MONEY9 GUJARATI: ઈનકમ ટેક્સ રિફંડના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. આ છેતરપિંડી કેવી રીતે થઈ રહી છે? તમે આ છેતરપિંડીથી કેવી રીતે બચી શકો છો? સાથે જ ઈનકમ ટેક્સ રિફંડ સાથે જોડાયેલી સાચી માહિતી તમે કેવી રીતે મેળવી શકો છો? આ તમામ સવાલોના જવાબ અમે આપીશું..
જો તમને ઈનકમ ટેક્સ રિફંડના નામે કોઈ ઈમેલ અથવા એસએમએસ મળે તો તરત જ એલર્ટ થઈ જાઓ. સાયબર ઠગ બલ્કમાં લોકોને આવા નકલી મેસેજ અથવા ઈમેલ મોકલી રહ્યા છે જેમાં એક લિંક આપવામાં આવે છે. આ મેસેજ અથવા ઈમેલમાં કહેવામાં આવે છે કે આ લિંક ઈન્કમ ટેક્સ વિભાગની છે… તેના પર ક્લિક કરો અને ITR રિફંડ મેળવવા માટે તમારા બેંક એકાઉન્ટની ડિટેઈલ્સ વેરિફાઈ કરો.
જ્યારે તમે લિંક પર ક્લિક કરો છો, ત્યારે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પેજ જેવું જ એક પેજ ખુલે છે. આ પેજ પર તમને ઈનકમ ટેક્સ રિફંડનો દાવો કરવા માટે પર્સનલ ડિટેલ્સ દાખલ કરવાનું કહેવામાં આવશે. પર્સનલ ડિટેઈલ્સ જેવી કે તમારું પૂરું નામ, પાન કાર્ડ ડિટેઈલ્સ, આધાર નંબર, બેંક એકાઉન્ટ ડિટેઈલ્સ, ATM કાર્ડ CVV વગેરે. ડિટેઈલ્સ દાખલ કર્યા પછી, વેબપેજ તમને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે કહે છે. ઇન્સ્ટોલેશન પછી, એપ ડિવાઈસ એડમિનિસ્ટ્રેશન રાઈટ્સ અને બીજા એક્સેસ માટે પરમિશન માગે છે.. તમે જેવી પરમિશન આપશો કે થોડી જ મિનિટમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે..
જો તમારી પાસે કોઈ ઈમેલ આવે છે અથવા એસએમએસ દ્વારા તમારી પાસે કોઈ લિંક આવે છે તો તેને ઈનકમ ટેક્સ વિભાગને ફૉરવર્ડ કરો. તમે ઈનકમ ટેક્સ વિભાગને webmanager@incometax.gov.in પર ઈમેલ મોકલો. આ મેલમાં લિંક ફૉરવર્ડ કરી શકો છો. સાથે જ CERT-Inમાં પણ ફરિયાદ કરી શકો છો. CERT-In સાયબર સિક્યુરિટી સાથે જોડાયેલી ઘટનાઓનો નિવેડો લાવનારી નેશનલ નોડલ એજન્સી છે. લિંક incident@cert-in.org.in આઈડીને પણ ઈમેલ દ્વારા ફૉરવર્ડ કરી દો. આ ઉપરાંત Dial 1930 પર કૉલ કરી અથવા cybercrime.gov.in પર ઈમેલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.
જો તમારે તમારા income tax refund વિશે જાણકારી મેળવવી છે તો તમે માત્ર ઈનકમ ટેક્સ વિભાગની અધિકારિક વેબસાઈટ www.incometax.gov.in પર જાવ. ત્યાર પછી Know Your Refund Status પર ક્લિક કરો. જેમાં તમે PAN, Assessment year અને mobile number દાખલ કરો. આપવામાં આવેલા captcha ને લખો, પછી Submit અથવા status check પર ક્લિક કરો. ત્યાર બાદ તમને રિફંડનું સ્ટેટસ જોવા મળી જશે..
જો કે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને બેંક સતત ગ્રાહકોને આવા સાયબર ફ્રૉડ વિશે ચેતવણીઓ મોકલતું રહે છે, તેમ છતાં, ટેક્સપેયર આવા સ્કેમના શિકાર બની રહ્યા છે. એટલા માટે તમે ITR ફાઈલ કરી દીધું છે અને રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો તમારી પાસે જે પણ માહીતી આવશે, તે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઑફિશિયલ વેબસાઈટ દ્વારા જ આવશે. એક વાત સમજી લો કે રિફંડ માટે તમારે બેંકની વિગતો અલગથી દાખલ કરવાની કે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. તેથી જ જાગતા રહો અને આવા ઠગબાજોથી બચો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો