MONE9 GUJARATI: સુરતમાં GSTની સ્પેશિયલ ડ્રાઈવમાં 2 જ દિવસમાં 5 કરોડનું ટર્નઓવર કરનાર પેઢીઓ મળી આવતા ખળભળાટ મચ્યો છે. નંબર મળ્યાના 3 દિવસમાં જ આ શંકાસ્પદ પેઢીઓમાં 5 કરોડનું ટર્નઓવર થયુ છે. GST વિભાગે આવી શંકાસ્પદ પેઢીઓ શોધવા કવાયત હાથ ધરી છે. સ્પેશિયલ ડ્રાઈવમાં GST વિભાગ ડેટા, રિસ્ક ફેક્ટર અને કોમોડિટી સહિતના પાસાઓ ચકાસશે. આ સાથે 16 મેથી સમગ્ર દેશમાં કૌભાંડો સામે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. દેશભરમાં 12 લાખ જેટલી શંકાસ્પદ પેઢીઓની યાદી તૈયાર કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે બોગસ બિલિંગમાં સુરત અને ભાવનગર એપી સેન્ટર બન્યું છે. GST કૌભાંડમાં અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ થઇ છે અને 1 લાખ કરોડથી વધુના બોગસ ટ્રાન્જેક્શનો પણ મળી આવ્યા છે. GST બાદ પોલીસ પણ બોગસ બિલિંગ કરનારાઓને પકડી રહી છે.
Published - May 10, 2023, 02:36 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો