MONEY9 GUJARATI: શું તમે નાણાકીય વર્ષની વચ્ચે જ નોકરી બદલી છે ? અને તમને મળ્યા છે બે ફૉર્મ-16? તો તમે જો કેટલીક બાબતોનું નહીં રાખો ધ્યાન તો મુકાઈ શકો છો મુશ્કેલીમાં. એટલે કે આપણું ફાયનાન્સિયલ યર એપ્રિલથી માર્ચનું હોય છે. માની લો કે તમે ફાયનાન્સિયલ યર 2022-23માં એપ્રિલથી માર્ચ વચ્ચે નોકરી બદલી.. એટલે કે 6 મહિના એક કંપનીમાં કામ કર્યું અને બાકીના 6 મહિના બીજી કંપનીમાં. તો આવામાં તમને બંને કંપની તરફથી ફૉર્મ-16 મળશે. નોકરી બદલવા અને બે કે તેથી વધુ ફૉમ-16 હોય તો ઈન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ભરવું? આવો એ સમજીએ…
ઈન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ભરવા માટે જે દસ્તાવેજોની સૌથી વધુ જરૂર પડે છે તેમાંથી એક છે ફૉર્મ-16. ફૉર્મ-16 એક પ્રકારનું ટેક્સ એટલેકે TDS સર્ટિફીકેટ છે. જે એમ્પલૉયર એટલે કે કંપની પોતાના કર્મચારીને આપે છે. જેમાં ફાયનાન્સિયલ યર દરમિયાન સેલેરીથી ઈનકમ, એગ્ઝમ્શન એટલે કે છૂટ અને ડિડક્શન એટલે કે કપાત અને સેલેરીથી કપાયેલા TDSની જાણકારી હોય છે.
જો તમે નાણાકીય વર્ષની વચ્ચે જ નોકરી બદલો છો તો તમારે સૌથી પહેલા નવા એમ્પલૉયરને ફૉર્મ-12B આપવું જોઈએ. ફૉર્મ-12Bમાં જૂની કંપનીથી મળેલી સેલેરી, HRA જેવા એગ્ઝમ્શન અને 80C, 80D જેવા ડિડક્શનની જાણકારી હોય છે. જેમાં TDSનો પણ ઉલ્લેખ હોય છે. નવી કંપની આખા વર્ષના ટેક્સ કપાતને કેલ્ક્યુલેટ કરતી વખતે તેનો ઉપયોગ કરશે અને કમ્બાઈન્ડ ફૉર્મ-16 જાહેર કરશે.
માની લો કે તમે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન નોકરી બદલી છે તો તમને નવી અને જૂની બંને કંપની તરફથી ફૉર્મ-16 મળશે. આવામાં રીટર્ન ભરતી વખતે બંને ફોર્મ-16માં ગ્રૉસ સેલેરીમાં જે રકમ દેખાય છે તેને જોડી દેવાની છે. આ તમારી એક્ચુઅલ ગ્રૉસ સેલેરી થઈ જશે. આ જ રીતે બંને ફૉર્મ-16ના હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA), LTA જેવા એગ્ઝમ્શનની રકમ જોડવી પડશે જેથી છૂટની કુલ રકમની જાણ થઈ શકે. ગ્રૉસ સેલેરીની રકમમાંથી અલાઉન્સ ઘટાડવાથી ‘ઈનકમ ચાર્જેબલ અંડર સેલેરી હેડ’ આવી જશે.
સેલેરી ઉપરાંત જો બચત ખાતું કે પછી FDના વ્યાજથી આવક કે પછી અન્ય કોઈ આવક હોય તો તેને તમારે ‘ઈનકમ ફ્રોમ અધર સોર્સ’માં બતાવવાની હોય છે. જે પછી તમારી ગ્રૉસ ટોટલ ઈનકમ આવી જશે. હવે આગળનું પગલું 80C, 80D જેવા ડિડક્શન ક્લેમ કરવાનું છે. ડિડક્શન ઘટાડ્યા પછી જે રકમ બચશે તે ‘નેટ ટેક્સેબલ ઈનકમ’ હશે. બની શકે છે કે બંને કંપનીઓએ ફૉર્મ-16માં સરખા જ ડિડક્શન લીધા હોય, પરંતુ આવકવેરા કાયદા અંતર્ગત તમે ઈનકમ પર એક જ વાર ડિડક્શન લઈ શકો છો. સ્ટેન્ડર્ડ ડિડક્શનની બાબતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે.
ટેક્સેબલ ઈનકમ કેલક્યુલેટ થયા પછી ટેક્સ કપાતનો આંકડો જાણવા મળે છે. બંને ફૉર્મ-16માં જો કોઈ TDS કપાયો છે તો તેને પણ રિટર્નમાં બતાવો. જે બાદ કેટલો ટેક્સ થાય છે, તમને ખબર પડી જશે અને તે તમારે ભરવો પડશે. જો તમારો TDS વધુ કપાયો છે, પરંતુ તમારો ટેક્સ કપાતનો આંકડો ઓછો છે તો રિફંડ મળી જશે. ફૉર્મ-16માં કપાયેલા TDSની સરખામણી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ ફૉર્મ-16AS અને એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સાથે ખાસ કરો. TDS કપાતની રકમ સરખી હોવી જોઈએ.
ઘણીવાર તમારી પાસે નવી કંપની પાસેથી મળેલા ફૉર્મ-16 તો હોય છે, પરંતુ જૂની કંપનીનું ફૉર્મ-16 નથી હોતું. આવામાં તમે ઈચ્છો તો જૂની કંપની પાસેથી ફૉર્મ-16 માંગી શકો છો. કે પછી આવી સ્થિતિમાં તમારે જૂની કંપનીની સેલેરી સ્લિપની જરૂર પડશે. મંથલી સેલેરી અને એગ્ઝમ્શનને જોડી સેલેરીની ઈનકમ જાણી શકાય છે. આ ઉપરાંત ફૉર્મ-26ASમાં તમને બંને કંપનીઓ તરફથી કપાયેલા TDSની જાણકારી મળી જશે. 80C જેવા ડિડક્શન ક્લેમ કરીને નેટ ટેક્સેબલ ઈનકમની માહિતી મેળવી શકાય છે.
ઘણા લોકો ભૂલ એ કરે છે કે રિટર્ન ભરતી વખતે વર્તમાન એટલે કે નવી કંપની તરફથી જે ફૉર્મ-16 મળ્યું હોય તેના આધારે રિટર્નમાં ઈનકમ બતાવી દે છે. જેના લીધા થોડા સમય પછી તમારી પાસે ડિફેક્ટિવ રિટર્નની નોટિસ આવી જાય છે. આ નોટિસ એટલે આવે છે કેમ કે તમે બે કંપનીમાં કામ કર્યું છે, પરંતુ ઈનકમ એકની જ બતાવી છે. જેના કારણે ઈનકમમાં મિસમેચ જોવા મળે છે.
આવકવેરા રિટર્ન ભરવાનો સમય થઈ ગયો છે. કંપની પાસેથી લોકોને ફૉર્મ-16 મળવા લાગ્યા છે. રિટર્ન ફાઈલિંગમાં મુશ્કેલી ના આવે તે માટે નોકરી છોડતાની સાથે જ કંપની પાસેથી ફૉર્મ-16 માગી લો અને તેને નવી કંપનીમાં આપી દો. જો તમારી પાસે જૂની કંપનીનું ફૉર્મ-16 નથી તો કંપનીના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી માગો. 15 જૂન સુધી મોટાભાગની કંપનીઓ કર્મચારીઓને ફૉર્મ-16 આપી દે છે. રિટર્ન ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો ટેક્સ કન્સલ્ટન્ટ કે પછી CAની મદદ લઈ શકો છો. જો તમે ઓલ્ડ રિજિમ પસંદ કરેલી છે તો જ તમે એગ્ઝેમ્શન કે ડિડક્શનનો લાભ લઈ શકો છો. યાદ રાખો કે નાણાકીય વર્ષ 2022-23 માટે રિટર્ન ફાઈલિંગની લાસ્ટ ડેટ 31 જુલાઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો