MONEY9 GUJARATI: સુરેશ તેણે ઇન્કમ ટેક્સ રિટર્નમાં કરેલી ભૂલથી ચિંતિત છે. હકીકતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ખોટી રસીદોનો ઉપયોગ કરીને કરચોરી કરનારાઓને નોટિસ મોકલી રહ્યું છે. કરદાતાને વિવિધ કારણોસર નોટિસ મળી શકે છે. સૌથી મુખ્ય કારણ તે હોઇ શકે કે તમે કોઇ આવક છૂપાવી હોય. બીજું કારણ, તમે રિટર્ન ફાઇલ કરવામાં કોઇ ભૂલ કરી હોય. જો તમે રિટર્નમાં વાસ્તવિક કરતાં ઓછી આવક દર્શાવી હોય તો તમને નોટિસ મળી શકે છે. તો ઇન્કમ ટેક્સ રિટર્નમાં આવક છુપાવવા પર કેટલી પેનલ્ટી લાગી શકે છે તે આવો જોઇએ.
નોકરિયાત વ્યક્તિ હાઉસ રેન્ટ એલાઉન્સ અને લીવ ટ્રાવેલ એલાઉન્સ જેવા એગ્ઝેમ્શન ક્લેમ કરીને તેમજ સેક્શન 80-સી, 80-ડી અને અન્ય સેક્શન હેઠળ ક્લેમ કરીને ટેક્સ ડિડક્શન લઇ શકે છે. તમારે HRA ક્લેમ કરવા માટે જરૂરી છે કે તમે ભાડાના મકાનમાં રહેતા હો, ભાડુ ચુકવતા હો અને તે ઘર માટે કંપની પાસેથી HRA મેળવતા હો.
ઘણા લોકોને પોતાનું ઘર હોય છે અને તેમાં જ રહેતા હોય છે તો પણ કંપનીને ખોટી રસીદો આપે છે અને HRA ક્લેમ કરે છે. જો તમે એક વર્ષમાં એક લાખથી વધુ ભાડું ભરો છો તો તમારે મકાનમાલિકનું PAN આપવો જરૂરી છે. આવા કિસ્સામાં લોકો એવા કોઇ પરિચિત વ્યક્તિને શોધે છે જેની પાસે PAN હોય પરંતુ તે ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતો હોય. PANની આવશ્યકતા ટાળવા માટે કેટલાક લોકો ભાડું એક લાખથી ઓછું બતાવે છે.
કેટલાક લોકો HRA અને હોમ લોન ડિડક્શન બંને ક્લેમ કરે છે. તેના પર કોઇ પ્રતિબંધ નથી પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે. જો તમે એક શહેરમાં મકાન ખરીદ્યું હોય અને તમે બીજા શહેરમાં નોકરી કરતા હો તો તમે HRA અને હોમ લોન ડિડક્શન બંને એક સાથે ક્લેમ કરી શકો છો. જોકે, આ ટેક્સ બેનિફિટ ક્લેમ કરવા માટેનું કારણ genuine હોવું જોઇએ કારણકે જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને શંકા જાય તો તે તમારા ભાડાના ઘરની તપાસ પણ કરી શકે છે. એટલું જ નહીં કેટલાક લોકો ટેક્સ બચાવવા માટે ડોનેશનની ખોટી રસીદો પણ સબમિટ કરે છે.
કોઇ પણ સ્વરૂપે વધારાની આવક એટલે કે એક્સ્ટ્રા ઇન્કમને ટેક્સ રિટર્નમાં બતાવવી જરૂરી છે. જો તમે વધારાની કોઇ પણ આવક બતાવતા નથી તો ટેક્સ સ્ક્રૂટિનીની શક્યતાઓ વધી જાય છે. તેમાં પણ જો તમે બેન્કિંગ ચેનલથી પેમેન્ટ મેળવ્યું હોય કે તમારા પેમેન્ટ પર TDS કપાયું હોય તેવા કિસ્સામાં તો ખાસ.
ટેક્સ એગ્ઝેમ્પ્શન મેળવવા માટે ખોટા દસ્તાવેજોનો સહારો લેવો કોઇ પણ પરિસ્થિતિમાં ડાહ્યો નિર્ણય નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા માઇનિંગનો ઉપયોગ કરી રહ્યું છે અને તમારા રેકોર્ડ્સનું 360 ડીગ્રી વેરિફિકેશન કરી રહ્યું છે.
કેટલીક વખત ટેક્સ પેયર ટેક્સ લાયબિલિટી ઘટાડવા માટે ઓછી આવક બતાવે છે અથવા આવકની ખોટી માહિતી આપે છે, આને misreporting income કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં સેક્શન 270A હેઠળ પેનલ્ટી લાગી શકે છે. ઘટાડીને બતાવેલી આવક પર લાગતા ટેક્સની 50 ટકા પેનલ્ટી લાગી શકે છે. ઇન્કમ મિસરિપોર્ટિંગના કિસ્સામાં 200 ટકા સુધી પેનલ્ટી લાગી શકે છે.
જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કોઇ ભૂલ કરી છે અથવા તમે કોઇક આવક બતાવવાનું ભૂલી ગયા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા રિટર્નને રિવાઇઝ કરી શકો છો. જો કોઇ વધારાની આવક પર તમારી કોઇ કર જવાબદારી બને છે તો બાકીનો ટેક્સ ચુકવીને તમે નોટિસથી બચી શકો છો. અગાઉના બે વર્ષમાં રિટર્નમાં જો કોઇ ભૂલ છે તો તમે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકો છો. ઇન્કમ ટેક્સની નોટિસની ક્યારેય અવગણના કરશો નહીં, તેના બદલે તમે તેનો યોગ્ય જવાબ આપો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો