Money9: રાકેશ ખુશ છે અને કેમ ન હોય. કારણ કે તેને દિવાળી પર બોનસ મળ્યું છે. બોનસ મળવાથી રાકેશને થયું કે તહેવારમાં જે ખર્ચા થયા છે તેમાંથી તેને રાહત મળી જશે. રાકેશની જેમ કદાચ તમને પણ દિવાળી પર બોનસ મળ્યું હશે. ખુશી મનાવો પરંતુ જરા સંભાળીને. પંરતુ શું તમે જાણો છો કે દિવાળી પર કંપની એટલે કે એમ્પ્લોયર પાસેથી મળેલી ગિફ્ટ કે બોનસ હંમેશા ટેક્સ ફ્રી નથી હોતું. કંપની પાસેથી મળેલી દિવાળી ગિફ્ટ કે બોનસ પર ક્યારે અને કેવી રીતે ટેક્સ લાગે છે..આવો જાણીએ.
મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને દિવાળી બોનસ આપે છે. સામાન્ય રીતે આ બોનસ કેશ કે સીધા બેંક એકાઉન્ટમાં નાંખવામાં આવે છે. કેટલીક કંપનીઓ કાઇન્ડ એટલે કે વસ્તુ કે સામાન તરીકે દિવાળી બોનસ આપે છે. દિવાળી બોનસને કેવી રીતે ખર્ચ કરવાનું છે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે નક્કી કરવાનું કામ કર્મચારીનું છે. એટલે તેની પર ટેક્સ ક્યારે લાગશે તે પણ તમને ખબર હોવી જોઇએ.
આવકવેરા કાયદાની જોગવાઇઓ અનુસાર, કોઇ કર્મચારીને કંપની પાસેથી કેશ કે પછી એકાઉન્ટમાં પૈસા મળે છે તો તેને Income From Salary એટલે કે પગારમાંથી થયેલી કમાણી માનવામાં આવશે. બોનસની રકમ કર્મચારીના પગારમાં સામેલ કરવામાં આવશે… કર્મચારીની આવક જે ટેક્સ સ્લેબમાં આવશે તે મુજબ ટેક્સ ભરવાનો રહેશે… ઉદાહરણ તરીકે, જો તમારી આવક 20 ટકાના સ્લેબમાં આવે છે, તો તમારે બોનસની રકમ પર 20 ટકા ટેક્સ પણ ભરવો પડશે.
ઘણા કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે પૈસાને બદલે વાઉચર, કૂપન, ગિફ્ટ હેમ્પર અથવા ટોકન્સ મળે છે… આવકવેરા કાયદાના નિયમ 3(7)(4) હેઠળ, જો કોઈ કર્મચારીને દિવાળીની ભેટ તરીકે વાઉચર કે કૂપન મળે છે અને તેની કિંમત જો રૂ. 5000 કે તેથી વધુ હોય, તો આવી ગિફ્ટની રકમ પર ટેક્સ લાગશે. ગિફ્ટની કિંમત રૂ. 5000 કરતાં વધી જાય, તો તે તમારા પગારનો એક ભાગ ગણાશે અને ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવો પડશે. સ્લેબ..કંપની તરફથી મળેલી ગિફ્ટની રકમ 5000 રૂપિયાથી ઓછી હશે તો કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડે.
નોંધનીય બાબત એ છે કે રૂ. 5,000 ની આ મર્યાદા માત્ર દિવાળી માટે જ નહીં પરંતુ સમગ્ર નાણાકીય વર્ષ માટે છે… તેથી, દિવાળી ગિફ્ટ ત્યારે જ ટેક્સ ફ્રી રહેશે જ્યારે એક વર્ષમાં કંપની પાસેથી મળેલી તમામ ગિફ્ટની કિંમત 5,000 રૂપિયાથી ઓછી હશે. ગિફ્ટની કિંમતમાંથી 5,000 રૂપિયા બાદ કર્યા બોનસ કે ગિફ્ટની જે રકમ વધી છે તેની પર ટેક્સ લાગશે.
ઘણા કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર, બાઇક, સોનાનો સિક્કો કે મોંઘા ગેજેટ્સ ફ્રી મળે છે..આ સ્થિતિમાં પણ રૂ. 5000ની મર્યાદા લાગુ પડશે. ગિફ્ટની માર્કેટ વેલ્યૂ જાણ્યા બાદ તેમાંથી રૂ. 5000 બાદ કર્યા પછી બાકી રહેલી રકમ પર તમારે ટેક્સ ચૂકવવો પડશે.
જ્યારે બોનસ રોકડ અથવા ખાતામાં મળે છે, ત્યારે કંપની TDS એટલે કે ટેક્સ કાપે છે… જો કંપની ટેક્સ નથી કાપતી અથવા ગિફ્ટ તરીકે કોઈ મોંઘી વસ્તુ મળે છે, તો તેની કિંમત તમારે તમારા ઈન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવવી પડશે.
જો, રાકેશની જેમ, તમને પણ દિવાળી બોનસ મળ્યું છે તો ધ્યાનમાં રાખો કે આવી ગિફ્ટ હંમેશા ટેક્સ ફ્રી નથી હોતી. હા, જો તમને તમારા નજીકના સંબંધી, જેનો ઉલ્લેખ ઇનકમ ટેક્સ એક્ટમાં ‘રિલેટિવ’ તરીકે થયો છે. જેમ કે માતા-પિતા, દાદા દાદી, પતિ અથવા પત્ની, સાસુ, સસરા જેવા નજીકના સંબંધીઓ તરફથી દિવાળી પર કોઈ ગિફ્ટ મળે છે તો તેની પર કોઈ ટેક્સ નથી લાગતો પછી તેની કિંમત ગમેતેટલી કોમ ન હોય..આ સંબંધીઓ સિવાય, જો તમને કોઈ અન્ય વ્યક્તિ પાસેથી ગિફ્ટ મળે છે તો એક નાણાકીય વર્ષમાં ફક્ત 50,000 રૂપિયા સુધીની ગિફ્ટ જ ટેક્સ ફ્રી રહેશે જો ગિફ્ટની રકમ 50,000 રૂપિયાથી ઉપર જશે તો ગિફ્ટની પૂરી રકમ પર ટેક્સ લાગશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો