એડવાન્સ ટેક્સ કોણે ભરવો પડે? ના ભરીએ તો કેટલો દંડ થાય? php // echo get_authors();
?>
એડવાન્સ ટેક્સ શું છું? કોણે ભરવો પડે એડવાન્સ ટેક્સ? કઈ તારીખે ભરવો પડે એડવાન્સ ટેક્સ? જો ટેક્સ ના ભર્યો હોય તો કેટલો દંડ થાય? તમામ સવાલોના જવાબ જાણો આ અહેવાલમાં....
તમે એડવાન્સ ટેક્સ (Advance tax) ભર્યો કે નહીં? જો ના ભર્યો હોય તો ભરી દેજો, કારણ કે એડવાન્સ ટેક્સનો હપ્તો ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે એડવાન્સ ટેક્સ ભરી શકો છો. એડવાન્સ ટેક્સ શું છે અને તે કોણે ભરવો જરૂરી છે તથા જો આ ટેક્સ ભરવાનું ચૂકી જાવ તો કેટલો દંડ થઈ શકે, તે સમજીએ.
એડવાન્સ ટેક્સ શું છે?
નાણાકીય વર્ષ પૂરું થયા પછી જે ઈનકમ ટેક્સ ભરવો પડે છે તે એડવાન્સમાં ભરવામાં આવે તેને એડવાન્સ ટેક્સ કહે છે. ટેક્સના કાયદા પ્રમાણે એડવાન્સ ટેક્સની ચૂકવણી સમગ્ર વર્ષ દરમિયાન થઈ શકે છે. તમે ચાર હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવી શકો છો. એડવાન્સ ટેક્સને “pay as you earn” ટેક્સ પણ કહે છે. એટલે કે, કમાતા જાવ તેની સાથે સાથે ટેક્સ ભરતા જાવ. કમાઈ લીધા પછી છેક વર્ષના અંતે નહીં, પણ સાથે સાથે ટેક્સ ભરતા રહો.
કોણે ભરવો પડે એડવાન્સ ટેક્સ?
ઈનકમ ટેક્સ એક્ટ, 1961ની કલમ 208 મુજબ, જે કરદાતાએ ઓછામાં ઓછો 10,000 રૂપિયા ટેક્સ ભરવાનો થતો હોય તેણે એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી છે. ધારો કે, ચાલુ નાણાકીય વર્ષમાં ટીડીએસ કાપ્યા બાદ તમારે અંદાજે 12,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થતો હોય તો તમારે એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી છે. કલમ 234B પ્રમાણે, કરદાતાએ ઓછામાં ઓછો 90 ટકા ટેક્સ 31 માર્ચ પહેલાં એડવાન્સ ટેક્સ પેટે ચૂકવી દેવો જરૂરી છે.
ક્યારે ભરવો પડે એડવાન્સ ટેક્સ?
– પ્રત્યેક નાણાકીય વર્ષની 15 જૂન અથવા તેની પહેલાં – 15 ટકા એડવાન્સ ટેક્સ ભરાઈ જવો જોઈએ
– 15 સપ્ટેમ્બર અથવા તેની પહેલાં – 45 ટકા એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી
– 15 ડિસેમ્બર અથવા તેની પહેલાં – 75 ટકા એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી
– 15 માર્ચ અથવા તેની પહેલાં – 100 ટકા એડવાન્સ ટેક્સ ભરાઈ જવો જોઈએ
એડવાન્સ ટેક્સ ના ભરીએ તો કેટલો દંડ થાય?
એડવાન્સ ટેક્સની ચુકવણીમાં ડિફોલ્ટ થાવ તો કલમ 234B અને 234C હેઠળ દંડાત્મક વ્યાજ લાગુ પડે છે. તમારે નહીં ચૂકવેલા ટેક્સ પર 1 ટકા દંડાત્મક વ્યાજ ભરવું પડશે.
સેક્શન 234B એડવાન્સ ટેક્સ પેમેન્ટમાં વિલંબ અથવા ટેક્સ પેમેન્ટમાં ખામી માટે લગાવવામાં આવે છે જ્યારે કલમ 234C વ્યક્તિગત એડવાન્સ ટેક્સ હપ્તાઓની ચૂકવણી ન કરવા અથવા ટૂંકી ચુકવણી માટે લાગુ પડે છે.
એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરી શકાય?
Step 1: Visit Income tax website https://www.incometax.gov.in/iec/foportal/
Step 2: Click on e-Pay tax, enter PAN, mobile number and click continue. Enter OTP received on registered mobile number
Step 3: Click on Advance tax
Step 4: Select assessment year, and select advance tax from drop down
Step 5: Enter tax amount and continue. Select payment options and click continue
Step 6: Click on Pay Now to make payment.
Published September 12, 2023, 15:02 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો