Money9 Gujarati:
Income Tax Returns: આવક વેરા વિભાગે (Income Tax Department) શુક્રવારે છે કે, એસેસમેન્ટ વર્ષ (Assesment Year) 2023-24 માટે ડિસેમ્બર 2023ના અંત સુધીમાં 8 કરોડથી પણ વધારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ થયા છે. ઉલ્લેખનીય છે કે, એસેસમેન્ટ યર 2022-23 માટે કુલ 7,51,60,817 IT રિટર્ન ફાઈલ થયા હતા.
“8 કરોડનો આંકડો પાર કરવામાં મદદ કરવા બદલ આવક-વેરા વિભાગ તમામ કરદાતાઓ અને કર વ્યાવસાયિકોનો આભાર વ્યક્ત કરે છે,” એમ આવક વેરા વિભાગે X (અગાઉ Twitter તરીકે ઓળખાતા) પર એક પોસ્ટમાં જણાવ્યું છે. આવક વેરા વિભાગે 31 ઑક્ટોબરે જણાવ્યું હતું કે, વિક્રમજનક 7.85 કરોડથી પણ વધુ ITR ફાઇલ થયા છે.
↗️Unique landmark for the Income-tax Department!
↗️Over 8 crore ITRs filed for the AY 2023-24 till date.
↗️This milestone has been reached for the first time.
↗️The total filing for AY 2022-23 was 7,51,60,817.
Income-tax Department expresses its gratitude to all the… pic.twitter.com/kufWymunuK
— Income Tax India (@IncomeTaxIndia) December 29, 2023
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “AY 2023-24 માટે 31મી ઑક્ટોબર, 2023 સુધી ફાઇલ થયેલા કુલ ITRની સંખ્યા 7.65 કરોડ કરતાં વધુ છે, જે AY 2022-23 માટે 7 નવેમ્બર, 2022 (તે વર્ષે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ) સુધીમાં ફાઇલ થયેલા 6.85 કરોડ ITR કરતાં 11.7 ટકા વધારે છે.”
વર્ષ 2022-23માં તમે કરેલી આવક માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 હતી. જો તમે આ તારીખ ચૂકી ગયા હોવ તો, 31 ડિસેમ્બર 2023 સુધી પણ રિટર્ન ફાઈલ કરી શકો છો, પરંતુ તેના માટે દંડ ભરવો પડે છે.
2022-23 દરમિયાન કુલ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.63 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે જેમાંથી ઇન્કમ ટેક્સ કલેક્શન 8.08 લાખ કરોડ રૂપિયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો