MONEY9 GUJARATI: આવકવેરા વિભાગના નવા નિયમોથી ચેરિટેબલ ટ્રસ્ટોની મુશ્કેલીઓ વધી છે. નવા નિયમ હેઠળ, ચેરિટેબલ ટ્રસ્ટો માટે ટેક્સ છૂટની સુવિધા જાળવી રાખવા માટે સપ્ટેમ્બર અંત સુધીમાં તમામ ટ્રસ્ટીઓના સંબંધીઓની માહિતી અને તેમના દ્વારા ટ્રસ્ટમાં ફાળો આપેલા નાણાંનો રેકોર્ડ ઓનલાઈન અપલોડ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જો ટ્રસ્ટને વિદેશમાંથી દાન મળ્યું હોય,, તો તેનો રેકોર્ડ પણ ઓનલાઈન આપવાનો રહેશે. જો આમ ન થાય તો ચેરિટેબલ ટ્રસ્ટ સામે કાર્યવાહી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દેશમાં એવા લાખો ટ્રસ્ટ છે જે ખૂબ ઓછા સંસાધનો સાથે કામ કરી રહ્યા છે અને તેમને આવો ડેટા ઓનલાઈન આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોટા ટ્રસ્ટ નિયમોનું પાલન કરવામાં સક્ષમ
નોંધનીય છે કે મોટા ટ્રસ્ટ અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો પાસે નિયમોનું પાલન કરવાના માધ્યમો છે. તો બીજી તરફ સ્વયંસેવકો અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતા મોટાભાગના ટ્રસ્ટ આ વર્ષે લાગુ કરાયેલા આવકવેરાના નિયમોથી પરેશાન છે.
CA ફર્મ CNK એન્ડ એસોસિએટ્સના પાર્ટનર ગૌતમ નાયકના જણાવ્યા અનુસાર, ચેરિટેબલ ટ્રસ્ટ્સ માટેનો નવો વિગતવાર ઓડિટ રિપોર્ટ ખૂબ જ જટિલ અને બોજારૂપ છે. મોટા ભાગના ટ્રસ્ટો માટે તેમના મર્યાદિત સંસાધનોને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી વિગતો પ્રદાન કરવી અશક્ય નહીં તો મુશ્કેલ ચોક્કસ છે.. તેમણે કહ્યું કે ટેક્સ ઓડિટ રિપોર્ટમાં કેટલીક બાબતો વ્યવસાયો માટે વધુ બોજારૂપ છે અને એક નાની ભૂલથી પણ ટ્રસ્ટ્સને છૂટ ગુમાવવાનું નુકસાન થઈ શકે છે.
ઓડિટ અને ટેક્સ પ્રોફેશનલ્સની જાણીતી સંસ્થાઓ જેમ કે ધ ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટીએ નાણાં મંત્રાલયને નવા રિપોર્ટિંગ ફોર્મ્સ (10B, 10BB)ને એક વર્ષ માટે મુલતવી રાખવા વિનંતી કરી છે, જેમાં વધારાની માહિતી શેર કરવાની હોય છે. છે. સચોટ અહેવાલો પ્રદાન કરવામાં નિષ્ફળ થાય તો તે ઓડિટર તેમજ તેના ગ્રાહકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.
Published September 15, 2023, 19:31 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો