક્લેમ કરી રહ્યો હતો. હવે સૌથી પહેલા એ સમજી લો કે રાહુલ કે તેમના જેવા લોકો આવુ શું કામ કરે છે? હકીકતમાં નોકરિયાત લોકોની સેલેરીમાં એક હિસ્સો HRAનો હોય છે. આ બેઝિક સેલેરીના મહત્તમ 40 ટકા સુધી હોઇ શકે છે. ભાડાની રસીદ બતાવી દો તો HRA ટેક્સેબલ ઇનકમ એટલે કે કર યોગ્ય આવકમાં નથી ગણાતું. અને ટેક્સ બચી જાય છે. ઉદાહરણથી સમજવું છે તો આ રીતે સમજો કે રાહુલ 8500 રૂપિયા મહિના એટલે કે વાર્ષિક 1,02,000 રૂપિયા ભાડુ બતાવી દેતો હતો. ભાડાની આ રકમ પર તે HRA ક્લેમ કરતો હતો. જો તે આમ ન કરે તો 30 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવવા પર 30,600 રૂપિયાનો ટેક્સ આપવો પડત.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સેલેરીડ લોકોને નોટિસ મોકલી છે. આ નોટિસ માતા-પિતા, ભાઇ-બહેન જેવા નજીકના સંબંધીઓના નામે ભાડાની નકલી રસીદ બનાવીને ડિડક્શન ક્લેમ કરનારા અને હોમ લોનના વ્યાજ પર ડબલ ડિડક્શન લેનારાને ઇશ્યૂ કરવામાં આવી છે. એક્ઝેમ્પ્શન ક્લેમ કરનારાને પુરાવા તરીકે દસ્તાવેજ આપવા માટે કહેવામાં આવ્યું છે.
ઇનકમ ટેક્સ કાયદાની સેક્શન 10 (13A) હેઠળ નોકરિયાત વ્યક્તિ હાઉસ રેન્ટ એલાઉન્સ પર ટેક્સ છૂટ લઇ શકે છે. આના માટે જરૂરી છે કે વ્યક્તિ જે મકાનમાં રહેતો હોય તેનું ભાડું ભરી રહ્યો હોય અને કંપની તરફથી તેને HRA પણ મળતું હોય.
કેવા ગોટાળા કરે છે લોકો?
ટેક્સ એક્સપર્ટ કહે છે કે જેમની પાસે પોતાનું ઘર છે અને તેમાં તે રહે છે તેવા લોકો પણ કંપનીને રેન્ટની નકલી રસીદ આપીને HRA ક્લેમ કરી લે છે. આ ઉપરાંત, વર્ષમાં 1 લાખથી વધુ ભાડું આપવા પર મકાન માલિકનો પાન નંબર આપવાનો હોય છે. આવા કેસોમાં લોકો એવો પરિચિત વ્યક્તિ શોધે છે જે ITR ન ભરતો હોય અને તેનો પાન નંબર લગાવી દે છે. નકલી દસ્તાવેજના સહારે ટેક્સ બચાવવાના આ ખેલ પર હવે ગાળિયો મજબૂત કરાઇ રહ્યો છે.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ ચોરી પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા માઇનિંગનો ઉપયોગ કરી રહ્યું છે. જુદાજુદા સોર્સ પાસેથી ભેગા કરેલા ડેટાને ITRમાં આપવામાં આવેલી ડિટેલ્સ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં જો કોઇ વ્યક્તિએ ટેક્સ છૂટ માટે ભાડાની રસીદ લગાવી છે કે મકાન માલિકનો પાન નંબર આપ્યો છે પરંતુ મકાન માલિકે પોતાના રિટર્નમાં ભાડાથી થતી આવકને નથી દર્શાવી તો આ કેસ તરત પકડાઇ જશે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડી જશે કે ભાડવાતે HRA ક્લેમ કરવા માટે નકલી દસ્તાવેજ કે પછી મકાન માલિકે આ રિટર્નને કમાણીમાં નથી દર્શાવી. પહેલા આવા કેસોને પકડવામાં સમય લાગતો હતો. કારણ કે ત્યારે આટલું મેન્યુઅલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. હવે AIના આવવાથી ઓટોમેટિક ડેટા પ્રોસેસિંગ થઇ રહ્યું છે.
નકલી HRA ઉપરાંત, હોમ લોનના વ્યાજ પર ડબલ ડિડક્શનને લઇને પણ નોટિસ મોકલવામાં આવી છે. આવકવેરા વિભાગે જોયું કે ઘણાં લોકો સેક્શન 24 હેઠળ હોમ લોનના વ્યાજ પર વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરે છે. તો મકાન વેચવા પર આ ઇન્ટરેસ્ટ કોસ્ટને કોસ્ટ ઓફ પર્ચેઝમાં દર્શાવીને ચેપ્ટર 6 A હેઠલ ડિડક્શન લે છે. જેનાથી પ્રોપર્ટીની કિંમત વધી જાય છે અને કેપિટલ ગેઇન ઘટી જાય છે. આ રીતે હોમ લોનના વ્યાજ પર બે વાર ડિડક્શન લેવામાં આવી રહ્યું છે. બજેટ 2023માં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સેક્શન 24 હેઠળ જો ડિડક્શન ક્લેમ કરવામાં આવ્યું છે તો તેને કોસ્ટ ઓફ પર્ચેઝનો હિસ્સો નહીં માનવામાં આવે.
નકલી HRA ક્લેમ અને હોમ લોન પર ડબલ ડિડક્શન ઉપરાંત દાનની નકલી રસીદના સહારે ટેક્સ ચોરી પર પણ ઇનકમ ટેક્સની નજર છે. આવુ કરનારાને ટેક્સ વિભાગે હાલમાં જ નોટિસ મોકલી હતી.
ઇનકમ ટેક્સ એક્ટની સેક્શન 133(6) હેઠળ ઇનકમ ટેક્સ અધિકારી કોઇ લેવડદેવડ અંગે માહિતી માંગી શકે છે. અધિકારીને જો ગોટાળો દેખાશે તો તમને ટેક્સ ભરવા માટે કહી શકે છે. ટેક્સ ચોરીની શંકા પડશે તો કેસ અને સજા પણ થઇ શકે છે. એટલું જ નહીં નોકરી પણ જઇ શકે છે કારણ કે ઘણી કંપનીઓ કેસને ગંભીરતાથી લેતી હોય છે. માતા-પિતાને ભાડું આપવા પર તમે HRA ક્લેમ કરી શકો છો. પરંતુ તમારી પાસે ભાડાના પાક્કા પુરાવા હોવા જોઇએ. જો તમે ખોટી રસીદ કે બિલના સહારે ટેક્સ બચાવી રહ્યા છો તો સાવધાન થઇ જજો નહીંતર હવે પછીનો નંબર તમારો હોઇ શકે છે. કેશમાં ભાડાની લેવડ-દેવડને ટ્રેક કરવા માટે સરકારે હજુ વધારે પગલા ભરવાની જરૂર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો